કર્ણાટકનું ઇસૂરું ગામ દેશ કરતાં 5 વર્ષ પહેલાં આઝાદ થઇ ગયું હતું
આખો દેશ આજે 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આજ સુધી તમે આઝાદી સાથે જોડાયેલા અનેક કિસ્સા અને વાતો સાંભળી હશે. આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવી રહ્યા છીએ જે દેશ કરતાં પણ 5 વર્ષ પહેલાં આઝાદ થયો હતો. આ ગામનું નામ છે ઇસૂરુ તેને 1942માં જ બ્રિટિશ શાસનથી પોતાને આઝાદ જાહેર કરી દીધું હતું. આ છે આઝાદીની પાછળની અજાણી વાતો…
કર્ણાટકના શિકાગો જિલ્લામાં ઇસૂરું ભારતનું એક એવું ગામ છે જેને સૌ પહેલાં બ્રિટિશ શાસનથી પોતાને આઝાદ જાહેર કરી દીધું હતું. 12 ઓગસ્ટ 1942નો એ ઐતિહાસિક દિવસ, જે આ ગામના લોકોને અંગ્રેજોને લગાન આપવાની ના પાડી અને સાથે પૂર્ણ આઝાદીની માંગ કરી હતી. આ ગામના સૌથી બુઝુર્ગ સ્વતંત્રતા સેનાની 111 વર્ષના હુચુરૈય્યપા જણાવે છે કે 12 ઓગસ્ટે ભરબપોરે ગામના બજારમાં અનેક સંખ્યામાં લોકો જમા થયા.
બપોર બાદ બ્રિટિષ ફોજ અમારી પાસે લગાન લેવા આવી. દરેકે એક જ સ્વરમાં લગાન આપવાની ના પાડી. કેમકે અમારી પાસે તેમને આપવા માટે કંઇ પણ નથી અને તેમને પૂરી આઝાદી આપવાની માંગ કરી. તે જણાવે છે તે આ માંગ બાદ ત્યાં સન્નાટો છવાઇ ગયો અને સાથે બધા ડરી ગયા હતા કે ક્યાંક બ્રિટિશ સૈનિક લાઠી-ડંડા વરસાવવાનું શરૂ ન કરી દે. પરંતુ એ સમયે એવું કંઇ થયું નહીં. એનાથી ઉલટું તેઓએ અમારી સાથે વાત કરી અને અમારી ડિમાંડ વિશે પણ પૂછ્યું. થોડી વાર બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. આ વિરોધ બાદ ગામલોકોનો જુસ્સો વધ્યો અને તેઓએ બ્રિટિશ સૈનિકોની દરેક ચીજમાં વિરોધ કરવાનું શરૂ કર્યું.
29 સપ્ટેમ્બર 1942ના રોજ એતિહાસિક દિવસ આવ્યો અને ગ્રામજનોએ બ્રિટિશ અધિકારીઓને ઇસુરુમાં પ્રવેશ કરવાથી રોક્યા. વીરભદ્રેશ્વર મંદિરની ઉપર તિરંગો ફરકાવીને બ્રિટિશ શાસનથી આઝાદ કરવામાં આવ્યું. થોડા દિવસ બાદ સરકારે મોટી સંખ્યામા તે ગામમાં પોલિસ સુરક્ષા મોકલી. પરિણામ એ આવ્યું કે બંનેની વચ્ચે લડાઇ શરૂ થઇ અને સાથે તે ગામના લોકોએ રેવન્યૂ ઓફિસરની હત્યા કરી.
આ ઘટના બાદ ગામના લગભગ 50 સ્વતંત્રતા સેનાની જંગલમાં ભાગી ગયા. પણ જલદી તેમને એરેસ્ટ કરી લેવામાં આવ્યા. તેમાંથી 5 સ્વતંત્રતા સેનાની 8,9 અને 10 માર્ચ 1943ના શહીદ થયા. ત્યારબાદ આંદોલન ઝડપી બન્યું અને અનેક સ્વતંત્રતા સેનાની, મહિલાઓ અને બાળકો આઝાદી માટે શહીદ થયા. આખરે 5 વર્ષ બાદ દેશની સાથે આ ગામ પણ આઝાદ થયું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કર્ણાટકનું ઇસૂરું ગામ દેશ કરતાં 5 વર્ષ પહેલાં આઝાદ થઇ ગયું હતું"
ટિપ્પણી પોસ્ટ કરો