જાણો વિશ્વના પાંચ સૌથી ખતરનાક કૂતરાઓની પ્રજાતિઓ વિશે, જેમની આગળ ક્યારે ના કરતા જવાની હિંમત
ડોગી એટલે કે કુતરા વિષે એવું કહેવાય છે કે તે માણસના સૌથી વફાદાર પાલતુ પશુઓ પૈકી છે. કુતરાઓ મિલનસાર અને સમજદાર હોવાની સાથે સાથે ખૂંખાર પણ હોય છે. કૂતરાઓની અમુક એવી પ્રજાતિઓ પણ છે જે ધાર્યા કરતા ક્યાંય વધુ ખતરનાક છે. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ અમુક ખૂંખાર અને ખતરનાક કુતરાઓ વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
આ છે પ્રેસા કેનારિયો, આ પ્રજાતિના કૂતરાંઓ મુખ્યત્વે આફ્રિકાના કેનરી ટાપુ પર જોવા મળે છે. તેનો વજન લગભગ 60 કિલો આસપાસ હોય છે. કહેવાય છે કે આ પ્રજાતિના કુતરાઓને 18 મી સદીમાં યુદ્ધ દરમિયાન શિકાર અને હુમલા કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવતી. પ્રેસા કેનારિયો એટલા ખતરનાક અને શક્તિશાળી હોય છે કે શિકારને તેના ચંગુલમાંથી છૂટવું ભારે થઇ પડે છે.
આ છે જર્મન શેફર્ડ. આ પ્રજાતિના કૂતરાઓનો વજન તો વધુ નથી હોતો પરંતુ તેનો આત્મવિશ્વાસ અને નીડરતાને કારણે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેના માટે સતત શારીરિક હલન ચલન જરૂરી હોય છે જેથી તે સમય આવ્યે આક્રમક થઇ શકે. ગુસ્સાની સ્થિતિમાં આ કુતરાઓ ભારે ખતરનાક સાબિત થઇ શકે છે.
આ પ્રજાતિના કૂતરાનું નામ છે રોટ્ટવિલર્સ. જર્મનીમાં જોવા મળતા આ રોટ્ટવિલર્સ કૂતરાઓની પ્રજાતિ વિશ્વના સૌથી પ્રખ્યાત કુતરાઓ પૈકી એક છે. આ કુતરાઓ પણ ભારે તાકાતવર હોય છે અને ખાસ કરીને તેના જડબાઓ ભારે મજબૂત હોય છે. રોટ્ટવિલર્સ કૂતરાઓનો ઉપયોગ મોટેભાગે રક્ષા કરવા માટે થાય છે. સામાન્ય રીતે તેને અન્ય કુતરાઓ અને અજાણ્યા લોકો બિલકુલ પસંદ નથી આવતા અને તેને જોઈને તે હિંસક થઇ જાય છે.
આ છે ચૌ-ચૌ. તેનું નામ ભલે હળવું લાગતું હોય પરંતુ ચીનના આ કુતરાઓ એટલા જ ખતરનાક અને ખૂંખાર છે. જો તેની આસપાસ કોઈ અજાણ્યા વ્યક્તિ કે કુતરાઓ તરફ તેને શંકા જાય તો તેને આક્રમક થતા વાર નથી લાગતી.
આ કૂતરાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ છે પીટ બુલ્સ. વિશ્વના ખતરનાક કૂતરાઓની પ્રજાતિમાં આ પ્રજાતિના કૂતરાઓનો પણ સમાવેશ થાય છે. જો કે આ કુતરાઓ સામાન્ય પરિસ્તિથીમાં શાંત રહે છે પરંતુ બિન-જવાબદાર માલીકના કારણે તેઓ આક્રમક સ્વભાવના થઇ જાય છે.
જો તેઓની વ્યવસ્થિત અને વ્યાજબી દેખરેખ રાખવામાં આવે તો તે માલીક માટે સારા મિત્ર બનીને પણ દેખાડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જાણો વિશ્વના પાંચ સૌથી ખતરનાક કૂતરાઓની પ્રજાતિઓ વિશે, જેમની આગળ ક્યારે ના કરતા જવાની હિંમત"
ટિપ્પણી પોસ્ટ કરો