ત્રીજા સ્ટેજના કેન્સરથી છે અનેક લોકો પીડિત, જાણો આના લક્ષણો વિશે તમે પણ
કેન્સર એક જીવલેણ બીમારી છે અને તે બહુ શાંતિથી વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે અને ધીમે ધીમે તેને મોતના મુખ સુધી દોરી જાય છે. જો કે સમય રહેતા તેના લક્ષણોને ઓળખી તેની યોગ્ય અને કારગર સારવાર શરુ કરી દેવામાં આવે તો જીવ બચવાની પણ શક્યતા છે. નિષ્ણાંતોના મત મુજબ કેન્સરના 200 થી વધુ પ્રકારો છે જેમાં લંગ એટલે કે ફેફસાનું કેન્સર પણ શામેલ છે. સમાચારો અનુસાર બૉલીવુડ અભિનેતા સંજય દત્તને પણ આ પ્રકારનું જ કેન્સર છે અને તે ત્રીજા સ્ટેજનું એડવાન્સ કેન્સર છે. એવું મનાય છે કે તેઓ આ કેન્સરના ઈલાજ માટે અમેરિકા જઈ શકે છે. ત્યારે આ ફેફડાનું ત્રીજા સ્ટેજનું એડવાન્સ કેન્સર અસલમાં છે શું અને તેના શું લક્ષણો છ આવો જાણીએ.
નિષ્ણાંતોના મતે આ પ્રકારના કેન્સર થવાના ત્રણ કારણો હોય શકે છે.
1). તમાકુના સેવનથી તથા સિગરેટ પીવાથી ફેફસા સાથે જોડાયેલી બીમારીઓ થઇ શકે છે અને તેના કારણે આગળ જતા ફેફસાનું કેન્સર થવાનું જોખમ રહે છે.
2). ફેકટરીઓ અને ડીઝલ ગાડીઓમાંથી નીકળતા ધુમાડામાં બેન્જીન નામનો ગેસ હોય છે જે હવાને પ્રદુષિત કરે છે. તેના કારણે પણ ફેફસાનું કેન્સર થઇ શકે છે.
3). ફેફસાનું કેન્સર આનુવંશિક રીતે પણ થઇ શકે છે. શરીરમાં રહેલા જીનમાં બદલાવને કારણે આ પ્રકારનું કેન્સર થવાની શક્યતા છે.
નિષ્ણાંતોના મતે ઉપરોક્ત કારણોથી થતા કેન્સરના બે પ્રકાર હોઈ શકે છે. સ્મોલ સેલ લંગ કેન્સર અને નોન સ્મોલ સેલ લંગ કેન્સર. જેમાં સ્મોલ લંગ કેન્સર વધારે ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે ઝડપથી શરીરમાં ફેલાય છે. જ્યારે નોન સ્મોલ સેલ લંગ કેન્સર ઓછી ગતિએ આગળ વધે છે. જો કે બન્ને કેન્સરો જોખમકારક તો કહેવાય જ.
ફેફસાના કેન્સરના લક્ષણો
* ત્રણ અઠવાડિયા સુધી ખાંસી થવી અને ઈલાજ બાદ પણ બંધ ન થવી
* છાતીમાં દુખાવાની ફરિયાદ રહેવી
* પગથિયાં ચઢવા – ઉતરવામાં હાંફ ચઢી જવો
* ગળફામાં લોહી આવવું
* સતત વજન ઘટવું
ફેફસાના કેન્સરના સ્ટેજ
બીબીસીના એક અહેવાલ મુજબ દિલ્હીની ધર્મશીલ કેન્સર એન્ડ રિસર્ચ હોસ્પિટલના ડોક્ટર અંશુમાન કુમારના કહેવા અનુસાર ફેફસાના કેન્સર સહીત તમામ પ્રકારના કેન્સરના ત્રણ સ્ટેજ હોય છે જે આ મુજબ છે.
1). પહેલું શરૂઆતી સ્ટેજ : આ સ્ટેજના કેન્સરની શરૂઆત થાય છે તેમાં શરીરના કોઈ એક અંગમાં તેની કોશિકાઓ બે માંથી ચાર, ચાર માંથી આઠ એ રીતે વધવા લાગે છે. જો કે આ શરૂઆતના સ્ટેજમાં ઓપરેશન દ્વારા તે અંગને કાપી હટાવી શકાય છે જેમાં આ લક્ષણો દેખાય હોય.
2). બીજું મધ્ય સ્ટેજ : આ સ્ટેજમાં કેન્સરની કોશિકાઓ એક અંગમાંથી બીજા અંગમાં ફેલાવવા લાગે છે. આ દરમિયાન કીમો થેરેપી, રેડિયો થેરેપી અને ઓપરેશન એમ ત્રણેય સાથે કેન્સરના દર્દીનો ઈલાજ કરી શકાય છે
3). ત્રીજું એટલે કે એડવાન્સ સ્ટેજ : આ સ્ટેજમાં કેન્સરની કોશિકાઓ શરીરના બીજા ભાગોમાં સંપૂર્ણ રીતે ફેલાય જાય છે અને તેના દર્દીના બચવાની શક્યતા પણ ઘણી ઓછી રહે છે. જો કે કીમો થેરેપી દ્વારા તેનો ઈલાજ થઇ શકે છે.
ફેફસાના કેન્સરથી બચવાના ઉપાયો
* તંબાકુ અને સિગરેટ પીવાથી બચવું
* નિયમિત રીતે કસરત કરવી
* ઓછી ચરબીવાળા અને ફાઈબર યુક્ત ખોરાક લેવો
* તાજા ફળોને રોજિંદા ખોરાકમાં શામેલ કરવા
* નિયમિત બોડી ચેક – અપ અને ડોક્ટરની સલાહ લેવી
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ત્રીજા સ્ટેજના કેન્સરથી છે અનેક લોકો પીડિત, જાણો આના લક્ષણો વિશે તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો