ટ્રેનમાં આ 11 પ્રકારે વગાડવામાં આવે છે હોર્ન, જાણો દરેક હોર્ન પાછળનો ખાસ મતલબ
આ આર્ટિકલ વાંચનારા લગભગ તમામ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. રેલવે તંત્ર અને ટ્રેનની અનેક એવી બાબતો હોય છે કે જેના વિષે સામાન્ય લોકો નથી જાણતા. જેમ કે ટ્રેનના ડબ્બાના અલગ અલગ રંગ, રેલવે સ્ટેશનના બોર્ડ નીચે લખવામાં આવેલા આંકડાઓ, રેલવે ટ્રેક પાસે રાખવામાં આવેલા પિલર વગેરે..
આવી જ એક બાબત છે ટ્રેનનું હોર્ન. તમે કદાચ આ તરફ પહેલા ધ્યાન નહિ આપ્યું હોય પણ ટ્રેનમાં અલગ અલગ 11 પ્રકારના હોર્ન વગાડવામાં આવે છે અને દરેક હોર્નનો અર્થ પણ અલગ અલગ થાય છે.
1). એક શોર્ટ હોર્ન

જો ટ્રેનનો ડ્રાઇવર એક શોર્ટ હોર્ન વગાડે તો તેનો અર્થ એ થાય છે કે ટ્રેન યાર્ડમાં આવી ચુકી છે અને તેની સાફસફાઈનો સમય થઇ ગયો છે.
2). બે શોર્ટ હોર્ન

જો ટ્રેનનો ડ્રાઇવર બે શોર્ટ હોર્ન વગાડે તો તેનો અર્થ એ થાય કે ટ્રેન આગળ ચાલવા માટે તૈયાર છે અને ડ્રાઇવર ગાર્ડને સિગ્નલ માટે પૂછી રહ્યા છે.
3). ત્રણ શોર્ટ હોર્ન

સામાન્ય રીતે આ પ્રકારના હોર્ન બહુ ઓછા વગાડવામાં આવે છે. અસલમાં આ પ્રકારના હોર્ન ઇમરજન્સી જેવી પરિસ્તિથીમાં વગાડવામાં આવે છે. અને તેનો અર્થ એવો થાય છે કે લોકોપાયલોટનો કંટ્રોલ ટ્રેનના એન્જીન સાથે તૂટી ગયો છે અને ગાર્ડને તાત્કાલિક વેક્યુમ બ્રેક લગાવવા માટેનો સંકેત હોય છે કે ટ્રેનને જલ્દીથી રોકે.
4). ચાર શોર્ટ હોર્ન
ચાર શોર્ટ હોર્ન વગાડવાનો અર્થ એ છે કે ટ્રેનમાં કોઈ ટેક્નિકલ ફોલ્ટ સર્જાયો છે અને ટ્રેન આગળ વધવાની સ્થિતિમાં નથી.,

5). એક લોન્ગ હોર્ન અને એક શોર્ટ હોર્ન

આ પ્રકારના હોર્નનો મતલબ એ છે કે ટ્રેનનું એન્જીન શરુ કાર્ય પહેલા ટ્રેન ડ્રાઇવર બ્રેક પાઇપ સિસ્ટમ સેટ કરવા માટે ગાર્ડને સંકેત આપી રહ્યો છે.
6). બે લોન્ગ અને બે શોર્ટ હોર્ન

આ પ્રકારના હોર્નનો અર્થ એ થાય છે કે ટ્રેન ડ્રાઇવર એન્જીનનું નિયંત્રણ લેવા માટે ગાર્ડને સંકેત આપી રહ્યો છે.
7). સતત અથવા લાબું વાગતું હોર્ન

આ પ્રકારનું હોર્ન પ્લેટફોર્મ પર ઉભેલા યાત્રિકોને સાવચેત કરવા માટે વગાડવામાં આવે છે કે જે તે ટ્રેન અનેક સ્ટેશનો પરથી નોનસ્ટોપ પસાર થઇ રહી છે અને જે તે સ્ટેશન પર ઉભી નહિ રહે.
8). બે વખત અટકી અટકીને વાગતું હોર્ન

આ પ્રકારનું હોર્ન કોઈ ક્રોસિંગ પોઇન્ટ આવે ત્યારે વગાડવામાં આવે છે જેથી જેથી જો કોઈ ક્રોસિંગ પોઇન્ટ આસપાસ હોય તો દૂર ખસી જાય.
9). બે લોન્ગ અને એક શોર્ટ હોર્ન

આ પ્રકારનું હોર્ન ત્યારે વગાડવામાં આવે છે જયારે ટ્રેન પોતાનો ટ્રેક બદલી બીજા ટ્રેક પર જઈ રહી હોય.
10). બે શોર્ટ હોર્ન અને એક લોન્ગ હોર્ન

આ પ્રકારનું હોર્ન ફક્ત બે જ પરિસ્તિથીમાં વગાડવામાં આવે છે. એક ત્યારે જયારે કોઈ યાત્રિકે ચેન પુલિંગ કર્યું હોય અને બીજું જયારે ગાર્ડે વેક્યુમ પ્રેશર બ્રેક લગાવી હોય.
11). છ વખત શોર્ટ હોર્ન

આ પ્રકારનું હોર્ન ત્યારે વગાડવામાં આવે છે જયારે ટ્રેન ડ્રાઇવરને કોઈ ભય કે ખતરાનો આભાસ થયો હોય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ટ્રેનમાં આ 11 પ્રકારે વગાડવામાં આવે છે હોર્ન, જાણો દરેક હોર્ન પાછળનો ખાસ મતલબ"
ટિપ્પણી પોસ્ટ કરો