ગુજરાતમાં અહીંનું જાણીતું મંદિર ભક્તો માટે ખુલ્યુ, દર્શનાર્થીઓએ કરવાનું રહેશે આ કામ
ગુજરાતમાં દર્શનાર્થીઓ માટે કોરોનાના કારણે બંધ કરવામાં આવેલું પ્રસિદ્ધ ડાકોર મંદિર આજથી એટલે કે 19 ઓગસ્ટથી ખૂલ્યું છે. ભક્તોએ દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શ્રદ્ધાળુઓ માટેની ગાઈડલાઈનમાં નક્કી કરાયું છે કે અત્યારે સુરતમાં કોરોનાનો કહેર વધારે હોવાના કારણે મંદિરમાં સુરતના શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે.
ડાકોર મંદિરની કમિટીએ એક યાદીમાં જણાવ્યું હતું કે સરકારની ગાઈડલાઇન પ્રમાણે ડાકોર મંદિર 19 ઓગસ્ટ એટલે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ માટે ભક્તોએ મંદિરની વેબસાઈટ કે મંદિરની મોબાઇલ એપ પર રજીસ્ટ્રેશન કરાવીને ઈ-ટોકન મેળવવાનું રહેશે. આ ટોકન દર્શન પ્રવેશદ્વારે બતાવ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ અહીં દર્શનાર્થે આવનારા તમામ શ્રદ્ધાળુઓએ તમામ નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.
દર્શનાર્થીઓએ આધાર કાર્ડ સાથે રાખવું જરૂરી
મંદિરમાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ પોતાનું આધાર કાર્ડ પણ સાથે લાવવાનું રહેશે. દર્શનાર્થીઓએ વાહનો કે અન્ય સ્થળે પગરખા મૂકીને જ દર્શન કરવા આવવું પડશે. પરિસરમાં પગરખા સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં.
મંદિરમાં દર્શનાર્થીઓનું થશે ચેકિંગ
મંદિરમાં પ્રવેશ અપાતા પહેલાં તમામ ભક્તોનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. એટલે કે તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કોઈ વ્યક્તિ બીમાર જણાય તો તેને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસરની આસપાસ કોરોનાના કેસ વધતા 20 જુલાઈથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરાયા હતા. આજે લગભગ 30 દિવસ બાદ મંદિરને ભક્તોને માટે ફરીથી ખોલવામાં આવ્યું છે. પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તકેદારીના તમામ પગલાં લેવાયા છે.
આ કારણે પ્રસિદ્ધ છે ડાકોરનું મંદિર
આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. ઘણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદ રુપે ભગવાનને માખણ, મિસરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે. અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતમાં અહીંનું જાણીતું મંદિર ભક્તો માટે ખુલ્યુ, દર્શનાર્થીઓએ કરવાનું રહેશે આ કામ"
ટિપ્પણી પોસ્ટ કરો