બોલિવૂડની આ અભિનેત્રીઓના નેચરલી વાળ છે લાંબા અને કાળા, જેમાં આ અભિનેત્રીના વાળ તો ઢીંચણ કરતા પણ નીચે
આ અભિનેત્રીઓના છે નેચરલી લાંબા અને ઘટ્ટ વાળ. નંબર 4ના વાળ તો ખૂબ જ સરસ છે.
રેખા
રેખા ના ફક્ત અનહદ સુંદર છે પણ ખૂબ જ સારી એક્ટ્રેસ પ છે. એમની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે એમના સિલ્કી ઘાટા અને લાંબા વાળ. એમના વાળ એમની ઓડખ અને વ્યક્તિત્વને દર્શાવે છે. આ જ કારણ છે કે રેખાને ક્યારેય પોતાના વાળને વધુ સ્ટાઈલિંગની જરૂર નથી પડતી. અમુક ફિલ્મોમાં રોલની માંગને જોતા એમને લુક બદલ્યો પણ મોટાભાગે એ પોતાના નેચરલ વાળમાં જ દેખાઈ છે.
જયા બચ્ચન.
જયા બચ્ચનની સુંદરતા ખૂબ જ સહજ અને સિમ્પલ હતી અને એમની આ સહજતાને વધુ આકર્ષક બનાવતા હતા એમના લાંબા વાળ. ભલે ગુડ્ડીની સ્કૂલ ગોઇંગ ગર્લ હોય કે મિલીની નટખટ અને જીંદાદીલ છોકરી જયાના વાળ હંમેશા એમની સિમ્પલિસિટી2ને દર્શાવતા રહ્યા. એમના વાળ ના ફક્ત લાંબા હતા પણ જાડા પણ હતા જેના વખાણ બધા જ કરતા હતા.
જયા પ્રદા.
જયા પ્રદાને સિલ્વર સ્ક્રીનની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. પરફેક્ટ ઇન્ડિયન બ્યુટીનું એ સૌથી સારું ઉદાહરણ છે. નાક નકશાથી લઈને લાંબા વાળ એમની સુંદરતામાં વધારો કરે છે. ક્યારેક ખુલ્લા વાળ તો ક્યારેક સિમ્પલ ચોટલમાં જયા હમેશા સુંદરતાની મૂર્તિ લાગતી હતી.
સોનમ કપૂર.
સોનમ કપૂર ફક્ત સ્ટાઈલિશ જ નથી પણ સુંદર લાંબા વાળની માલકીન પણ છે. સોનમ ઘણીવાર કાન્સ ફેસ્ટિવલ દરમિયાન પણ પોતાના લાંબા વાળના લુકમાં દેખાઈ ચુકી છે. ક્યારેક એ ચોટલો તો ક્યારેક મેસી લુકમાં નજરે આવી હતી.
કાજોલ.
કાજોલ એક એવી અભિનેત્રી છે જે પોતાના નેચરલ વાળને એ જ લુકમાં કેરી કરવામાં આત્મવિશ્વાસ રાખે છે. સ્ક્રીન હોય કે રિયલ લાઈફ કાજોલ હંમેશા પોતાના નેચરલ લુક વાળા હેર સ્ટાઇલમાં નજરે આવી છે. એ ના તો એના વાળને વધારે સ્ટાઇલ કરે છે કે ના એની સાથે વધારે એક્સપરિમેન્ટ કરવાનું પસંદ કરે છે.
ડિમ્પલ કપાડીયા.
ડિમ્પલ કપાડીયાના વાળ એમની સેક્સ અપીલ છે. લાંબા, વેવી, સિલ્કી બ્રાઉન હેર એમની સૌથી મોટી ખાસિયત છે. દરેક ફિલ્મમાં એમના વાળે એમની સુંદરતા વધારી છે અને બધાની નજર એમના વાળ પર અચૂક પડે છે કારણ કે બધા જ જાણવા માંગે છે કે નેચરલ રીતે કોઈના આટલા સુંદર વાળ હોઈ શકે ખરા.
કરિશ્મા કપૂર.
કરિશ્મા કપૂરના લાંબા, વેવી, બાઉન્સી વાળ દરેક છોકરીનું સપનું છે. એ પણ પોતાના વાળને ન તો વધારે ટ્રિમ કરે છે અને ના કોઈ એક્સપરિમેન્ટ કારણ કે એમના નેચરલ વાળ જ એટલા સુંદર છે કે વધારે સ્ટાઈલિંગની જરૂર નથી પડતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બોલિવૂડની આ અભિનેત્રીઓના નેચરલી વાળ છે લાંબા અને કાળા, જેમાં આ અભિનેત્રીના વાળ તો ઢીંચણ કરતા પણ નીચે"
ટિપ્પણી પોસ્ટ કરો