ગર્ભાવસ્થા પછી વધેલા વજન માંથી છુટકારો મેળવવા માટે ભોજનમાં સમાવેશ કરો ફક્ત આ વસ્તુ

ગર્ભાવસ્થા પછી મહિલાઓ નું વજન વધી જવું એ એક સામાન્ય બાબત છે. બાળક ને જન્મ આપ્યા પછી મહિલાઓ ને નવી જીવનશૈલી ચાલુ કરવામાં પણ તકલીફ રહે છે. ગર્ભાવસ્થા પછી મહિલાઓ એ પોતાના વજન પર ધ્યાન આપવું ખુબજ જરૂરી છે. તમરા રસોડા માં જ વજ્ર ઘટાડવાનું રહસ્ય છુપાયેલું છે. રસોડામાં રહેલ મસાલા નો યોં ઉપયોગ કરીને તમે પણ તમારું વજન નિયંત્રણ માં લાવી શકો છો.

image source

જીરું: સૌથી પહેલા શરૂઆત કરીએ જીરા થી. જીરા ને પાણી માં ઉકાળીને તમે તેને ગાળી ને તરત પી શકો છો. અથવા તો બોટલ માં ભરી ને પણ રાખી શકો છો. જીરું એસીડીટી ની સમસ્યા ને પણ દુર કરે છે, તે ઉપરાંત તમે જીરા નો પાવડર બનાવી તેને દૂધ સાથે પણ પી શકો છો. અ ઉપાય ખુબજ સરળ અને અસરકારક છે તેથી એક વાર જરૂર ટ્રાય કરો તમને થોડા દિવસ માં જ ફરક જોવા મળશે.

image source

અજમો: અજમા ને પાણી માં ઉકાળી લેવા. પછી આ પાણી ને ગાળી ને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું.તમે આ પાણી ને એક બોટલ માં ભરી આખો દીવસ થોડું થોડું પી શકો છો. લોટ માં અજમો નાખી તેની રોટલી બનાવી ખાવી. અજમો ખાવાથી યુટ્રસ પણ સાફ થાય છે.

image source

મેથી દાણા : તમારા ડાયેટ માં મેથી દાણા નો સમાવેશ કરો. એક ચમચી મેથી દાણા રાત્રે પલાળી દેવા. અને સવારે જાગી તેની પાણી પીવું. મેથી દાના ઉકાળી સવારે અથવા બપોરે જમ્યા પછી પણ તેનું સેવન કરી શકાય છે. મેથી ના નું પાણી હુંફાળું જ હોવું જોઈએ. ગર્ભાવસ્થા પછી થતા દુખાવા માં પણ આ પાણી પીવાથી રાહત થાય છે.

image source

વરીયાળી: વજન ઘટાડવા માં વરીયાળી ખુબજ ઉપયોગી સાબિત થાય છે. તેને ઉકાળી ને તેનું પાણી પીવું જોઈએ. જો તમને ગેસ ની સમસ્યા છે તો તમે તેને ચાવી ને પણ ખાઈ શકો છો.

image source

લેખન સંકલન: ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "ગર્ભાવસ્થા પછી વધેલા વજન માંથી છુટકારો મેળવવા માટે ભોજનમાં સમાવેશ કરો ફક્ત આ વસ્તુ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel