જિયોની ધમાકેદાર ઓફર, જાણો કેવી રીતે મેળવશો 5 મહિના માટે ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગ

તમે સાંભળી આ ખુશ ખબર!!..રિલાયન્સ જિયો સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર ગ્રાહકો માટે જોરદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકોને JioFi 4G વાયરલેસ હોટસ્પોટ ખરીદવા પર પાંચ મહિના માટે ફ્રી ડેટા અને જિયો ટૂ જિયો ફ્રી અનલિમિટેડ કોલિંગ મળશે. JioFi 4Gની કિંમત 1999 રૂપિયા છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોય તો તમારે સૌથી પહેલાં JioFiનો કોઈ વર્તમાન પ્લાન લેવો પડશે.

image source

આ ઓફરનો લાભ મેળવવા ગ્રાહકોએ રિલાયન્સ ડિજિટલ સ્ટોરથી સૌપ્રથમ JioFi હોટસ્પોટ ખરીદવુ પડશે અને જિયો સિમ એક્ટિવેટ કર્યા બાદ કસ્ટમર્સ ડિવાઈસ એક્ટિવેચ કરવા માટે ત્રણમાંથી કોઈ એક પ્લાન પસંદ કરવાનો રહેશે. JioFi ડિવાઈસમાં લગાવેલા સિમને એક્ટિવેટ કર્યા બાદ એક જ કલાકમાં આ પ્લાનના લાભ તમને મળવાના શરૂ થઈ જશે. એક્ટિવેશન સ્ટેટસ માય જિયો એપ પર ચેક કરી શકાય છે. જો તમે આ ઓફરનો લાભ મેળવવા માંગતા હોય તો કંપનીની વેબસાઈટ પરથી પણ ખરીદી શકે છે.

આ ઓફરમાં મળશે 5 મહિના સુધી ફ્રી ડેટા ઓફર

image source

JioFiમાં સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયાનો છે. તેમાં રોજ 1.5 જીબી ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે. સાથે સાથે જ એક્સ્ટ્રા 99 રૂપિયા આપવા પર જિયો પ્રાઈમની મેમ્બરશિપ એક્ટિવ થાય છે. એટલું જ નહીં એની સાથે સાથે જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર 1000 મિનિટ મળે છે આ ઉપરાંત રોજના 100 એસએમએસ ફ્રી મળે છે.

image source

JioFiમાં બીજો પ્લાન 249 રૂપિયાનો છે. આ પ્લાન હેઠળ જીઓના ગ્રાહકોને રોજ 2 જીબી ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે. સાથે સાથે જ જીઓ એના ગ્રાહકોને જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે અને રોજના 100 એસએમએસ ફ્રી મળે છે.

image source

JioFiમાં ત્રીજો ઓપ્શન 349 રૂપિયાનો છે. આ પ્લાનમાં રોજ 3 જીબી ડેટા અને 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન્સ હેઠળ જિયો એના ગ્રાહકોને પાંચ મહિના સુધી જિયો ટૂ જિયો ફ્રી કોલિંગ અને ડેટા ઓફર કરી રહ્યું છે.

તો આજે જ જાણી લો જીઓની વેબસાઈટ પર આ ઓફર વિશેની વધુ માહિતી અને આનંદ મેળવો આ જોરદાર ઓફરનો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જિયોની ધમાકેદાર ઓફર, જાણો કેવી રીતે મેળવશો 5 મહિના માટે ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel