આ પત્ની પતિને નપુંસક કહીને વારંવાર જતી રહેતી હતી પિયર, પણ પછી…
પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થાય છે, જો કે રોજીંદા જીવનમાં આ બધું જ સહજ છે. પણ આ વાત ત્યારે વધારે ગંભીર બને છે, જયારે આ સબંધોમાં કડવાહટ ઉભી થઈ જાય છે. હાલમાં આવી જ એક ખબર સામે આવી છે. સાસારામ બિહારમાં ઘટેલી આ ઘટનામાં પતિને નપુંસક કહીને વારંવાર પત્ની પોતાના પિયર જતી રહેતી હતી. એક દિવસ પતિ જ્યારે પત્નીને લેવા માટે સાસરે પહોચ્યો હતો. પણ સાસરામાં ગયા પછી તે પાછો ફર્યો ન હતો અને સંદિગ્ધ હાલતમાં એની લાશ મળી આવી હતી. જો કે મૃતકના પિતાએ દીકરાની પત્ની, સાસુ અને સસરા પર હત્યાનો આરોપ લગાડતા ફરિયાદ દાખલ કરી છે. આ આખોય મામલો સાસારામના દિનારા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ઇન્દોર ગામનો છે.
શું છે આ આખો મામલો?

આ મામલા અંગે વાત કરીએ તો કરગહરના નિવાસી જવાહર પાલની પત્ની નીતૂ દેવી એ અવારનવાર પોતાના પતિ પર નામર્દ હોવાનો આરોપ લગાડતી રહેતી હતી. જેને લઈને એણે અનેક વાર પંચાયત પણ બોલાવી હતી. જો કે કેટલાક દિવસ પહેલા જવાહર કંટાળીને પોતાની પત્નીને લેવા માટે એના સાસરે ગયો હતો. એણે પત્નીના પાછા લઇ આવવા માટે જ ત્યાં જવાનું નક્કી કર્યું હતું. પણ ત્યાં પહોચ્યો તો એની સાથે કોણ જાણે એવું શું થયું જે એની લાશ પણ પોખરામાંથી મળી આવી હતી. જો કે હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. લાશને પોસ્ટમોર્ટમ માટે સાસારામની સદર હૉસ્પિટલ મોકલવામાં આવી છે.
મૃતકના શરીર પર ઈજાના નિશાન

આ અંગે તપાસ કરતા મૃતકના પિતાએ જણાવ્યું છે કે જવાહરની પત્ની નીતુ દેવી, સાસુ અને સસરા વિજય પાલ પર પુત્રની હત્યાનો આરોપ લગાડતા ફરિયાદ કરી હતી. જો કે પોલીસે આ મામલાની ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેયની ધરપકડ કરી છે અને મામલાની તપાસ શરુ કરી દીધી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. આ નિશાનના આધારે એવો અંદાઝ લગાડવામાં આવી રહ્યો છે કે હત્યા કરીને મૃતદેહને ઠેકાણે પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે.

બંને પક્ષોના લોકોએ પંચાયત પણ બોલાવી હતી
આખી ઘટનાને જોઈએ તો ગયા વર્ષે જ જવાહર અને નીલૂના લગ્ન થયા હતા. જો કે લગ્ન પછીથી જ નીલૂ અને જવાહર તણાવમાં રહેતા હતા. જો કે પત્ની વારંવાર પોતાના પિયર જતી રહેતી હતી, પરિણામે જવાહર પણ એનાથી નારાજ રહેતો હતો.

જો કે પછી આખોય મામલો સામે આવ્યો હતો કે નીલૂએ જવાહર પર અનેકવાર નપુંસક હોવાનો આરોપ પણ લગાડયો હતો. આ બાબતે અવારનવાર થતા ઝઘડામાં બંને પક્ષોના લોકોએ પંચાયત પણ બોલાવી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે નીલૂ પોતાના ઘરે પાછી આવી જાય. જો કે આ નિર્ણય પછી જવાહર પત્ની નીતુને લેવા માટે સાસરે ગયો હતો, પણ ત્યાંથી એ પાછો આવી શક્યો નહી. ત્યાંથી એની લાશ મળી આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ પત્ની પતિને નપુંસક કહીને વારંવાર જતી રહેતી હતી પિયર, પણ પછી…"
ટિપ્પણી પોસ્ટ કરો