કરીના છે પ્રેગનન્ટ, બીજીવાર બનશે માતા
બોલિવૂડના સૌથી ફેમસ સ્ટાર કિડ્સ તેમુર અલી ખાનને હવે ટૂંક સમયમાં જ નાનો ભાઈ કે બહેન મળવાના છે. જી હા કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બીજી વાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
આ વાત કોઇ અટકળ નથી પરંતુ ખુદ સૈફ અલી ખાન અને સોહા અલી ખાને આ ન્યૂઝને કન્ફર્મ કર્યા છે.
કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનેન્ટ છે અને ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપવાની છે આ અંગે સોહા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે, જેમાં સેફ અલી ખાન નો ફોટો શેર કર્યો છે અને નીચે કરીના કપૂરને સ્વસ્થ રહેવા અને હેલ્ધી રહેવા શુભકામના આપી ગુડ ન્યુઝ માટે શુભેચ્છા આપી છે.
આ પહેલા સૈફ અલી ખાને પણ તેમના પરિવાર ના મોટા થવાના સમાચાર શેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સેફ અલી ખાન અને કરિના કપૂર ખાને વર્ષ 2012માં લગ્ન કર્યા હતા ત્યારબાદ તેમનું પહેલું સંતાન એટલે કે તેમુર અલી ખાનનો 2016માં જન્મ થયો છે. સૈફ અને કરીના નો દીકરો તેમુર સૌથી લોકપ્રિય સ્ટાર છે તેના ફોટા અને વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા હોય છે તેવામાં હવે તેમુર અલી ખાન ને ભાઈ અથવા બહેન મળશે આ વાત પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
સેફ અલી ખાન આ ચોથી વખત પિતા બનવા જઈ રહ્યો છે. આ પહેલા એક મુલાકાત દરમિયાન કરિના કપૂર ખાને પણ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં બીજા બાળકો અંગે વિચારશે તેવામાં હવે સૈફ અલી ખાને સત્તાવાર રીતે જણાવી દીધું છે કે તેમનો પરિવાર મોટો થઈ રહ્યો છે, એટલે કે કરીના કપૂર ખાન પ્રેગનેન્ટ છે અને બાળકને જન્મ આપવાની છે.
કોરોના વાયરસ ફેલાયા બાદ જાહેર થયેલા લોકડાઉનમાં અન્ય બોલિવૂડ સ્ટાર્સની જેમ કરીના કપૂર ખાન પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તે ઇન્સ્ટાગ્રામ પર પણ અવારનવાર પોતાના વીડીયો અને ફોટો શેર કરતી રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "કરીના છે પ્રેગનન્ટ, બીજીવાર બનશે માતા"
ટિપ્પણી પોસ્ટ કરો