શુ તમે જાણો છો કે 15મી ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ?

દર વર્ષે 15મી ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં 74મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. આ દિવસે ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે. જ્યારે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.આ દિવસે દેશના રાષ્ટ્રપતિ અને પ્રથમ વ્યક્તિ ઝંડો ફરકાવે છે. આ વર્ષે પીએમ મોદી એકવાર ફરી લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે.જો કે ઇતિહાસ્કારોમાં 15મી ઓગસ્ટની આઝાદીને લઈને મતભેદ છે. અમુક ઇતિહાસકરો આને માઉન્ટબેટનની લકી તારીખ જણાવે છે તો અમુક ઇતિહાસકારો આને માઉન્ટબેટનનો અંગત નિર્ણય જણાવે છે. તો ચાલો જાણીએ સ્વતંત્રતા દિવસ માટે 15મી ઓગસ્ટને જ કેમ પસંદ કરવામાં આવી.

image source

ઇતિહાસના પાનાને પલટવામાં આવે તો ખબર પડશે કે બ્રિટિશ હુકુમતના અંતિમ અને સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને 24 મારઝહ 1947માં વાઇસરોય બનાવવામાં આવ્યા હતા. ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનનો મુખ્ય ઉદ્દેશ ભારતને વિભાજીત કરીને સ્વતંત્ર કરવાનો હતો. એ માટે એમને 3 જૂન 1947એ માઉન્ટબેટન યોજના જાહેર કરી, જેમાં પ્રધાનમંત્રી લોર્ડ ક્લિમેન્ટ એટલીએ 4 જુલાઈ 1947એ બ્રિટિશ સંસદમાં માઉન્ટબેટન યોજના રજૂ કરી.

image source

બ્રિટિશ સંસદે 18 જુલાઈએ સર્વસંમતિથી આ યોજનાને સ્વીકૃતિ આપી દીધી. આ યોજના અનુસાર, ભારત અને પાકિસ્તાન બે અલગ અને સ્વતંત્ર રાષ્ટ્ તરીકે જાહેર થયા. એ પછી ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને ભારતની આઝાદીની તારીખ 15 ઓગસ્ટ નક્કી કરી. આ વિશે ઇતિહાસકારોનો તર્ક છે કે 15મી ઓગસ્ટ, 1945માં જાપાન સેનાએ એમની સામે સરેન્ડર કર્યું હતું. એટલે એમને ભારતની આઝાદી માટે 15મી ઓગસ્ટ નક્કી કરી.

image source

આ પહેલા બ્રિટિશ હુકુમતે એ આશ્વાસન આપ્યું હતું કે બીજું વિશ્વ યુદ્ધ પછી ભારતને પૂર્ણ સ્વરાજનો અધિકાર આપી દેવામાં આવશે. આ આશ્વાસન પ્રમાણે બીજા વિશ્વ યુદ્ધ પછી જ્યારે લોર્ડ વેવેલ ભારતના ગવર્નર જનરલ હતા એ સમયે કેબિનેટ મિશન ભારતમાં આવ્યું. આ મિશને ભારતીય નેતાઓની સાથે વાતચીત કરી અને ક્રિપ્સ મિશન અંતર્ગત ભારતને પૂર્ણ સ્વરાજ આપવાની વાત કરી. જો કે ગાંધીજીને આ પ્રસ્તાવ પસંદ ન આવ્યો કારણ કે એમાં કેન્દ્ર સરકાર પાસે સંવિધાન બનાવવાનો અધિકાર નહોતો.

image source

આ યોજના અંતર્ગત બ્રિટિશ પ્રધાનમંત્રી લોર્ડ ક્લિમેન્ટ એટલીએ 20 ફેબ્રુઆરી 1947એ હાઉસ ઓફ કૉમેન્સમાં એ ઘોષણા કરી કે જૂન 1948 સુધી ભારતની સત્તા ભારતીયોના હાથમાં આપી દેવામાં આવશે, પણ દેશના નેતાઓ આ યોજનાનો ખરીજ કરી દીધી. એ પછી લોર્ડ માઉન્ટબેટન યોજના પ્રમાણે આઝાદી મળી. જેમાં કેન્દ્ર સરકારને મજબૂત અધિકાર આપવામાં આવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "શુ તમે જાણો છો કે 15મી ઓગસ્ટે જ કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel