શુંં તમે જાણો છો ભારતના આ ગામ વિશે, જ્યાં હજારોની સંખ્યામાં રહે છે ઝેરીલા સાપો અને અજગરો, પરંતુ…
મધ્યપ્રદેશના એક ગામમાં એટલી ભારે સંખ્યામાં સાપ રહે છે કે તેને શોધી શોધીને પકડવા પડે છે. આ ગામ ખંડવા શહેર પાસેનું છે અને અહીં ભારે સંખ્યામાં સાપો રહેતા હોવાથી આ ગામનું નામ પણ ” નાગચૂન ” પડી ગયું છે. નાગચૂન ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં જાનલેવા ઝેરીલા સાપો ફક્ત ખેતરો અને દરોમાં જ નથી જોવા મળતા પરંતુ અમુક ઘરણોની અંદર ત્યાં સુધી કે બેડરૂમમાં પણ સાપ પહોંચી જાય છે. જો કે હવે અહીં ખેતરોમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતા પહેલાની સરખામણીમાં સાપોની સંખ્યા ઘણી ઓછી થઇ રહી છે.

નાગચૂનમાં 16 એકરના વિસ્તારમાં ફેલાયેલા ખેતરમાં પંડિત સૌરભ ચોરે પોતાના પરિવાર સાથે રહે છે. સૌરભના ખેતર અને ગામમાં સેંકડો ઝેરીલા સાપો રહે છે. આ સાપો તેના ઘરોમાં કિચન, બેડરૂમ, બાથરૂમ અને આંગણામાં આવીને બેસી જાય છે. ક્યારેક તો કપડાં સુકવવાના હેંગરમાં પણ સાપ લટકતા જોવા મળી જ છે. નવાઈની વાત એ છે કે સૌરભનો પરિવાર આ વિસ્તારમાં 5 – 6 પેઢીથી રહે છે પરંતુ હજુ સુધી તેઓને સાપોએ કઈં નુકશાન નથી પહોંચાડ્યું. આ જ ગામમાં રહેતા 80 વર્ષીય ભૈયાલાલ યાદવ કહે છે કે કોઈપણ શુભ કાર્ય કાર્ય થવાનું હોય ત્યારે અમે નાગનાં દર્શન અવશ્ય કરીએ છીએ તે અમારા માટે શુભ છે.

જીવ વિજ્ઞાનના નિષ્ણાંત રાજેશ સિંહના કહેવા મુજબ, નાગચૂન ગામ ભૌગોલિક રીતે સાપો માટે ઘણું અનુકૂળ છે. અહીં વાંસના વૃક્ષો સિવાય, તળાવ, નહેર, નાળાઓ અને પહાડી વિસ્તાર છે જે સાપોને રહેવા માટે પ્રાકૃતિક રીતે યોગ્ય જગ્યા છે. કારણ કે આવી જગ્યાઓએ સાપોને ભોજન, સુરક્ષા અને હેચરી સરળતાથી મળી રહે છે.

નાગચૂન ગામને ઝેરીલા સાપો સાથે ઘણો જૂનો સંબંધ છે. ભૈયાલાલ યાદવ કહે છે કે ગામમાં અમારું પરિવાર લગભગ 250 વર્ષથી રહેતું આવે છે અને આ ગામમાં સાપોને પકડવા આવતા કાલબેલિયાના આવવા પર પ્રતિબંધ છે. વર્ષ 1894 માં અંગ્રેજોએ આ ગામમાં 5200 કેદ વિસ્તારમાં તળાવ બનાવ્યું હતું જેમાંથી ખંડવા શહેરને પાણી પૂરું પડાતું હતું. અને અહીં રહેતા સાપો ગ્રામજનોને નુકશાન નથી પહોંચાડતા અને ગ્રામજનો પણ આ સાપોને ક્યારેય મારતા નથી.

નોંધનીય છે કે ભારતના આ નાગચૂન ગામમાં સૌથી ઝેરીલા ગણાતા ઇન્ડિયન કોબ્રા, ઇન્ડિયન ગ્રેટ, રસેલ વાઈપર, એલ્બિનો કોબ્રા, પદ્મા નાગિન, ઘામન જેવા સાપો સિવાય 30 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા અજગરો પણ જોવા મળે છે.

આ ગામની કુલ વસ્તી 1000 આસપાસ છે પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે હજુ સુધી આ ગામમાંથી સાપ કરડવાનો એક પણ કેસ સામે નથી આવ્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શુંં તમે જાણો છો ભારતના આ ગામ વિશે, જ્યાં હજારોની સંખ્યામાં રહે છે ઝેરીલા સાપો અને અજગરો, પરંતુ…"
ટિપ્પણી પોસ્ટ કરો