અધધધ… યુઝર્સ સાથે જિયોએ મારી બાજી, જાણો વોડફોન અને એરટેલને કેટલો મોટો પડ્યો ફટકો
ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા ને એપ્રિલ મહિનામાં મોટો ફટકો પડયો છે. બંને કંપનીઓને એપ્રિલ મહિનામાં મોટું નુકસાન થયું હોવાના આંકડા સામે આવ્યા છે. આ નુકસાન એટલે કે બંને કંપનીઓના ગ્રાહકોમાં નોંધાયેલો ઘટાડો. આંકડાકીય માહિતી અનુસાર એરટેલના લગભગ 52.6 લાખ યુઝર્સ અને વોડાફોન આઈડીયાના ના 45.1 લાખ યુઝર્સ ઓછા થયા છે.

જ્યાં એક તરફ એરટેલ અને વોડાફોન ને નુકસાન થયું છે ત્યાં બીજી તરફ રિલાયન્સ જિયો ને ફાયદો થયો છે. એટલે કે ઉપરોક્ત કંપનીઓમાંથી ઘટેલા યુઝર્સ હવે જિયોને મળી ચૂક્યા છે. એટલે કે જિયોના યુઝર્સમાં વધારો થયો છે.

માર્કેટની સ્થિતિ ખરાબ હોવા છતાં જિયોને 15 લાખથી વધુ યુઝર્સ મળ્યા છે જોકે ફક્ત એપ્રિલમાં જ નહીં પરંતુ માર્ચ માસમાં પણ જિયો ને 47 લાખ નવા યુઝર્સ મળ્યા હતા. માર્કેટમાં દરેક કંપનીની સ્થિતિ નબળી છે પરંતુ જિયો તેમ છતાં સારું પરફોર્મન્સ કરી રહી છે જેના કારણે તેનો યુઝર બેસ વધી રહ્યો છે.

યુઝર્સ અંગેના આંકડા ટ્રાય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. એપ્રિલ 2020 માં લોકડાઉન ના કારણે અનેક યુઝર્સના મોબાઈલ કનેક્શન બંધ કરવા પડયા હતા. આ યુઝર્સમાં પ્રવાસી મજૂર અને બાકીના યુઝર્સ નો સમાવેશ થાય છે. ટેલિકોમ રેગ્યુલેટર ના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં નવા ભારતીય ટેલિકોમ યુઝર્સમાં ૮૦થી વધુ નો વધારો નોંધાયો હતો.

હવે જ્યારે એરટેલ અને વોડાફોનના યુઝર માં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જિયોના યુઝર માં વધારો થયો છે. ત્યારે માર્કેટની સ્થિતિ જોતાં એવું લાગે છે કે આગામી સમયમાં બંને કંપનીઓ પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અધધધ… યુઝર્સ સાથે જિયોએ મારી બાજી, જાણો વોડફોન અને એરટેલને કેટલો મોટો પડ્યો ફટકો"
ટિપ્પણી પોસ્ટ કરો