39 વર્ષની ઉંમર થઇ હોવા છતા મસ્ત લાગે છે ‘અંગુરી ભાભી’ , જુઓ ફોટાઓ..
Spread the love
એન્ડ ટીવી પર આવવા વાળો શો ‘ભાભીજી ઘર પર હે’ એક કોમેડી શો છે. આ શો દર્શકો ના વચ્ચે બહુ હીટ છે. ટીઆરપી ની લીસ્ટ માં પણ હંમેશા આ શો ટોપ 10 માં બની રહે છે. આ શો ને દરેક ઉંમર ના દર્શક પસંદ કરે છે. શો ના દરેક કિરદાર મજેદાર છે. અનીતા ભાભી, અંગુરી ભાભી, હપ્પુ સિંહ, સક્સેના, વિભૂતિ હોય અથવા તિવારી બધા પોતાના કમાલ ના કેરેક્ટર છે અને લોકો ના વચ્ચે બહુ પોપુલર પણ.
આ કહેવાનું ખોટું નથી કે આ શો ના દરેક લોકો દીવાના છે. આ શો માં સૌથી વધારે ચર્ચા અંગુરી ભાભી મેળવે છે. અંગુરી ભાભી નો કિરદાર એક્ટ્રેસ શુભાંગી અત્રે નિભાવી રહી છે. શિલ્પા શિંદે ને શો છોડ્યા પછી શુભાંગી ની આ શો માં એન્ટ્રી થઇ અને શિલ્પા ની જેમ દર્શકો એ શુભાંગી ને પણ બહુ બધો પ્રેમ આપ્યો.
ગઈકાલે શુભાંગી નો 39 મો જન્મદિવસ હતો. દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં એક્ટ્રેસ ને આ ખાસ દિવસે ઘર પર રહીને જ સેલીબ્રેટ કરવું પડ્યું. શુભાંગી એ પોતાના પરિવાર ના સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસના આ ખાસ પ્રસંગે અમે તમને શુભાંગી ના પર્સનલ લાઈફ ના વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીશું.
જણાવી દઈએ કે, શુભાંગીનો જન્મ ભોપાલમાં થયો હતો. 11 એપ્રિલ 1981 ના રોજ એક નાની બાળકી અત્રે પરિવારમાં આવી. શુભાંગીને નાનપણથી જ એક્ટિંગ અને ડાન્સ માં રૂચી રહી છે. શુભાંગી ને ડાન્સનો પણ શોખ છે, તેના ચાલતા તેમને કથક પણ શીખ્યું. શુભાંગીએ પોતાના કેરિયર ની શરૂઆત વર્ષ 2007 માં સ્ટાર પ્લસ ની મશહુર સિરિયલ ‘કસૌટી જિંદગી કી’ થી કરી હતી. તેમાં તે પલછીન વર્મા ના રોલ માં નજર આવી હતી.
ઈન્ડસ્ટ્રી માં કદમ રાખવાના થોડાક વર્ષો પછી અભિનેત્રી બિઝનેસમેન પિયુષ પૂરે થી લગ્ન ના બંધનમાં બંધાઈ ગઈ. શુભાંગી ની આજે 13 વર્ષની પુત્રી પણ છે જેનું નામ આશી છે. એક ઇન્ટરવ્યૂ ના દરમિયાન શુભાંગીએ જણાવ્યું હતું કે તેમની પુત્રી તેમની સૌથી મોટી ક્રિટિક છે.
શુભાંગી એ કહ્યું હતું કે તેમની પુત્રી તેમની દરેક સિરિયલ દેખે છે અને પછીથી તેમને સલાહ પણ આપે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આવ્યા દિવસે પોતાના ફેમિલીના ફોટા શેયર કરતી રહે છે. ઓનસ્ક્રીન સીધી સાદી દેખાવા વાળી શુભાંગી અસલ જીવનમાં ખૂબ જ મોર્ડન છે. જેવું કે તમે દેખી શકો છો કે આ ફોટા માં શુભાંગી પોતાના પતિ અને દીકરી ના સાથે છે.જણાવી દઈએ કે, શુભાંગી પહેલા ખૂબ જ સ્લિમ હતી. ભાભીજી ઘર પર હૈં માં રોલ મેળવવા માટે, તેમને પોતાનું વજન 4 કિલો વધારવું પડ્યું હતું. શુભાંગી આજે ટીવી ઇન્ડસ્ટ્રી ની લોકપ્રિય અભિનેત્રી છે અને ઘણા પ્રખ્યાત ધારાવાહિકો માં કામ કરી ચૂકી છે.
ભાભીજી ઘર પર હૈ થી પહેલાં, શુભાંગી ‘દો હંસો કા જોડા’, ‘કસ્તુરી’ અને ‘ચિડિયા ઘર’ જેવી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. આ સિરીયલોમાં તેમની એક્ટિંગ ને દર્શકો એ ખૂબ પ્રશંસા કરી હતી. જાણકારી માટે જણાવી દઈએ સબ ટીવી ના શો ‘ચિડિયા ઘર’ માં પણ શુભાંગી એ શિલ્પા શિંદે ને રિપ્લેસ કરી હતી.
Author : LIVE 82 MEDIA TEAM
તમને આ લેખ ” LIVE 82 MEDIA ના માધ્યમથી વાંચી રહ્યા છે. આપણા દિવસ દરમિયાનના ઉપયોગી સમાચાર, રેસિપી, મનોરંજન, અજબ ગજબ, ફિલ્મ, ધાર્મિક વાર્તાઓ, જ્યોતિષ શાસ્ત્ર અને લાઈફ સ્ટાઇલ ની લગતી તમામ અવનવી માહિતી દરરોજ મેળવવા માટે ” LIVE 82 MEDIA ને લાઈક કરો..!!
0 Response to "39 વર્ષની ઉંમર થઇ હોવા છતા મસ્ત લાગે છે ‘અંગુરી ભાભી’ , જુઓ ફોટાઓ.."
ટિપ્પણી પોસ્ટ કરો