શું તમને દેખાયો આ ફોટામાં કૂતરો? એના માલિકને પણ શોધતા લાગી 10 મિનિટ, જો તમને દેખાય તો કોમેન્ટ કરીને જણાવો તમારો જવાબ
સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે એમાં દેશ વિદેશની ખબરો આપણને જાણવા મળે છે. ઘણીવાર અમુક ખબરો ખૂબ જ વાયરલ થતી હોય છે. આવો જ એક કુતરાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
શુ તમને કૂતરાઓ પાળવાનો શોખ છે? આ કોઈ સવાલ નથી આ તો બસ અમે તમને એમ જ પૂછી રહ્યા છે. જો તમને કૂતરા પાળવાનો શોખ હશે તો તમે એમની આદતો અને હરકતોથી સારી રીતે પરિચિત હશો. કારણ કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આવા જ એક કુતરાનો ફોટો ઝડપથી વાયરલ થયો હતો.
તમારે આ ફોટામાંથી કૂતરાને શોધવાનો છે. તો જોઈ લો આ ફોટાને ખૂબ જ ધ્યાનથી. તમે આ ફોટો જોશો તમને આ ફોટામાં એક બેડ જોવા મળી રહ્યો છે અને આ બેડ પર કેટલાક બ્લેન્કેટ પડેલા છે. રેડિટ યુઝરે આ ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે “10 મિનિટ સુધી હું મારા કૂતરાને શોધતો રહ્યો, અને એ પછી મેં જે જોયું એ ખૂબ જ હેરાન કરી દે તેવું હતું.
આ ફોટાને શેર કર્યાના થોડા જ સમયમાં આ ફોટો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. આ વાયરલ ફોટાને રેડિટ પર શેર કર્યા પછી એના પર યુઝર દ્વારા ઘણી બધી કમેન્ટ્સ મળી હતી. આ ફોટાને જોઈને યુઝર્સ ઘણા કન્ફ્યુઝ થઈ ગયા હતા અને અજબ ગજબ પ્રતિક્રિયા પણ આપી રહ્યા હતા. એટલું જ નહીં કૂતરાને શોધવામાં તો અમુક યુઝર અંદર અંદર ઝગડી પણ પડ્યા, કોઈ કહેતું કે એ તકીયાની નીચે છે તો કોઈ કહેતું કે એ બ્લેન્કેટમાં સંતાઈને બેઠો છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે મેં પોતાના કૂતરાને શોધવામાં 10 મિનિટ વિતાવ્યા..
તો બીજા એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે તું મારી સાથે હાઇડ એન્ડ સિક રમી રહ્યો છે. આ ફોટાને શેર કરતા એક સવાલ પણ કરવામાં આવ્યો છે કે શું તમે આ ફોટામાં કૂતરાને શોધી શકો છો?
જો તમે પણ આ કૂતરાને શોધવામાં અસફળ રહ્યા હોય તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આખરે આ કૂતરો ક્યાં સંતાયો છે. કૂતરો બ્લેન્કેટની અંદર છુપાયેલો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શું તમને દેખાયો આ ફોટામાં કૂતરો? એના માલિકને પણ શોધતા લાગી 10 મિનિટ, જો તમને દેખાય તો કોમેન્ટ કરીને જણાવો તમારો જવાબ"
ટિપ્પણી પોસ્ટ કરો