દેશના આ 10 અમીર લોકો કેટલુ ભણેલા છે જાણો, રતન ટાટાથી લઇને અંબાણી સુધીના લોકોની ડિગ્રી અને ડોક્યુમેન્ટ્સ પર કરી લો એક નજર
દેશમાં આપે ઘણા બધા સેલેબ્રીટીસ વિષે સાંભળ્યું હશે કે તેઓ ભણતર પૂરી કરી શકતા નથી. ઘણા બધા સ્ટાર્સ પોતાના ક્ષેત્રમાં આજે જેટલા સફળ છે ભણતરમાં એટલા જ પાછળ રહ્યા છે. એટલા માટે તેમણે ભણવાનું છોડી દીધું ફિલ્મ સ્ટાર્સના એજ્યુકેશન વિષે તો મોટાભાગે ચર્ચા થતી રહે છે પરંતુ શું આપે ક્યારેય દેશ અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ મુકેશ અંબાણી કે પછી અજીમ પ્રેમજીના ભણતર વિષે ક્યારેય વિચાર્યું છે. આપણા દેશમાં એવા કેટલાક બિઝનેસમેન પણ છે જેઓ વિદેશમાં ભણીને આજે દેશના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ છે. એટલા માટે અમે આપને દેશના ૧૦ અમીર વ્યક્તિઓની ડીગ્રી વિષે જણાવવા જઈ રહ્યા છે…
દેશના ટોપ અરબપતિઓના નામ આપણે બધા જાણીએ છીએ પરંતુ લોકો તેમના પૈસા અને બેકગ્રાઉન્ડને જ જોવે છે. આજે અમે આપને ભારતના ૧૦ અરબપતિઓની ડીગ્રી અને એજ્યુકેશન બેકગ્રાઉન્ડ વિષે જણાવીશું.
મુકેશ અંબાણીનું એજ્યુકેશન :
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાભરના અરબપતિઓની યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતમાં પણ મુકેશ અંબાણી નંબર વન અરબપતિ છે મુકેશ અંબાણીના એજ્યુકેશનની વાત કરીએ તો મુકેશ અંબાણીએ પોતાનું શાળાકીય ભણતર મુંબઈ શહેરની હિલ ગ્રેંજ હાઈસ્કુલથી પ્રાપ્ત કરી છે. જયારે મુકેશ અંબાણીએ ગ્રેજ્યુએશન કરવા માટે કેમિકલ એન્જીનીયરીંગ વિષયમાં મુંબઈની પ્રૌદ્યોગીકી સંસ્થાનમાં કર્યું. મુકેશ અંબાણીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી આગળ ભણવા માટે મુકેશ અંબાણીએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનીવર્સીટીમાં એડમીશન લીધું હતું. જો કે, મુકેશ અંબાણીએ સ્ટેનફોર્ડ યુનીવર્સીટીમાં પોતાનું ભણતર અધૂરું છોડી દીધું હતું અને દેશ પાછા આવી ગયા હતા. ભારત પાછા આવીને મુકેશ અંબાણીએ પિતા ધીરુભાઈ અંબાણી સાથે બીઝનેસમાં જોડાઈ ગયા હતા.
રતન ટાટાનું એજ્યુકેશન :
રતન નવલ ટાટા એક ભારતીય વેપારી, રોકાણકાર, દાનવીર અને ટાટા સંસના પૂર્વ અધ્યક્ષ હતા, રતન નવલ ટાટાને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર- પદ્મ વિભૂષણ, વર્ષ ૨૦૦૮ અને પદ્મ વિભૂષણ, વર્ષ ૨૦૦૦ માં પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે. રતન ટાટાએ પ્રતિષ્ઠિત કૈથેડ્રલ અને જોન કાનોન સ્કુલ, બિશપ કોટન સ્કુલ (શિમલા, કોર્નેલ યુનીવર્સીટી અને હાર્વડના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે. રતન ટાટાનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કૈમ્પિય્ન સ્કુલ માંથી લીધી છે જયારે માધ્યમિક શિક્ષણ કૈથેડ્રલ એન્ડ જોન કાનોનથી પ્રાપ્ત કર્યું છે. ત્યાર બાદ રતન ટાટા પોતાની બીએસ વાસ્તુકલામાં સ્ટ્રકચરલ એન્જીનીયરીંગની સાથે કોર્નેલ વિશ્વ વિદ્યાલયથી ૧૯૬૨માં અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યાર બાદ રતન ટાટાએ હાર્વર્ડ બીઝનેસ સ્કુલમાં વર્ષ ૧૯૭૫માં એડ્વાન્સડ મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂરો કર્યો.
રાધાકૃષ્ણ દમાનીનું એજ્યુકેશન :
રાધાકૃષ્ણ દમાની ભારતના બીજા નંબરના અમીર વ્યક્તિ છે અને દુનિયાના અમીર વ્યક્તિઓમાં ૩૪મુ સ્થાન ધરાવે છે. મુંબઈ શહેરના મોટા રોકાણકાર છે. ‘ઇન્ડિયાના રિટેલ કિંગ’ના નામથી પ્રસિદ્ધ રાધાકૃષ્ણ દમાનીની કુલ સંપત્તિ ૧૬.૬ અરબ ડોલર જેટલી સંપત્તિ ધરાવે છે રાધાકૃષ્ણ દમાનીએ બોમ્બે યુનીવર્સીટીથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ આગળ પરીક્ષા આપવાનું શરુ રાખી શક્યા નહી. શરુઆતથી જ રાધાકૃષ્ણ દમાનીને એકાઉન્ટિંગમાં આગળ ભણવામાં રુચિ હતી. રાધાકૃષ્ણ દમાનીને હિન્દી અને એંગ્રેજી ભાષાનું જ્ઞાન છે. આજે રાધાકૃષ્ણ દમાનીએ આ બતાવી દીધું છે કે, ડીગ્રી કરતા વધારે જરૂરી છે નવા વિચારો જેના બળે આપ પોતાની ઓળખ બનાવી શકો છો.
શિવ નાદરનું એજ્યુકેશન :
ભારતના ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ શિવ નાદર છે શિવ નાદર એચસીએલ કંપનીના સંસ્થાપક છે, જેમની કુલ સંપત્તિ ૧૨.૪ અરબ ડોલર જેટલી છે. જો કે તેઓ દુનિયાના અમીર વ્યક્તિઓમાં ૧૧૪મુ સ્થાન મળ્યું છે શિવ નાદર તમિલનાડુ રાજ્યના થુઠુંકુડી જીલ્લાના નાનકડા ગામ મુલાઈપુરીમાં જન્મેલ શિવને કુમ્બકોનમના ટાઉન હાયર સેકન્ડરી સ્કુલ માંથી પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ધ અમેરિકન કોલેજ મદુરાઈથી શિવ નાદરએ પ્રી – યુનીવર્સીટી ડીગ્રી મેળવી છે. ત્યાર બાદ પીએસજી કોલેજ ઓફ ટેકનોલોજી, કોયમ્બતુરથી ઈલેક્ટ્રીકલ એન્ડ ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી છે.
લક્ષ્મી મિત્તલનું એજ્યુકેશન :
લક્ષ્મી મિત્તલ ભારતના ૮મા સૌથી અમીર વ્યક્તિ છે. સ્ટીલ ટાઈકૂન લક્ષ્મી મિત્તલ ૮.૯ બિલીયન ડોલરની સંપત્તિની સાથે દુનિયાના અમીરોમાં ૧૭૦મુ સ્થાન ધરાવે છે. લક્ષ્મી નિવાસ મિત્તલએ વર્ષ ૧૯૫૭ થી વર્ષ ૧૯૬૪ સુધી શ્રી દૌલતરામ નોપાની વિદ્યાલયથી શિક્ષણ મેળવી છે. લક્ષ્મી મિત્તલએ કોલકાતાની સેંટ ઝેવિયર્સ કોલેજ (કોલકાતા વિશ્વ વિદ્યાલય સાથે સંબંધિત) થી કોમર્સમાં બીઝનેસ એન્ડ એકાઉન્ટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. વર્ષ ૨૦૦૩માં લક્ષ્મી નિવાસ મિત્તલ અને ઉષા મિત્તલ ફાઉન્ડેશનએ રાજસ્થાનની રાજ્ય સરકાર સાથે મળીને જયપુરમાં ‘એલ. એન. એમ. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી’ની સ્થાપના કરી. આ એક સ્વાયત્ત અને લાભ- નિરપેક્ષ સંસ્થાન છે.
લક્ષ્મી નિવાસ મિત્તલ ફાઉન્ડેશનએ એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનીવર્સીટીને ‘ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ફોર વિમેન’ને દાનમાં એક મોટી રકમ આપી ત્યાર બાદ સંસ્થાનનું નામ બદલીને ‘ઉષા મિત્તલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી’ કરી દેવામાં આવ્યું.
ડૉ. સાયરસ પુનાવાલાનું એજ્યુકેશન :
ડૉ. સાયરસ પુનાવાલા ભારતના અમીરોમાં ૭મુ સ્થાન ધરાવે છે. જેઓ ‘સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા’ના સંસ્થાપક છે. ૯.૨ બિલીયન ડોલરની કુલ સંપત્તિની સાથે દુનિયામાં ૧૬૧મા સ્થાન પર છે. ડૉ. સાયરસ પુનાવાલાનો જન્મ એક એવા પરિવારમાં થયો હતો, જેમનો પ્રાચીન વ્યવસાય ઘોડદોડ હતો અને તેઓ પુનાવાલા સ્ટડ ફાર્મના માલિક હતા. ડૉ. સાયરસ પુનાવાલાએ પોતાનું શાળાકીય શિક્ષણ બિશપ સ્કુલ, પુણેમાં પ્રાપ્ત કર્યું છે અને વર્ષ ૧૯૬૬માં બૃહન મહારાષ્ટ્ર કોલેજ ઓફ કોમર્સ (BMCC) થી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ડૉ. સાયરસ પુનાવાલાએ વર્ષ ૧૯૮૮માં પુણે વિશ્વ વિદ્યાલય તરફથી પીએચડીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
ગૌતમ અદાણીનું એજ્યુકેશન :
ગૌતમ અદાણી ભારતના ૭મા સૌથી અમીર વ્યક્તિ છે. ગૌતમ અદાણી દુનિયાના અરબપતિઓની યાદીમાં ૯.૨ બિલીયન ડોલરની સંપત્તિની સાથે ૧૬૨મુ સ્થાન ધરાવે છે. ગૌતમ અદાણીએ શરુઆતનું ભણતર અમદાવાદના સીએન વિદ્યાલયથી પ્રાપ્ત કર્યું છે. ગ્રેજ્યુએશન માટે ગૌતમ અદાણીએ ગુજરાત યુનીવર્સીટીના કોમર્સમાં એડમીશન લીધું પરંતુ તેઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી શક્યા નહી. ગૌતમ અદાણીની પહેલી નોકરી મહિન્દ્ર બ્રધર્સની મુંબઈ બ્રાંચમાં મળી. અહિયાં તેમનું કામ હીરા અલગ કરવાનું હતું. ગૌતમ અદાણીએ મુંબઈના સૌથી મોટા જ્વેલરી માર્કેટ ઝવેરી બજારમાં ડાયમંડ બ્રોકરેજનું કામ પણ કર્યું છે.
અજીમ પ્રેમજીનું એજ્યુકેશન :
વિપ્રો લીમીટેડના અધ્યક્ષ અજીમ પ્રેમજી એક ભારતીય બીઝનેસ ટાઈકૂન, રોકાણકાર, એન્જીનીયર અને સાહિત્યકાર છે. અજીમ પ્રેમજીને ભારતીય આઈટી ઉદ્યોગના Czarના રૂપમાં પણ જાણવામાં આવે છે. પ્રેમજી પોતાનું ભણતર પૂરું કરી શક્યા હતા નહી કેમ કે, તેઓ વિદ્યાર્થી તરીકે જ બિઝનેસમાં ઉતરી ગયા હતા. અજીમ પ્રેમજીએ વર્ષ ૧૯૯૫માં ફરીથી ભણવાનું શરુ કર્યું અને કોરસ્પોન્ડસ કલાસીસ દ્વારા સ્ટેનફોર્ડ યુનીવર્સીટીથી એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી હતી. અજીમ પ્રેમજીએ શિક્ષા ક્ષેત્રમાં ખુબ જ યોગદાન આપ્યું છે. અજીમ પ્રેમજી ફાઉન્ડેશનએ વર્ષ ૨૦૧૦માં અજીમ પ્રેમજી યુનીવર્સીટીની સ્થાપના કરી હતી.આ સંસ્થા નોટ- ફોર- પ્રોફિટ વેંચર છે. આ વર્ષે માર્ચ મહિનામાં પ્રેમજીએ વિપ્રોના પોતાના ૩૪ ફીસદી શેર પોતાના ફાઉન્ડેશનને દાન કરી દીધા. અત્યાર સુધી અજીમ પ્રેમજીએ આ ફાઉન્ડેશનને પોતાની ૬૭ ફીસદી સંપત્તિ એટલે કે ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનું દાન કરી દીધું છે.
સુનીલ મિત્તલનું એજ્યુકેશન :
સુનીલ મિત્તલ ભારતના છઠ્ઠા અમીર વ્યક્તિ છે. દુરસંચાર ઉદ્યોગપતિ સુનીલ મિત્તલ પાસે ૯.૫ બિલીયન ડોલર સંપત્તિ છે. તેઓ દુનિયાના ૧૫૪મુ સ્થાન અમીરોની યાદીમાં ધરાવે છે. સુનીલ મિત્તલએ પોતાનું ભણતર પંજાબ યુનીવર્સીટીથી પૂરું કર્યું છે. પંજાબ યુનીવર્સીટીથી સુનીલ મિત્તલએ બીએની ડીગ્રી પ્રાપ્ત કરી છે. એના સિવાય સુનીલ મિત્તલએ હાર્વર્ડ બીઝનેસ સ્કુલમાં પણ ભણ્યા છે. નાનપણથી જ બીઝનેસ ટાઈકૂન બનવાની ઈચ્છા ધરાવનાર સુનીલ મિત્તલએ પોતાના પિતા પાસેથી રૂ. ૨૦ હજાર ઉધાર લઈને સાઈકલ પાર્ટ્સ બનાવતા યુનિટ તૈયાર કર્યું હતું. ત્યાર બાદ સુનીલ મિત્તલએ ત્રણ વર્ષમાં જ બે બીજા યુનિટ તૈયાર કરી લીધા, જેમાં ધાગા બનાવવાનું અને સ્ટીલ શીટનું યુનિટ સામેલ છે.
કુમાર બિરલાનું એજ્યુકેશન :
ભારતના ૯મુ સ્થાન ધરાવતા સૌથી અમીર વ્યક્તિ છે. ભારતના સૌથી મોટા ગ્રુપ માંથી એક આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમન બિરલાને આ વર્ષની લીસ્ટમાં ૭.૬ બિલીયન ડોલરની કુલ સંપત્તિની સાથે ૮મા સ્થાન પર રાખવામાં આવ્યા છે. આદિત્ય બિરલા લગ્નના એક વર્ષ પછી જ પત્નીની સાથે લંડન ભણવા માટે ચાલ્યા ગયા. કુમાર મંગલમએ લંડન બીઝનેસ સ્કુલથી એમબીએ કર્યું. કુમાર મંગલમએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમનું સીએ કરવાનો કોઈ ઈરાદો હતી નહી, પરંતુ પિતાની વાત તેઓ ટાળી શક્યા નહી. એટલા માટે જયારે તેમના પિતાએ તેમને કહ્યું કે તેમના માટે સીએ કરવાનો આ યોગ્ય સમય છે, તો તેઓ ચુપચાપ સીએનું ભણવા માટે વિદેશ ચાલ્યા ગયા. આ વાત હજી સુધી તેમના મનમાં જ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "દેશના આ 10 અમીર લોકો કેટલુ ભણેલા છે જાણો, રતન ટાટાથી લઇને અંબાણી સુધીના લોકોની ડિગ્રી અને ડોક્યુમેન્ટ્સ પર કરી લો એક નજર"
ટિપ્પણી પોસ્ટ કરો