આ 5 દેશોમાં નથી થોડુ પણ પ્રદુષણ, જાણો આમાં ભારતના કોઇ દેશનો સમાવેશ થાય છે કે નહિં?
નવા નવા શહેરમાં ફરવા જવાનું તો બધાને ગમે. પરંતુ જો કોઈ નવા શહેરમાં સ્વચ્છતા હોય, પ્રદુષણનું કોઈ નામ-નિશાન ન હોય તો ફરવાનો આનંદ બમણો થઇ જાય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના એવા 5 સ્વચ્છ શહેરો વિષે જણાવવાના છીએ જ્યાં ગંદકી, પ્રદુષણ અને કચરાનું નામોનિશાન નથી. તો ક્યાં અને ક્યા છે એ શહેરો ? ચાલો જાણીએ.
1). કૈલગરી – કેનેડા : કેનેડાનું કૈલગરી શહેર વિશ્વના સૌથી સ્વચ્છ શહેરના રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. આ શહેરની વસ્તી 10 લાખ આસપાસ હોવા છતાં અહીં સ્વચ્છતા સંબંધી નિયમોનું કડક પાલન થાય છે. કૈલગરી શહેર એટલું સ્વચ્છ છે કે અહીં આપને દૂર દૂર સુધી કચરાનું તો ઠીક પ્રદૂષણનું પણ નામોનિશાન જોવા નથી મળતું. જો તમારે ક્યારેક કેનેડાના આ શહેરમાં ફરવા જવાનું થાય તો ત્યાંનો અનુભવ તમારા માટે ચોક્કસ યાદગાર બની રહેશે.
2). જ્યૂરિખ, સ્વીત્ઝર્લેન્ડ : યુરોપમાં સ્વીત્ઝર્લેન્ડ પર્યટકો માટેનો પ્રસિદ્ધ છે છે પરંતુ સ્વીત્ઝર્લેન્ડનું ઝ્યુરીખ શહેર પોતાની સ્વચ્છતા માટે જગપ્રસિદ્ધ છે. લગભગ 4 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ઇકો ફ્રેન્ડલી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સાઇકલ ચલાવવાનું વધી રહેલું ચલણ અને નિયમ, રિન્યુએબલ એનર્જી પર વધુ કામ કરવા જેવા મુદ્દાઓને કારણે પ્રદુષણ મુક્ત છે. જ્યૂરિખને યુરોપનું ગ્રીન હાર્ટ પણ કહેવાય છે.
3). હેલસિંકી, ફિનલેન્ડ : ફિનલેન્ડનું હેલસિંકી શહેર પણ વિશ્વના સૌથી સ્વચ્છ શહેર પૈકી એક શહેર ગણાય છે. સાઈકલિંગ કરવાના શોખીન લોકો માટે આ ફેવરિટ ડેસ્ટિનેશન ગણાય છે. અને સાઇકલ જ અહીંની સ્વચ્છતાનું એક પ્રમુખ કારણ છે. અસલમાં અહીં રહેતા મોટાભાગના સ્થાનિક લોકો સાઇકલનો ઉપયોગ કરે છે જેથી વાતાવરણમાં પ્રદુષણ ફેલાતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે હેલસિંકી શહેરમાં લગભગ 3,868 લાંબી સાઇકલ લેન છે.
4). લકઝમબર્ગ સીટી, લકઝમબર્ગ : આખી દુનિયામાં પોતાના ઐતિહાસિક કિલ્લાઓ અને ગીચ જંગલોને કારણે પ્રખ્યાત આ શહેર પોતાની સ્વચ્છતાને લઈને પણ એટલું જ ફેમસ છે. અસલમાં અહીં જંગલ અને વૃક્ષો કાપવા પર કડક સજાની જોગવાઈ છે. સ્થાનિક લોકો પોતાના વાહનોને બદલે સાઇકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ વધુ ઉપયોગ કરે છે. શહેરની આબોહવાને સ્વચ્છ રાખવા માટે અહીંની સરકાર કાર્બન એમિશનના આધારે ટેક્સ વસુલે છે.
5). એડિલેડ. ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયાના દક્ષિણમાં વસેલું આ શહેર ખુબસુરત પહાડો વચ્ચે ઘેરાયેલું છે. અહીં ધુમાડો કાઢતી કારો ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને રોડ રસ્તા પર કચરો ફેંકવા પર પણ પ્રતિબંધ છે. વળી, અહીં ઘરના કચરાનો યોગ્ય રીતે નિકાલ થઇ શકે તેના માટેનું પણ સંપૂર્ણ આયોજન કરેલું છે.
આવા નિયમોને કારણે ઓસ્ટ્રેલિયાનું એડિલેડ પણ વિશ્વના સૌથી સ્વચ્છ શહેરોમાં શામેલ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ 5 દેશોમાં નથી થોડુ પણ પ્રદુષણ, જાણો આમાં ભારતના કોઇ દેશનો સમાવેશ થાય છે કે નહિં?"
ટિપ્પણી પોસ્ટ કરો