કોરોનાની સ્થિતિમાં કોઈ જ બદલાવ ન આવતા ગુજરાતના આ શહેરમાં એસટી તંત્ર દ્વારા લેવાયો આ મોટો નિર્ણય

કોરોના વાયરસને પરિણામે અનેક વાર એસટી તંત્રના પૈડા થંભ્યા છે. ત્યારે ફરી એક વાર સુરત આવતી જતી એસટી બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી વિભાગ દ્વારા આ નિર્ણય કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને લઈને લેવામાં આવ્યો છે. આ નિર્ણયના આધારે સુરતમાં આવતી અને જતી લગભગ બસોને બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાંથી પણ વધુ કેસ સુરતમાં આવી જતા આ પગલું લેવામાં આવ્યું છે.

સુરત તરફની બસ ૧૦ દિવસ સંપૂર્ણ સ્થગિત

image source

એસટી વિભાગે લીધેલા આ નિર્ણય મુજબ હવે સુરતમાં આવતી અને જતી બંને રૂટની તમામ બસો બંધ કરી દેવામાં આવી છે. એસટી વિભાગના જણાવ્યા પ્રમાણે સુરતથી ઉપડતી અને જતી તમામ બસોનું સંચાલન રોકી દેવામાં આવ્યું છે. ૨૭ જુલાઈના દિવસથી સુરત તરફની બસ સર્વિસ ૧૦ દિવસ માટે સંપૂર્ણ પણે સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે આપતકાલીન સ્થિતિને ધ્યાનમાં લઈને ખાનગી વાહનો, તર્ક તેમજ પરિવહનને ચાલુ રાખવામાં આવ્યું છે.

વધતા કેસને લઇને નિર્ણય લેવામાં આવ્યો

image source

આપને જણાવી દઈએ કે તંત્ર દ્વારા આ નિર્ણય કાલથી લાગુ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલથી સુરતથી ઉપડતી અને જતી બસો પર રોક લગાવવામાં આવી રહ્યો છે. આ સીવાય સુરતથી ઉપડતી અને જતી STની ખાનગી બસો પણ 10 દિવસ બંધ રહેશે. શહેરમાં સતત કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઇને આ નિર્ણય વિભાગ અને તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. આ બસોનું સંચાલન ૨૭ જુલાઈ એટલે કે કાલથી લઈને ૧૦ દિવસ માટે બંધ રહેશે. જો કે અન્ય ખાનગી વાહનો આ દરમિયાન ચાલુ રહેશે.

ઉચ્ચ કક્ષાની સમીક્ષાને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો

image source

સતત લગાડવામાં આવેલા લોકડાઉન પછી જાહેર કરવામાં આવેલા અનલોક એક અને બે દરમિયાન સરકારી ધારા ધોરણો પ્રમાણે એસટી બસો તેમજ ખાનગી બસ સેવાને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન, માસ્ક અને- સુરક્ષાના અન્ય ધારાધોરણ જેમ કે બસોને સેનિટાઈઝેશન કરવાની સાથે રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જો કે તાજેતરમાં થયેલ ઉચ્ચ કક્ષાની સમીક્ષાને ધ્યાનમાં લઈને કોરોના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ ઉપડતી ખાનગી અને ST બસ સેવા સોમવાર 27મી જુલાઈથી 10 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે ખાનગી વાહન અને સમાન લઇ જતા વાહનો રાબેતા મુજબ ચાલુ રહી શકશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કેવી છે ?

image source

રાજ્યમાં કોરોના વાયરસની રફતાર સતત વધી રહી છે, પ્રતિદિવસ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત પાંચમાં દિવસે પણ કોરોનાના કારણે ૧ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં એક જ દિવસમાં નવા ૧૦૮૧ કોરોનાના પોઝીટીવ કેસ જોવા મળ્યા છે.

image source

તો એક જ દિવસમાં રાજ્ય ભરમાં કોરોનાથી ૨૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સામે ૭૮૨ જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. નવા ૧૦૮૧ કેસ સાથે હવે રાજ્યમાં કોરોના કેસની સંખ્યા ૫૪ હજારનો આંકડો વટાવી ચુકી છે. હાલ રાજ્યમાં ૧૨ હજાર કરતા વધારે સક્રિય કેસ જોવા મળી રહ્યા છે. આ દર્દીઓમાં ૮૭ દર્દીઓ વૅન્ટિલેટર પર છે, જ્યારે અન્ય તમામ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે. આખાય ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 39 હજાર જેટલા લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે ૨૩૦૫ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "કોરોનાની સ્થિતિમાં કોઈ જ બદલાવ ન આવતા ગુજરાતના આ શહેરમાં એસટી તંત્ર દ્વારા લેવાયો આ મોટો નિર્ણય"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel