રાત્રે ઊંઘતા પહેલાં આ ટેવ અપનાવો, તમારી ત્વચા રહેશે હંમેશા સુંદર અને સુંવાળી
રાત્રે સૂતા પહેલાં આ ટેવ અપનાવો – તમારી ત્વચા રહેશે હંમેશા સુંદર અને સુંવાળી
આપણે અવારનવાર સૌંદર્ય લક્ષી ટીપ્સ વાંચતા હોઈએ છીએ અને રોજિંદા ધોરણે સુંદર દેખાવા ઘણા પ્રયાસ કરતા હોઈએ છીએ, પણ શું તમે તમારી ત્વચા, વાળ, ચહેરાની પુરતી કાળજી લો છો ? જો તમારે તમારું સૌંદર્ય જાળવી રાખવું હોય તો તમારે એક ચોક્કસ રુટીન જાળવવું જોઈએ. અને સુવા જતા પહેલાં તમારે તમારી જાત માટે થોડો સમય કાઢીને કેટલીક ટેવો કેળવવી જોઈએ. જે તમારી ત્વચા, વાળ તેમજ ચહેરા અને સંપૂર્ણ શરીને વધારે કોઈ પણ પ્રયાસ વગર જ સુંદર બનાવશે. તો ચાલો જાણીએ તે ટેવો વિષે.
હંમેશા સુવા જતા પહેલાં તમારા ચહેરાને સાફ કરી લો
આ એક ગોલ્ડન રૂલ છે જે તમારે ક્યારેય તોડવો ન જોઈએ. તમારે તમારી ત્વચાને આજીવન સુંદર રાખવી હોય તો તમારે તમારો ચહેરો સાફ કર્યા વગર ક્યારેય ન સુવું જોઈએ. પછી ભલે તમે ગમે તેટલા થાકી ગયા હોવ કે તમને ગમે તેટલી ઉંઘ કેમ ન આવતી હોય. તમારે સુતા પહેલાં ડીપ ક્લીન્ઝીંગ ફેસવોશ વડે અથવા તો સ્ક્રબ વડે તમારો ચહેરો સાફ કરી લેવો જોઈએ. તમારા ચહેરા પર ગંદકી અને ઝેરી તત્ત્વ લઈને ક્યારેય ન સુવું જોઈ માટે જ તમારે તેને સાફ કરીને જ સુવું જોઈએ.
જો તમારે ઉઠતાં વેંત સુંદર દેખાવું હોય તો મોઇશ્ચરાઇઝર ક્યારેય ન ભૂલવું જોઈએ
સુષ્ક અને રુક્ષ ત્વચા કોઈને પણ ન ગમતી હોય. આપણને બધાને એવું થતું હોય છે કે આપણે સવારે ઉઠીએ ત્યારથી જ આપણી ત્વચા સુંદર, મુલાયમ હોય. જો તમે પણ તેમ ઇચ્છતા હોવ તો તેને રાત્રે સુતા પહેલા હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરવી જરૂરી છે. રાત્રીના સમય માટે એક હેવી મોઇશ્ચરાઇઝર અથવા બોડી બટર કે પછી લોશનનો ઉપયોગ કરો અને તેને તમારા ચહેરા, તેમજ હાથ અને પગ પર લગાવીને જ સુવો. તમે જ્યારે સવારે ઉઠશો ત્યારે તમારી ત્વચા તમારો આભાર માનશે.
તમારા ચહેરા પર તરી આવેલા ખીલની ટ્રીટમેન્ટ પણ રાત્રે જ કરી લો
જો તમારા ચહેરા પર કોઈ ડાઘ કે ખીલ હોય તો તેને ટ્રીટ કરવાનો ઉત્તમ સમય રાત છે. તમે તમારા ચહેરા પરની ફોલ્લી, ખીલ તેમજ ડાઘની રાત્રે સારવાર કરી શકો છો. તેના માટે તમારે માત્ર ટી ટ્રી ઓઈલને તમારા ખીલવાળા ભાગ પર જ લગાવવાની જરૂર છે તે રાત્રી દરમિયાન સાવજ સંકોચાઈ જશે. આ સાથે સાથે તમે રાત્રે ડાઘને દૂર કરવા માટે સીરમનો ઉપયોગ પણ કરી શકો છો. આમ તમે સવારે ઉઠશો ત્યારે તમારા ચહેરા પર ઘણો બધો ફરક જોવા મળશે.
તમારા હાથ અને નખની સંભાળ પણ સુતા પહેલા લઈ લો
તમારે તમારા હાથ તેમજ પગ અને તેના નખની સંભાળ પણ લેવાનો એક નિયમ બનાવી લેવો જોઈએ તે પણ સુવા જતા પહેલા. તેના માટે તમારે સુવા જતા પહેલાં તમારા હાથ પર મોઇશ્ચરાઇઝીંગ હેન્ડ ક્રીમનું હળવુ મસાજ કરી લેવું જોઈએ. તેનાથી તમારા હાથ સોફ્ટ બનશે તેમજ તમારા હાથ પર વધતી ઉંમરમાં દેખાતી કરચલીઓ પણ નહીં દેખાય. આ સાથે સાથે તમારે તમારા નખની પણ સંભાળ લેવી જોઈએ. તમારા નખ પર ક્યુટીકલ ઓઈલ અથવા તો સામાન્ય વેસેલીન લગાવી લેવું જોઈએ.
પગની સંભાળ પણ લેવી જોઈએ
પગ આપણા શરીરનું એવું અંગ છે જે સૌથી વધારે ઘસારો લે છે અને સૌથી વધારે તેને જ અવગણવામાં આવે છે. માટે તેમને તમારે ખાસ ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને તમારા રાત્રીના બ્યુટી રુટીનમાં તેનો સમાવેશ પણ કરવો જોઈએ. તેના માટે તમારે તમારા પગ પર થોડી ફૂટ ક્રીમ લગાવીને હળવું મસાજ કરી લેવું. ત્યાર બાદ તેના પર ગરમી ન થાય તેવા કોટનના મોજા ચડાવી લેવા. તમે જ્યારે સવારે ઉઠશો ત્યારે તમારા પગ ખુબ જ મુલાયમ થઈ ગયા હશે.
તમારા વાળની પણ સંભાળ લો – રાત્રે સુતી વખતે તેને ખુલ્લા ન રાખો
ઘણા લોકોને રાત્રે વાળ ખુલ્લા રાકીને સુઈ જવાની આદત હોય છે. તમારે તેમ ન કરવું જોઈએ. રાત્રે જ્યારે તમારા વાળ ઓશીકા સાથે સતત ઘસાતા રહે ત્યારે તેને સૌથી વધારે નુકસાન થતું હોય છે. માટે તમારે તમારા વાળનો ચોટલો બનાવીને જ સુઈ જવું. અને આમ કરવાથી તમે જ્યારે સવારે ઉઠશો ત્યારે તમારા વાળ તમને ખૂબ જ જથ્થાદાર લાગશે.
આંખની પાપણો અને આઇબ્રોઝ માટે દીવેલનો ઉપયોગ કરો
જો તમને લાંબી, સુંદર, ઘેરી પાપણો અને આઇબ્રોઝ જોઈતી હોય તો તમારે રાત્રે સુતા પહેલાં રોજ તમારે દીવેલમાં કોટન બડ ડૂબાડીને તેને તમારી આંખોની પાપણો અને આઇબ્રોઝ પર એપ્લાય કરવું જોઈએ. તેમ કરવાથી તે ઘેરી બનશે.
સવારે ઉઠતાં જો આંખ ફુલેલી લાગતી હોય તો રાત્રે કરો આ ઉપાય
આપણા જીવનમાં આપણે ખૂબ વ્યસ્ત રહેતા હોઈએ છીએ. લાંબા સમય સુધી સ્ક્રીન સામે જોઈ રહેવું, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર્સ કે પછી પુસ્તકો સામે તાકી રહેવાથી આપણી આંખને ખૂબ થાક લાગે છે. માટે તમારે તમારી આંખની સંભાળને પણ તમારા બ્યુટી રૂટીનમાં સામેલ કરવી જોઈએ. ફુલેલી આંખની સમસ્યા દૂર કરવા માટે તમારે રોજ રાત્રે આઈ ક્રીમ લગાવવી જોઈએ જો કે તેને લગાવતા પહેલાં તેને ફ્રીજમાં મુકીને ઠંડી કર્યા બાદ લગાવવી જોઈએ. જ્યારે તમે ઉઠશો ત્યારે તમે જોશો કે તમારી આંખો તેજસ્વી અને તાજી લાગતી હશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "રાત્રે ઊંઘતા પહેલાં આ ટેવ અપનાવો, તમારી ત્વચા રહેશે હંમેશા સુંદર અને સુંવાળી"
ટિપ્પણી પોસ્ટ કરો