જૂના ભાડુઆત બનશે તેના માલિક, જલદી જાણી લો મુખ્યમંત્રીના આ નિર્ણય વિશે, નહિં તો આવશે પસ્તાવાનો વારો
હવે અમદાવાદ મહાનગરના વર્ષો જૂના ભાડુઆત બનશે તેના માલિક – :છૂટક જમીનોના માલિકી હક્કની સમસ્યાનું કાયમી સમાધાન લાવવાનો ગુજરાત સરકારનો પ્રયાસ
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો માનવીય અભિગમ. આ નિર્ણય સાથે અમદાવાદમાં લગભગ 4000 કરતાં પણ વધારે ભાડાપટ્ટાની દુકાનો-ગોડાઉનો-જમીનો નિર્વાસિતોની મિલકતો માટે હવે સાડાચાર દસકા બાદ તેઓ કાયદેસરના માલિક થઈ શકે છે.
છેલ્લા સાડાચાર દસકા એટલે કે 45 વર્ષથી અમદાવાદ મહાનગરમાં પડતર રહેલા નિર્વાસિત મિલકત ધારકો, દુકાનો તેમજ છૂટક જમીનોના માલિકી હક્ક્નો પ્રશ્ન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉકેલવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ વર્ષોથી ચાલ્યા આવતા પ્રશ્નનું નિવારણ લાવતા જણાવ્યું છે કે, નિર્વાસિતોની મિલકતો તેમજ આ પ્રકારની દુકાનો, ગોડાઉનો, છૂટક જમીનોના વર્ષો જૂના ભાડુઆતોને હવે કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડા પટ્ટે આપવામાં આવશે.
આ અત્યંત મહત્ત્વનો નિર્ણય મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ અમદાવાદના મેયર શ્રીમતી બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલભાઈ ભટ્ટ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી. એમ.કે. દાસ અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર અને રાજ્ય સરકારના શહેરિ વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરી વિગેરેની હાજરીમાં આ ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈ કે અમદાવાદ મહાનગરમાંના બધા જ ઝોનમાં આ પ્રકારની જેટલી પણ મિલકતો- છૂટક જમીનો તેમજ દૂકાનો આવેલા છે તેમાં ત્રણ શ્રેણીમાં મિલકતો દૂકાનો અને છૂટક જમીનો આપવામાં આવેલી છે. તે પ્રમાણે ભાડેથી આપેલી વાર્ષિક કે માસિક ટોકનથી આપેલા બાંધકામ સાથે અને પ્રિમિયમ વગરની લગભગ 2734 મિલકતો છે. આ સિવાય ભાડે આપેલી કે પછી વાર્ષિક કે માસિક ટોકનથી ભાડે આપેલા બાંધકામ વગરની અને પ્રિમિયમ સાથેની ખુલ્લી જમીનો લગભગ 147 છે.
આ સિવાય નિર્વાસિત સિંધિબંધુઓના પરિવારો સહિતના નિર્વાસિતોને ભાડેથી આપેલ કે વાર્ષિક અથવા તો માસિક ટોકનથી આપેલ મિલકત તેમજ ખુલ્લી જમીન કે જે બાંધકામ વગરની છે તેવી લગભગ 1196 મિલકતો મળી લગભગ કૂલ મિલકતો 4077 જેટલી થાય છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ નિર્ણય નિર્વાસિત પરિવારો મિલકત ધારકો તેમજ લાટી બજારના લોકો ઉપરાંત સામાન્ય વર્ગના દુકાન ધારક પરિવારોના વ્યાપક હિતમાં આ મહત્ત્વનો તેમજ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી લગભગ સાડા ચાર દાયકા બાદ કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક ભાડા પટ્ટે મેળવવાનો રસ્તો સામાન્ય વર્ગના પરિવારો માટે મોકળો બન્યો છે. આ નિર્ણય લેવાયા બાદ આ બાબતે બેઠકમાં તે અંગેની કામગીરી પણ નિયમપ્રમાણે હાથ ધરવામાં આવે તેના પણ સૂચનો આપવામા આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જૂના ભાડુઆત બનશે તેના માલિક, જલદી જાણી લો મુખ્યમંત્રીના આ નિર્ણય વિશે, નહિં તો આવશે પસ્તાવાનો વારો"
ટિપ્પણી પોસ્ટ કરો