અરેરેરે! જેઠાલાલ તો ઇન્સ્ટાગ્રામમાં આવતાની સાથે જ ડરી ગયા આ નાની અમથી વાતથી…
આજકાલ જ્યારે લોકડાઉનમાં બહાર જવા આવવાનું ઓછું થઇ ગયું છે, ત્યારે લોકો અને સેલેબ્રેટી પણ સોશીયલ મીડિયામાં સતત એક્ટીવ રહેતા હોય છે. એવા સમયે હવે તારક મહેતા કા ઉલટા ચશ્માં શોના જેઠાલાલની ભૂમિકા નિભાવનાર પ્રખ્યાત દિલીપ જોશી પણ હવે ઇન્સ્ટાગ્રામ પર આવી ચુક્યા છે. એમણે ૨૫ જુલાઈના દિવસે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની શરૂઆત કરી છે. એમણે પોતાનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં શરુ કર્યાના પ્રથમ દિવસે જ એક લાખથી વધારે ફોલોઅર મેળવી લીધા હતા.
એક જ દિવસમાં એમણે ૧ લાખથી વધારે ફોલોઅર

શું તમે જાણો છો કે અનુભવી અને પ્રખ્યાત અભિનેતા દિલીપ જોશીને, ટેલીવિઝન જગતના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલટા ચશ્માં શોમાં પોતાના જેઠાલાલ વાળા પાત્રના કારણે જાણીતા બન્યા છે. જો કે ઘણા સમય પછી હવે તેઓ આખરે ઇન્સ્ટાગ્રામ પર આવ્યા છે. એમણે આ ૨૫ જુલાઈના દિવસે જ ઇન્સ્ટાગ્રામમાં પોતાની આઈડી બનાવી છે. પોતાની આઈડી બનાવ્યા પછીના એક જ દિવસમાં એમણે ૧ લાખથી વધારે ફોલોઅર પણ મેળવી લીધા છે. અભિનેતાના એમના સાથી કલાકાર અંબિકા રાજંકર અને પલક સિધવાની દ્વારા ગર્મ જોષીથી સ્વાગત કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં દિલીપ જોશીએ પોતાની પહેલી જ પોસ્ટમાં એમની માતા અને ભાઈ સાથે ખુશીની ક્ષણો મનાવતી પોસ્ટ શેર કરી હતી.
અનેક ફેક એકાઉન્ટ એમના નામથી શરુ થયા છે
જો કે દિલીપ જોશીના ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ અનેક ફેક એકાઉન્ટ પણ એમના જ નામથી શરુ થયેલા નજરે પડી રહ્યા છે. જે એમની તરફથી શેર કરવામાં આવેલી તસ્વીરને ફેક આઈડી દ્વારા શેર કરી રહ્યા છે. આ જોઇને દિલીપ જોશી ઘણા ચિંતામાં જોવા મળ્યા છે અને એમણે લોકોને પણ એવી અપીલ કરી હતી કે એ લોકો આ રીતે ફેક એકાઉન્ટ બનાવીને એમના નામનો ઉપયોગ ન કરે.
હાલમાં જ શોની શુટિંગ ફરીથી શરુ કરવામાં આવી છે
હાલમાં આખાય દેશમાં જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે તારક મહેતા કા ઉલટા ચશ્માં ટીવી સિરિયલનું શુટિંગ પણ રોકી દેવામાં આવ્યું હતું. જો કે હાલમાં જ લાગુ કરવામાં આવેલા અનલોક ૧ અને અનલોક ૨ દરમિયાન શુટિંગ સુરક્ષાની તૈયારી સહીત ફરીથી શરુ કરવામાં આવી છે. શો ના સ્ટાર કાસ્ટ અને કૃ દ્વારા હાલમાં જ શોની શુટિંગ ફરીથી શરુ કરવામાં આવી છે, જો કે હજુ પણ ટીમ સુરક્ષા અને સવધાનીઓના માપદંડને ધ્યાનમાં રાખીને જ આગળના એપિસોડ પર કામ કરવા અંગે વિચારી રહી છે. હાલમાં શુટિંગ શરુ કરવા માટે ફરજીયાત નિર્ધારિત ધારા ધોરણોનું પાલન કરવું જરૂરી છે.
અમારી પાસે ઘણી મોટી સ્ટાર કાસ્ટ છે

દિલીપ જોશીએ હાલમાં જ મીડિયાને આપેલા એક સાક્ષાત્કારમાં તારક મહેતા કા ઉલટા ચશ્માં શોની શુટિંગ દરમિયાન રાખવામાં આવતી સાવચેતી વિશે જણાવતા એમણે કહ્યું હતું કે, ‘અમારી પાસે ઘણી મોટી સ્ટાર કાસ્ટ છે. એટલે અમારે ઘણી વધારે સાવધાની રાખીને શુટિંગ કરવાની જરૂરિયાત હોય છે. અમે ભલે એવા પ્રયત્ન કરીએ અને કેટલાક અભીનેતાઓ સાથે જ કામ કરીએ, એમ છતાં પણ અમારી સ્ટાર કાસ્ટના કારણે આમારી પાસે પર્યાપ્ત લોકો હાજર હોય છે. જો કે અમે નસીબદાર છીએ કારણ કે સોશિયલ ડીસ્ટન્સ જાળવી રાખવા માટે અમારી પાસે સેટ પર પુરતી જગ્યા હોય છે.
સેટ પર દર થોડા મીટરે સેનીટાઈઝરની વ્યવસ્થા

વધુમાં એમણે જણાવ્યું હતું કે અમારા નિર્માતા અસિત ભાઈએ સેટ પર સારી એવી વ્યવસ્થા પણ ઉભી કરી છે. એમણે દરેક થોડાક જ મીટરના અંતરે સેનીટાઈઝરની વ્યવસ્થા પણ કરી છે. અમારા આવતા પહેલા જ અમારા મેકપ રૂમ સેનીટાઈઝ કરી દેવામાં આવે છે. પછી અમારા લંચ બ્રેક પહેલા અને લંચ બ્રેક પછી પણ ઇન્ડોર સેટ કે જ્યાં શુટિંગ થાય છે એને સેનીટાઈઝ કરી દેવામાં આવે છે. અમારી પાસે હાજર પૂરો સ્ટાફ સહાયક સિદ્ધ થાય છે, શુટિંગ દરમિયાન એ બધા ફરજીયાત માસ્ક પહેરી રાખે છે.
શોટ આપતી વખતે માસ્ક ઉતારવું પડે છે

જો કે દરેક અભિનેતાને શુટિંગ દરમિયાન પડતી મુશ્કેલી વિશે જણાવતા એમણે કહ્યું હતું કે શુટિંગ ચાલતી હોય ત્યારે અમે માસ્ક નથી પહેરી શકતા. દરેક પાત્રને આ બાબતે ઘણો ખતરો રહે છે, કારણ કે અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી હોતો. અમારે પોતાનો શોટ આપતી વખતે માસ્ક ઉતારવું પડે છે અને એક વાર ફરી નિર્દેશકના કહ્યા પછી જ અમે એને ફરીથી પહેરી શકીએ છીએ
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "અરેરેરે! જેઠાલાલ તો ઇન્સ્ટાગ્રામમાં આવતાની સાથે જ ડરી ગયા આ નાની અમથી વાતથી…"
ટિપ્પણી પોસ્ટ કરો