જાણો આ યુવક વિશે, કે જેને માત્ર 24 કલાકમાં જ 7 દેશો ફરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું નામ
વિશ્વમાં અનેક પ્રકારના લોકો રહે છે જેઓ અલગ અલગ રેકોર્ડ એડવેન્ચર કરવાના શોખીન હોય છે. તમે દાંત વડે ટ્રક ખેંચ્યા હોય તેવા અને કોઈ વળી પગ પડે લખતા હોય તેવા સમાચારો સાંભળ્યા કે વાંચ્યા જ હશે. આવું જ એક એડવેન્ચર ડેવિડ કોવારી નામના વ્યક્તિના નામે નોંધાયેલું છે. ડેવિડ કોવારીએ અસલમાં 24 જ કલાકના સમયગાળામાં 7 દેશની યાત્રા પુરી કરી હતી.
નવાઈની વાત તો એ છે કે આ રેકોર્ડ બનાવતા પહેલા ડેવિડે તૈયારી કરી અને બસ ઘરેથી નીકળ્યા પહેલા તેણે આ પહેલાના રેકોર્ડની માહિતી લીધી અને ત્યારબાદ એ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ નોંધવા નીકળી પડ્યો અને અંતે તેણે રેકોર્ડ સ્થાપિત પણ કર્યો.
ડેવિડ કોવારીએ ગત વર્ષે 2019 માં જ નોંધાવેલા આ રેકોર્ડની માહિતી અનુસાર ડેવિડે પોતાની આ યાત્રા પોલેન્ડથી શરુ કરી હતી પોલેન્ડ થઈને ચેક રિપબ્લિક સ્લોવાકિયા, ઓસ્ટ્રિયા, હંગરી, સ્લોવેનિયા અને ક્રોએશિયા પહોંચી યાત્રા પુરી થઇ હતી. ડેવિડે સાત દેશોની આ યાત્રા દરમિયાન 310 માઈલ એટલે કે લગભગ 500 કિલોમીટરનું અંતર કાપી પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું હતું.
નોંધનીય છે એક ડેવિડ કોવારી પહેલા વર્ષ 2013 માં ગ્લેન બર્મિસ્ટર નામના વ્યક્તિએ 24 કલાકમાં પૂર્વી યુરોપના ચાર દેશો 1). ચેક રિપબ્લિક 2). ઓસ્ટ્રિયા 3). સ્લોવાકિયા 4). હંગરી દેશોની યાત્રા કરી હતી. જો કે ત્યારબાદ પણ કાસર્ટેન કોહલર નામના શખ્સે પાંચ દેશો 1). બેલ્જીયમ 2). નેધરલેન્ડ 3). જર્મની 4). લૉગ્ઝમ્બર્ગ 5). ફ્રાન્સની યાત્રા કરી હતી. વળી, કાસર્ટેન કોહલર બાદ પણ જર્મનીના માઈકલ મોલે વર્ષ 2016 માં 1). ઇટાલી 2). સ્વીત્ઝર્લેન્ડ 3). લીચેસ્ટેનટીન 4). ઓસ્ટ્રિયાસ 5). જર્મની અને 5). ફ્રાન્સની યાત્રા 24 કલાકમાં કરી બતાવી હતી.
ડેવિડ કોવારીના આ રેકોર્ડ બનાવવા પાછળ એક પ્રેરક વિચાર હતો ડેવિડ જયારે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેને એવું લાગ્યું હતું કે તેણે ભણવા સિવાય પણ કઈંક અલગ કરી બતાવવું જોઈએ જે અન્ય લોકો ન કરી શકતા હોય અને જેનાથી તેના આત્માને પણ સંતોષ થાય અને તે લોકો વચ્ચે સન્માનપાત્ર પણ બની શકે.
આ જુસ્સાપ્રેરક વિચાર બાદ ડેવિડે એડવેન્ચર કરવાનો નિર્ણય કર્યો અને ઓછા સમયમાં વધુને વધુ દેશોની યાત્રા કરી રેકોર્ડ બનાવવાનું નક્કી કરી યાત્રા આરંભી દીધી અને અંતે પૂર્ણ પણ કરી. ડેવિડ કોવારી મૂળ હંગરીનો રહેવાસી છે અને તેણે પોતાની માસ્ટર ડિગ્રી બુડાપોસ્ટમાંથી મેળવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "જાણો આ યુવક વિશે, કે જેને માત્ર 24 કલાકમાં જ 7 દેશો ફરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું નામ"
ટિપ્પણી પોસ્ટ કરો