બાબુજી આલોકનાથની બહેન છે આ અભિનેત્રી, સાથે વાંચો બીજી રસપ્રદ જોડીઓ વિષે…

શ્રાવણ માસની શરુઆત થઈ ગઈ છે. એટલે કે શ્રાવણ માસ તહેવારોનો મહિનો કહેવામાં આવે છે. આમ તો શ્રાવણ માસમાં ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ત્યાં જ હવે શ્રાવણ માસની પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. ભાઈ- બહેનનો આ તહેવાર આપણા દેશમાં દર વર્ષે ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે દેશમાં લોકડાઉન હોવાના કારણે ગત વર્ષોની જેમ ઉજવણી શક્ય તો નથી પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ બંધ છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ વર્ષે કેવી રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી શકે છે. ત્યારે હવે અમે આપને જણાવીશું કે, એવા સેલેબ્રીટીસ કે જેઓ રીયલ લાઈફમાં સગા ભાઈ- બહેન છે. ઉપરાંત કેટલાક સેલેબ્રીટીસ ભાઈ- બહેન એવા છે જેમણે એકસાથે ટીવી શોઝમાં કામ કર્યું પણ કર્યું છે. ચાલો જાણીએ..

આલોક નાથ અને વિનિતા મલિક :

image source

અભિનેતા આલોક નાથએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ટીવી શોઝની સાથે સાથે બોલીવુડની ફિલ્મોમાં પણ કામ કરીને નામના મેળવી છે. અભિનેતા આલોક નાથએ ‘બુનિયાદ’ (૧૯૮૬), ‘તારા’ (૧૯૯૭), ‘રિશ્તે’ (૨૦૦૧), ‘ઘર એક સપના’ (૨૦૦૬), ‘સપના બાબુલ કા…બિદાઈ’ (૨૦૧૦), જેવા ઘણી બધી ટીવી સિરીયલ્સમાં કામ કર્યું છે. જયારે અભિનેત્રી વિનિતા મલિકએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’, ‘કસૌટી ઝીંદગી કી’, ‘કાવ્યાંજલિ’ અને ‘દિલ મિલ ગયે’ જેવી ટીવી સિરીયલ્સમાં કામ કર્યું છે. આ ટીવી શોઝમાં કામ કરીને વિનિતા મલિકએ ખુબ નામ ક્માંવ્યું છે.

અક્ષય ડોંગરા અને રિદ્ધિ ડોંગરા.:

image source

અક્ષય ડોંગરા અને રિદ્ધિ ડોંગરા પણ હવે અસલ જીંદગીમાં સગા ભાઈ- બહેનની લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રિદ્ધિ ડોંગરાએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ઘણી બધી ટીવી સિરીયલ્સમાં કામ કરીને નામના મેળવી છે. રિદ્ધિ ડોંગરાએ અત્યાર સુધીમાં ‘મર્યાદા… લેકિન કબ તક’, ‘સાવિત્રી’ જેવી સિરીયલ્સમાં કામ કર્યું છે. જયારે અક્ષય ડોંગરાએ સ્ટાર પ્લસ ચેનલના ટીવી શો ‘ઈસ પ્યાર કો ક્યાં નામ દૂ’ ટીવી શોમાં અક્ષય ડોંગરાએ કામ કર્યું હતું.

અયાન જુબૈર અને જન્નત જુબૈર રહમાની :

image source

જન્નત જુબૈર રહમાનીએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત એક બાળ કલાકાર તરીકે ટીવી શો ‘ફૂલવા’માં મુખ્ય પાત્ર તરીકે એક્ટિંગની શરુઆત કરી છે ત્યાર પછી ટીવી શો ‘મહારાણા પ્રતાપ’ માં રાજકુમારી ફૂલના પાત્રમાં જોવા મળી હતી. જયારે અયાન જુબૈરએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ટીવી શો ‘જોધા અકબર’માં નાના સલીમનું પાત્ર નિભાવ્યું હતું. અયાન જુબૈર અને જન્નત જુબૈર રહમાની રીયલ લાઈફમાં ભાઈ- બહેન છે.

ડેલનાઝ અને બખ્તિયાર :

image source

અભિનેત્રી ડેલનાઝ અને અભિનેતા બખ્તિયાર રીયલ લાઈફમાં ભાઈ- બહેન છે. આ બંને ભાઈ- બહેનએ ઘણા બધા ટીવી શોમાં કામ કર્યું છે. અભિનેત્રી ડેલનાઝએ ટીવી શો ‘એક મહેલ હો સપનો કા’ (૨૦૦૨), ‘શરારત’ (૨૦૦૫), ‘કરમ અપના અપના’ (૨૦૦૭), ‘બા, બહુ ઔર બેબી’ (૨૦૦૭), ‘મેરે અપને’ (૨૦૦૭), ‘યસ બોસ’ (૨૦૦૯), ‘ક્યાં મસ્ત લાઈફ હૈ’ (૨૦૧૦) જેવા કેટલાક શોઝમાં કામ કર્યું છે. જયારે અભિનેતા બખ્તિયારએ ‘બડી દુર સે આયે હૈ’, ‘માં એક્સચેન્જ’, ‘લવ કા તડકા’. ‘મિલે જબ હમ તુમ’ જેવા શો સહિત બંને ભાઈ બહેનએ ઘણા કોમેડી શોમાં કામ કર્યું છે.

આરતી સિંહ અને કૃષ્ણા અભિષેક :

image source

ટીવી કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં પોતાની ટાઈમિંગની મદદથી દર્શકોને હસાવવામાં સફળ રહેલ અભિનેતા ગોવિંદાના ભાણેજ અભિનેતા કૃષ્ણા અભિષેક અને અભિનેત્રી આરતી સિંહ રીયલ લાઈફમાં ભાઈ- બહેન છે. કોમેડીયન અને એક્ટર કૃષ્ણા અભિષેકએ બોલીવુડ ફિલ્મ ‘બોલ બચ્ચન’ અને ‘એન્ટરટેઈનમેન્ટ’ જેવી ફિલ્મોમાં કામ કયું છે જયારે આરતી સિંહ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ટીવી શો ‘માયકા’, ‘ગૃહસ્થી’ જેવા શોમાં જોવા મળી છે આ ઉપરાંત આરતી સિંહ ‘બિગ બોસ’ સીઝન ૧૩નો ભાગ બની છે.

મિશ્કત વર્મા અને મિહીકા વર્મા :

image source

અભિનેત્રી મિહીકા વર્માને ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’માં મુખ્ય પાત્ર ઈશિકાની બહેન મિહીકાનું પાત્ર નિભાવ્યા પછી ખુબ જ નામના મળી છે. શો ‘યે હૈ મોહબ્બતે’માં કામ કરીને મિહીકા વર્માને ફેમ અને નેમ બંને મેળવ્યા છે. જયારે મિહીકા વર્માના ભાઈ મિશ્કત વર્માએ કોમેડી સીરીયલમાં કામ કર્યું છે આ ઉપરાંત મિશ્કત વર્માએ કેટલાક ટીવી શોઝમાં પણ કામ કર્યું છે. મિશ્કત વર્માના લુક્સની છોકરી ખુબ જ દીવાની છે. મિશ્કત વર્મા અને મિહીકા વર્મા બંને રીયલ લાઈફમાં ભાઈ- બહેન છે.

પીયુષ સચદેવ અને મહેર વીજ :

image source

અભિનેત્રી મહેર વિજએ પોતાના એક્ટિંગ કરિયરમાં ટીવી સીરીયલ્સની સાથે સાથે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મહેરએ બોલીવુડ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’, ‘દિલ વિલ પ્યાર વ્યાર’, ‘લકી…નો ટાઈમ ફોર લવ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જયારે ટીવી સીરીયલ્સ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’, ‘રામ મિલાઈ જોડી’માં પણ કામ કર્યું છે. જયારે પીયુષ સચદેવએ ટીવી શો ‘બેહદ’, ‘સપને સુહાને લડકપન કે’ જેવા શોમાં પીયુષ સચદેવ જોવા મળ્યા છે.

વરુણ બડોલા અને અલકા કૌશલ :

image source

અભિનેતા વરુણ બડોલા અને અલકા કૌશલ અસલ જીંદગીમાં ભાઈ- બહેન છે. આ બંને ભાઈ- બહેનએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ઘણા બધા ટીવી શોમાં કામ કર્યું છે. અભિનેતા વરુણ બડોલાએ ટીવી શો ‘બનેગી અપની બાત’, ‘યે હૈ મુંબઈ મેરી જાન’, ‘કુટુંબ’, ‘રબ્બા ઈશ્ક ના હોવે’, ‘ઘર એક સપના’, ‘ભાભી’, ‘ફિર સુબહ હોગી’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે ઉપરાંત હાલમાં વરુણ બડોલા સોની ટીવી પર પ્રસારિત ટીવી શો ‘મેરે ડેડ કી દુલ્હન’માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળ્યા છે. જયારે અલકા કૌશલએ પણ ટીવી શો ‘સરોજની’, ‘હમારી સિસ્ટર દીદી’, ‘જ્યોતિ’, ‘નયા દૌર’, ‘તુમ પુકાર લો’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. જો કે, હાલમાં અલકા કૌશલ ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં સીતા દેવીની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "બાબુજી આલોકનાથની બહેન છે આ અભિનેત્રી, સાથે વાંચો બીજી રસપ્રદ જોડીઓ વિષે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel