જો તમે ડાયટમાં સામેલ કરશો આ 6 ફુડ, તો વધશે ઇમ્યુનિટી અને નહિં રહે કોરોનાનો ડર
કોરોના વાઇરસથી બચવા સૌથી વધુ મહત્વનુ છે શરીરમાં ભરૂપૂર ઇમ્યુનિટી હોવી. અને આજકલની ખાણી-પીણીને કારણે માનવીના શરીરમાં ઇમ્યુનિટીની અછત જોવા મળે છે. અને તેને કારણે જ આવા જીવલેણ વાઈરસના આપણે શિકાર બંતા જઈએ છીએ. ઇમ્યુનિટી આપણાં શરીરમાં પ્રવેશેલા વાઇરસ સામે રક્ષણ કરે છે અને તેને શરીરમાં ફેલતા અટકાવે છે. જો આપણે આપણી ખાણી-પીણીમાં પૂરતું ધ્યાન રાખીએ તો આપણે આવા કોરોના જેવા કેટલાય વાઇરસથી આરામથી બચી શકીએ છીએ. અને એ માટે આપણે આપણાં ખોરાકમાં આ પાંચ વસ્તુઓ ખાસ ઉમેરવી જોઈએ.
1 અખરોટ
આ ડ્રાયફ્રૂટમાં માં ભરપૂર પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. તે શરીરમાં ઇંયુનિટ વધારે છે અને સાથે સાથે આંતરડાંને સ્વસ્થ રાખે છે . અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવાં ઘણાં પોષક તત્ત્વ હોય છે.એટલું જ નહીં તે હાનિકારક કોલેસ્ટોરોલને ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક નીવડે છે.
મેથી
મેથીના બીજ અને પાંદડા બંને ખુ જ ગુણકાર હોય છે. એ શરીરને કેટલાય અલગ અલગ વાઈરસથી બચાવી શકે છે. મેથીનાં બીજ અને પાંદડાં બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. મેથીનાં પાંદડાંમાં શક્તિદાયક ગુણધર્મો હોય છે, જે કોલેસ્ટેરોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે. એ ઉપરાત એ કેટલાય વિટામીનોથી ભરપૂર છે.
બાજરો
બાજરામાં સૌથી વધુ પોટેશિયમ હોય છે. જે પાચનતંત્ર માટે ખૂબ જ લાભદાયી નીવડે છે. તેને કારણે ક્યારેય કબજિયાત જેવી બીમારી શરીરને અડકી પણ નથી શક્તી. લોકોને ડાયાબિટીસ હોય તેમણે ડાયટમાં બાજરો સામેલ કરવો જોઈએ. આમ કરવાથી ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
તરબૂચના બી
તરબૂચના બી માં સૌથી વધુ અને મહત્વનું એક તત્વ શામેલ છે અને તે છે હિમોગ્લોબિન,જે આખા શરીમાં લોહીને ફરતું રાખે છે અને પૂરતું ઑક્સીજન પંહોચડે છે. એ ઉપરાત તેમાં મેગ્નેશિય પણ ખુ બ માત્રામાં જોવા મળે છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
રાજમા
રાજમા આપણે આપણાં ખોરાકમાં ઉમેરવા જોઈએ કારણ કે તેમાં સૌથી વધુ પ્રમાણમાં આર્યન હોય છે.. મેટાબોલિઝ્મ અને ઊર્જા માટે આયર્નની ઘણી જરૂર હોય છે. એ ઉપરાંત ફાઈબર અને વિટામિન k અને વિટામિન b પણ ભરપૂર માત્રમાં હોય છે. એ કોલેસ્ટ્રોલને રોકે છે અને બીમારીઓ સામે લડવામાં ખૂબ મદદરૂપ નીવડે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમે ડાયટમાં સામેલ કરશો આ 6 ફુડ, તો વધશે ઇમ્યુનિટી અને નહિં રહે કોરોનાનો ડર"
ટિપ્પણી પોસ્ટ કરો