બોલિવૂડના આ 12 સ્ટાર્સે છોડી દીધું નોનવેજ ખાવાનું, અને બની ગયા પ્યોર વેજિટેરિયન
જાણો કેટલાક બોલિવુડના કલાકારો કેમ બની ગયા પ્યોર વેજિટેરિયન. અમુક લોકોએ હેલ્થ અને ફિટનેસ માટે વેજિટેરિયન બનવાનો નિર્ણય કર્યો તો અમુક લોકોને પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે છોડી દીધું નોનવેજ. તો ચાલો જાણીએ એવા કલાકારો વિશે અને જાણી લઈએ વેજિટેરિયન ફૂડ વિશે એમનું શુ કહેવું છે.
કંગના રનૌત.
ખૂબ જ ઓછા સમયમાં પોતાના દમ પર પોતાની ઓળખ બનાવનારી કંગના ખૂબ જ હેલ્થ કોનસીયસ છે એ જ કારણે એમને નોન વેજ ખાવાનું છોડી દીધું. કંગનાનું કહેવું છે કે વેજિટેરિયન બન્યા પછી એમની જિંદગીમાં ઘણા પરિવર્તન આવ્યા જેનાથી એ ઘણી જ ખુશ છે.
અમિતાભ બચ્ચન.
ઉંમરના આ સ્ટેજ પર પણ બિગ બીની ફિટનેસ અને એનર્જી જોઈને દરેક વ્યક્તિ હેરાન થઈ જાય છે. ફક્ત 25 ટકા તંદુરસ્ત લીવર હોવા છતાં બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન સક્રિય, સકારાત્મક અને પ્રેરક જીવન જીવી રહ્યા છે અને એનો શ્રેય એ શાકાહારને આપે છે. અમિતાભ બચ્ચન અત્યારે પણ જો એમની ઉંમરને હરાવી રહ્યા હોય તો એનું કારણ એમનું પ્યોર વેજિટેરિયન હોવું છે. અમિતાભ પહેલા નોનવેજ ફૂડ, આલ્કોહોલ, ચા, કોફી વગેરેનું સેવન કરતા હતા. પણ ઘણા વર્ષો પહેલા એમને આ બધી જ વસ્તુને ત્યજી દિધી. હવે એ સંપૂર્ણ રીતે શાકાહારનું સેવન કરે છે અને દરેકને એને ફોલો કરવાની ભલામણ પણ કરે છે.
કરીના કપૂર.
બોલીવુડની મોસ્ટ ગ્લેમરસ અભિનેત્રી કરીના કપૂર પણ વેજિટેરિયન છે. પંજાબી પરિવાર સાથે જોડાયેલી અને કપૂર ખાનદાનની હોવા છતાં પણ એ જાનવરોના સંરક્ષણમાં વિશ્વાસ રાખે છે એટલે એ વેજિટેરિયન બની ગઈ. એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ કહ્યું હતું કે એ નોન વેજ ખાવાનું ઘણા વર્ષો પહેલા છોડી ચુકી છે કારણ કે એમને એવું લાગે છે કે વેજિટેરિયન હોવું એ નોનવેજિટેરિયન હોવા કરતા ઘણું જ સ્વાસ્થ્યપ્રદ છે. કરીના દાળ ભાત શાક રોટલી જેવું સાદું અને ઘરનું બનાવેલું જમવાનું વધુ પસંદ કરે છે.
વિદ્યા બાલન.
વિદ્યા એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં ઉછરેલી છે એટલે એમનો ઉછેર જ વેજિટેરિયન તરીકે થયો છે. એમનું માનવું. હે કે વેજિટેરિયન ભોજનથી ન ફક્ત તંદુરસ્ત રહી શકાય છે પણ સ્કિન પણ સુંદર બને છે, ખાસ કરીને શાકભાજી ખાવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે.
આલિયા ભટ્ટ.
બોલીવુડની સૌથી ક્યૂટ અને નાની ઉંમરની અભિનેત્રી આલિયા ભટ્ટ ઓછા સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવવામાં સફળ રહી છે. પણ શું તમે જાણો છો કે આલિયા સંપૂર્ણ રીતે વેજિટેરિયન બની ગઈ છે અને ઘણા સમયથી એમને નોનવેજ ખાવાનું છોડી દીધું છે. એવું કહેવામાં આવે છે એમને ગરમીથી હેરાન થઈને નોનવેજ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.
જોન અબ્રાહમ.
જોન અબ્રાહમની મસ્ક્યુલર બોડીના લોકો દીવાના છે. એમની બોડીનું સૌથી મોટું રહસ્ય છે નોનવેજ ન ખાવું. જોને નોનવેજ ખાવાનું એટલે છોડી દીધું કારણ કે એમને પ્રાણીઓ પ્રત્યે ખાસ્સો લગાવ છે.
રેખા.
એનિમલ રાઇટ્સ માટે લડનારી સંસ્થા પેટાએ રેખાનું નામ સૌથી ફેમસ વેજિટેરિયન સેલિબ્રિટી માટે પસંદ કર્યું હતું. રેખા લાંબા સમયથી શાકાહારી છે. એમનું કહેવું છે કે શાકાહારની અસર એમને એમના જીવન અને વિચારો પર જોઈ છે. એમનું માનવું છે કે શાકાહારી રહેવાથી વધારે બૌદ્ધિક બનીને વિચારી શકાય છે.
શાહિદ કપૂર.
શાહિદ 2003થી જ એક સ્ટ્રીકટ વેજિટેરિયન છે. નોનવેજ છોડવાનો નિર્ણય શાહિદે બ્રેન હાઇન્સની બુક લાઈફ ઇસ ફેર વાંચીને લીધો હતો. આ પુસ્તક એમના પિતા અભિનેતા પંકજ કપૂરે એમને ગિફ્ટમાં આપી હતી. આ પુસ્તકની વાર્તાની શાહીદના દિમાગ પર એટલી અસર થઈ કે એમને નોનવેજ છોડવાનો નિણર્ય કરી લીધો. એ શુધ્ધ શાકાહારી છે અને બધાને શાકાહાર આપનાવવાની સલાહ આપે છે. એમનું કહેવું છે શકભાજી ખાવાથી માણસ વધુ સમય સુધી ફિટ રહી શકે છે.
સોનમ કપૂર.
સોનમ કપૂર ઘણા વર્ષો પહેલા નોનવેજ છોડી ચુકી છે. એટલે સુધી કે એમને દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું પણ છોડી દીધું હતું. સોનમ કહે છે કે એ પોતાની વેજિટેરિયન અને હેલ્ધી ડાયટથી ઘણી જ ખુશ છે.
આમિર ખાન- કિરણ રાવ
આમિર ખાને પોતાના 50માં જન્મદિવસ પછી નોનવેજ છોડવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારથી એ ફક્ત વેજિટેરિયન ખોરાક જ જમે છે. વાત જાણે એમ છે કે જ્યારે આમિરને ખબર પડી કે નોનવેજ એમની હેલ્થને કઈ રીતે ઇફેક્ટ કરે છે અને કઈ રીતે અમુક બીમારીઓનું કારણ બની શકે છે તો એમને નોનવેજને સંપૂર્ણ રીતે છોડી દીધું.એમની રાઇટર અને ડાયરેકટર પત્ની કિરણ રાવે પણ તંદુરસ્ત રહેવા માટે શાકહારને સ્વીકારી લીધું.
અનુષ્કા શર્મા.
એક રિપોર્ટ અનુસાર, અનુષ્કા પોતાના કુતરાના કારણે વેજિટેરિયન બની ગઈ. એમના કુતરાના મીટની ગંધ નહોતી પસંદ એટલે એમને મીટ ખાવાનું છોડી દીધું. એ સિવાય અનુષ્કા પેટા અભિયાન સાથે જોડાયેલી છે અને આ અભિયાનમાં એ પૂરો સહયોગ પણ આપી રહી છે. એટલું જ નહીં અનુષ્કાએ પોતાના પતિ અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને પણ શકઃ5 બનવા માટે પ્રેરિત કર્યા.
જેકલીન ફર્નાન્ડિઝ
એક્ટ્રેસ જેકલીન પણ પ્રાણીઓ પ્રત્યેની હિંસાના વિરુદ્ધ છે એટલે એમને ન ફક્ત નોનવેજ, પણ ડેરી પ્રોડક્ટ્સ અને ઈંડા ખાવાનું પણ બંધ કરી દીધું. 2014માં પેટાએ એમને વુમન ઓફ ધ યરનો એવોર્ડ પણ આપ્યો હતો.
નેહા ધુપિયા.
નેહા ધુપિયા પણ પેટા સાથે જોડાયેલી છે. એ પ્રાણીઓના સંરક્ષણમાં વિશ્વાસ રાખે છે એટલે એ સ્ટ્રીકટ વેજિટેરિયન છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બોલિવૂડના આ 12 સ્ટાર્સે છોડી દીધું નોનવેજ ખાવાનું, અને બની ગયા પ્યોર વેજિટેરિયન"
ટિપ્પણી પોસ્ટ કરો