કેમ શાહરૂખ ખાને મન્નતને કર્યું પ્લાસ્ટીકથી કવર, શું એનું કારણ કોરોના છે?
મુંબઈમાં કોરોના વાયરસનો પ્રકોપ તેજીથી વધતો દેખાઈ રહ્યો છે. હવે એની ચપેટમાં ફિલ્મી કલાકારો પણ શામેલ થઇ ગયા છે. હમણાં થોડા દિવસો પહેલા તો અમિતાભ બચ્ચન પણ કોરોના સંક્રમિત થઇ ગયા છે. અમિતાભ સિવાય, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અને આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થઇ ગયા છે. એ પછીથી જ અન્ય કલાકારો પણ આ ખતરનાક વાયરસથી ખાસ સાવધાની રાખતા જોવા મળી રહ્યા છે.

#ShahRukhKhan covers up his Mumbai home Mannat with plastic sheets. pic.twitter.com/hTIuQWiOiq
— Filmfare (@filmfare) July 21, 2020
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે શાહરૂખે કવર કોરોનાના ડરથી નહિ પણ વરસાદના ડરથી લગાવ્યું છે. શાહરૂખ ખાનનું આખું ઘર સફેદ રંગના પ્લાસ્ટીકથી કવર છે.

શાહરૂખ ખાન જલ્દી જ એક્ટિંગની દુનિયામાં ફરી આવવા માટે બેકરાર છે. એ રાજકુમાર હિરાની સાથે મળીને ઈમિગ્રેશન પર બનેલી ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. અત્યારે એનું શુટિંગ શરુ થવામાં વાર છે.

શાહરૂખ ખાનનું પડદા પર પાછા ફરવું ફેંસ માટે કોઈ મોટી ભેટથી ઓછુ નથી. સોશ્યલ મીડિયા પર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની ટ્યુનીંગ ટોક ઓફ દ ટાઉન બની છે. બંને એકબીજાની તસ્વીરો પર મજેદાર રીપ્લાય કરે છે.
0 Response to "કેમ શાહરૂખ ખાને મન્નતને કર્યું પ્લાસ્ટીકથી કવર, શું એનું કારણ કોરોના છે?"
ટિપ્પણી પોસ્ટ કરો