શું તમે ટાઈટ કપડા પહેરો છો? તો જરૂર જાણો બોડીને થઇ શકે છે આ નુકશાન..

ટાઈટ કપડા પહેરવાથી શરીરને થઇ શકે છે ખુબ જ ખતરનાક નુકશાન

આજકાલ, કેટલાક લોકો વધુ ફેશનેબલ દેખાવા માટે ટાઈટ કપડાં પહેરવા લાગ્યા છે. આનું એક કારણ એ છે કે આમાં બોડી શેપ વધુ સારું લાગે છે. સ્કુલમાં અભ્યાસ કરતી છોકરી હોય કોલેજ કરતી યુવતી હોય કે ઓફિસે કામ કરતી મહિલા હોય દરેકની પહેલી પસંદ તો ટાઈટ કપડા હોય છે અને ખાસ કરીને ટાઈટ જીન્સ. ટાઈટ જીન્સ પહેરવાથી તમે અમુક બીમારીઓનો પણ શિકાર થઇ શકો છો. તો ચાલો જાણીએ કે ટાઈટ જીન્સ પહેરવાથી ક્યાં ક્યાં નુકસાન થાય છે..

image source

ટાઇટ જીન્સ પહેરવાથી મહિલાઓમાં કમરના દુખાવો વધી જાય છે. આ ઉપરાંત, ધીમે-ધીમે સ્લિપ ડિસ્કની સમસ્યા પણ વધતી જઈ રહી છે.  ટાઈટ જીન્સ અથવા તો કપડા પહેરવાથી ઉઠવા બેસવામાં ખાસ તકલીફ થતી હોય છે. જેનો દુષ્પ્રભાવ તમારી કરોડરજ્જુ પર પડવાની સંભાવના છે. તેનાથી તમને કરોડરજ્જુને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

image source

ટાઈટ જીન્સ અથવા તો કોઈ પણ જીન્સનું પેન્ટ પહેરવાથી તમને ત્વચાની સમસ્યાઓ પણ થઇ શકે છે. ટાઈટ જીન્સ પહેરવાથી તમારી ત્વચા સખ્ત થઇ જાય છે જેના કારણે બ્લડ સર્ક્યુલેસન યોગ્ય રીતે થતું નથી. આ ઉપરાંત સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી પરસેવો બરાબર સૂકાતો નથી જેથી ત્વચા સંબંધી અન્ય બીમારીઓ થવાની સંભાવના ઉદ્દભવી શકે છે.

image source

ટાઈટ જીન્સ પહેરવાથી ત્વચાની નમી ઘટી જતી હોય છે જેનાથી ત્વચા સૂષ્ક પડી જાતી હોય છે. જેના કારણે ખંજવાળની સમસ્યા થઇ શકે છે અને ત્યારબાદ લાલ રંગના રેસીસ પણ જોવા મળી શકે. અન્ય ત્વચા સંબંધી બીમારી થવાનો ખતરો પણ વધી શકે છે.

image source

ટાઈટ જીન્સ પહેરવાથી ફંગલ ઇન્ફેક્શન થવાની સંભાવના પણ રહે છે અને એટલું જ નહિ પરંતુ ચર્મરોગ થવાની પણ સંભાવના ખુબ વધુ રહે છે. વેરિકોઝ વેનની સમસ્યા પણ ટાઈટ જીન્સ વધારે છે. પગની નસમાં જે વાલ્વ હોય છે તે ટાઈટ જીન્સના કારણે નબળા પડી જાય છે અને તેના કારણે ગાંઠ બનવા લાગે છે. ટાઈટ જીન્સ પહેરતી મોટા ભાગની મહિલાઓને આ બીમારી થાય છે.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "શું તમે ટાઈટ કપડા પહેરો છો? તો જરૂર જાણો બોડીને થઇ શકે છે આ નુકશાન.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel