પ્રેગનેન્ટ પત્નીને થયો કોરોના તો પતિએ ‘હું નથી ઓળખતો એને’ કહી ભાગી ગયો, હવે પત્ની શીખવાડશે સબક
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ હજી જારી છે. વર્તમાન સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૧૧ લાખની ઉપર પહોચી ગયો છે. લોકોમાં આ વાયરસને લઈને ખૌફ આવી ગયો છે. કોરોનાના ડરથી એકબીજાની નજીક આવતા પણ કતરાઈ રહ્યા છે. આ વચ્ચે લખનઉમાં એક એવો કેસ સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ નવાઈમાં પડી જશો. અહિયાં એક પતિએ ગર્ભવતી પત્નીના કોરોના પોઝીટીવ આવ્યા પછી એને ઓળખવાની ના પાડી દીધી. એ પછી જે થયું એ ખુબ જ દુખદ હતું.
ડીલીવરી પહેલા કોરોના પોઝીટીવ નીકળી મહિલા

આ આખો કેસ, લખનઉના લોહિયા હોસ્પીટલનો છે. શહેરના ઇન્દીરાનગરમાં રહેનારી ૨૪ વર્ષની હિનાએ ફેબ્રુઆરી ૨૦૧૯ ના ચાંદન ગામ નિવાસી ફકરુલ સાથે નિકાહ કર્યા હતા. ૪ જુલાઈએ ડીલીવરીને કારણે હીના લોહિયા હોસ્પીટલમાં દાખલ થઇ હતી. જયારે ડોક્ટરોએ એમનું સેમ્પલ લીધું તો એ કોવીડ ૧૯ પોજીટીવ નીકળી. એવામાં હોસ્પિટલ સ્ટાફ તરત જ એની સુચના પતિ ફકરુલને આપી.
પતિ થયો ફરાર,ઓળખી પણ નથી રહ્યો

જયારે પતિ ફકરુલને પોતાની ગર્ભવતી પત્નીના કોરોના પોઝીટીવ હોવાની ખબર મળી તો એને ઓળખવાની પણ ના પાડી દીધી. પોતાની બીમાર પત્નીની મદદ કરવાની જગ્યાએ એ એને ત્યાં બેસહારા છોડીને ભાગી ગયો. પતિનું આવું વર્તન જોઇને હોસ્પિટલ સ્ટાફ પણ ચકિત થઇ ગયા. હોસ્પીટલના સ્ટાફે ફકરુલને ફોન કર્યો હતો પણ એણે પત્નીને ઓળખવાની ના પાડી દીધી. એ પછી હિનાના પિતાએ પણ એને ફોન કર્યો હતો પણ એમને પણ એવું જ કીધું કે આ નામની મહિલા સાથે એનો કોઈ સંબંધ નથી.
ગર્ભમાં જ મરી ગયું બાળક

પતિના આવા વ્યવહારથી ગર્ભવતી મહિલા હીનાની સર્જરી સમયે નાં થઇ શકી, એવામાં એનું બાળક પેદા થતા પહેલા જ ગર્ભમાં જ મરી ગયું. પતિની હાજરી ના હોવાને કારણે મહિલાની બહેન દેખરેખ માટે હોસ્પિટલ આવી. પછી લોક્બંધુ હોસ્પીટલમાં એમણે શિફ્ટ કરી દેવાઈ.
પતિને શીખવાડશે સબક
આટલું બધું થઇ જવા છતાં મહિલાએ હાર માની નહિ. ૮ દિવસો સુધી હોસ્પિટલ રહ્યા પછી એણે પોતાને કોરોના મુક્ત કરી લીધી. હવે મહિલાનું કહેવું છે કે એ પતિ પર કેસ દાખલ કરશે, એના વિરુદ્ધ કોર્ટમાં જશે.
આ આખી ઘટના સાચે જ દુખદ છે. એક પતિની ફરજ હોય છે કે દરેક સુખ દુઃખમાં પોતાની પત્નીનો સાથ આપે. પણ આ પતિએ તો પતિ શબ્દને જ બદનામ કરી દીધો. આવા પતિ સમાજમાં રહેવાલાયક જ નથી. એમને કડકમાં કડક સજા આપવી જોઈએ. જરા વિચારો એ મહિલા પર શું વીતી હશે? એક તો એને કોરોના થઇ ગયો, ગર્ભમાં બાળક પણ મારી ગયું અને ઉપરથી પતિ એને ઓળખવાની નાં પાડી રહ્યો હોય. તો આ આખી ઘટના પર તમારું શું કહેવું છે?
જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી કોરોનાના ૧૧ લાખ ઉપર કેસ પહોચી ગયા છે. એમાંથી ૨૭ હજાર ઉપરના લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
0 Response to "પ્રેગનેન્ટ પત્નીને થયો કોરોના તો પતિએ ‘હું નથી ઓળખતો એને’ કહી ભાગી ગયો, હવે પત્ની શીખવાડશે સબક"
ટિપ્પણી પોસ્ટ કરો