લાઈમલાઈટથી ખુદને દુર રાખે છે બોલીવુડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં નથી કોઈનાથી ઓછી

ભાઈબહેનના પ્રેમના તહેવાર રક્ષાબંધન આવવામાં બસ થોડા જ દિવસ બચ્યા છે. ખાટા મીઠા પ્રેમાળ સંબંધને ભાઈ બહેન આ દિવસને ખુબજ પ્રેમથી મનાવે છે. સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ પોતાના ભાઈ બહેનોની સાથે એ ખુબસુરત તહેવાર મનાવે છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલ લોકડાઉનને કારણે આ વખતે લોકોના ચહેરા પરથી હંસી થોડી ગાયબ છે એવામાં રક્ષાબંધનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા ભાઈ બહેન એવા છે જે એક સાથે કામ કરે છે તો કેટલાક સ્ટાર્સની બહેનો એવી પણ છે, જે લાઈમલાઈટથી દુર રહે છે. તમને મળાવીયે આ સેલેબ્સની બહેનો સાથે જે ફિલ્મી ચકાચોંધથી દુર રહે છે.

રિદ્ધિમા કપૂર


કપૂર પરિવારની દીકરી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા ફેશન ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. એ એક જ્વેલરી ડિજાઈનર છે. જોકે, રિદ્ધિમા પડદા પર કામ નથી કરતી, પણ ઘણીવાર લાઈમલાઈટમાં આવી જાય છે. તો ખુબસુરતીની બાબતે રિદ્ધિમા કોઈ હિરોઈનથી ઓછી નથી લાગતી. રણબીર પોતાની બહેન રિદ્ધિમાને ખુબજ પ્રેમ કરે છે.

સુનૈના રોશન


બોલીવુડના ગ્રીક ગોડથી ઓળખાતા ઋત્વિક રોશનની મોટી બહેન છે સુનૈના રોશન. સુનૈના ઋત્વિકને નાના ભાઈનો પ્રેમ તો આપે છે જ ,સાથે મોટી બહેનનો રોબ પણ જમાવે છે. ઋત્વિક પણ પોતાની બહેનને ખુબજ પ્રેમ કરે છે. સુનૈના ફિલ્મ ‘કાઈટ્સ’ અને ‘ક્રેઝી ૪’ માં કો-પ્રોડ્યુસનું કામ કરી ચુકી છે.

અંશુલા કપૂર


બોલીવુડના ગુંડે એક્ટર અર્જુન કપૂરની બહેનનું નામ અંશુલા છે. અંશુલાએ કોલંબિયા યુનીવર્સીટીથી ગ્રેડ્યુએશન કર્યું છે. જ્યાં ,આખો કપૂર પરિવાર બોલીવુડ પર રાજ કરે છે તો અંશુલાને ફિલ્મોમાં કોઈ રસ નથી. સુનૈના ગુગલ એમ્પ્લોય પણ રહી ચુકી છે. એ પછી એમણે ઋત્વિક રોશનની HRX બ્રાન્ડ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે પણ કામ કર્યું છે.

રીતિકા સિંહ


બોલીવુડના ‘બાજીરાવ’ રણવીર સિંહની એક મોટી બહેન છે, રીતિકા સિંહ. રિતિકા પેટ લવર છે. રણવીર તો ફિલ્મમાં નામ કમાઈ રહ્યા છે, પણ રીતિકાને આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ રસ નથી. રણવીર પોતાની બહેન પર જાન રેડે છે. એમનો સંબંધ કૈક એવો છે કે એ પોતાની માં ને મોટી માં કહે છે અને બહેનને છોટી માં કહે છે.

સબા અલી ખાન


સૈફ અલી ખાનની એક બહેન સોહા અલી ખાન તો બોલીવુડ એક્ટ્રેસ છે અને ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. એ એમની બહેન સબા ખાન જેમને લાઈમલાઈટમાં રહેવું વધારે પસંદ નથી. સબા ડાયમંડ જ્વેલરીનો બિજનેસ કરે છે. કેટલાક વર્ષો પહેલા એમણે એક ડાયમંડ ચેઈન પણ શરુ કરી છે.

અર્પિતા અને અલવિરા


સલમાન ખાનની બંને બહેનો અર્પિતા અને અલવિરા મોટા પડદેથી તો દુર છે, પણ ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. સલમાન ખાન પોતાની બહેનોને ઘણો પ્રેમ કરે છે અને એમના માટે ઘણાજ પજેસીવ પણ છે. જણાવી દઈએ કે અર્પિતા અને અલવિરા બંને જ ફિલ્મ પ્રોડ્યુસર છે.

મેઘના ઓબેરોય


વિવેક ઓબેરોયની બહેન મેઘના પણ લાઈમલાઈટથી ખુદને દુર રાખે છે. મેઘનાના લગ્ન મુંબઈના એક બિજનેસમેન સાથે થયા છે. એ મોટાભાગનો સમય પોતાના પરીવારના લોકો સાથે ગુજારવો પસંદ કરે છે. મેઘનાને પણ બોલીવુડમાં કોઈ રસ નથી.

અલકા ભાટિયા


અક્ષય કુમારની બહેન અલકા ભાટિયા પણ ફિલ્મી ચકાચોંધથી કોસો દુર રાખે છે. અલકા દિલ્લીમાં રહે છે. અલકા એ સમયે ચર્ચામાં આવી ગઈ હતી, જયારે પોતાના ભાઈની મરજી વિરુદ્ધ એમણે ૧૫ વર્ષ મોટા બિજ્નેસમેન સુરેન્દ્ર હીરાનંદાની સાથે લગ્ન કર્યા હતા. જોકે, પછીથી અક્ષય એ લગ્ન માટે માની ગયા હતા.

શ્વેતા બચ્ચન નંદા


બચ્ચન પરિવારની એકમાત્ર દીકરી અને અભિષેક બચ્ચનની બહેન શ્વેતા પણ લાઈમલાઈટથી દુર રહે છે. શ્વેતાના પિયરમાં દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે, પણ શ્વેતા ફિલ્મોથી દુર રહે છે. જોકે, શ્વેતા અમિતાભ બચ્ચન સાથે એક એડમાં દેખાઈ ચુકી છે.

0 Response to "લાઈમલાઈટથી ખુદને દુર રાખે છે બોલીવુડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં નથી કોઈનાથી ઓછી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel