આ સુંદરીઓને ડેટ કરી ચુક્યા છે સૈફ, કરીનાથી પણ સુંદર હતી ઇટલીવાળી ગર્લફ્રેન્ડ
જયારે વાત બોલીવુડના પોપ્યુલર સ્ટાર્સની થાય તો સૈફ અલી ખાનનું નામ જરૂર આવે છે. સાથે જ એમનું નામ બોલીવુડના સૌથી અમીર સેલેબ્સમાં પણ શામેલ થાય છે. સૈફે હાલમાં જ ૧૬ ઓગસ્ટના રોજ પોતાના ૫૦ માં જન્મદિવસની ઉજવણી કરી છે. જણાવી દઈએ, કે સૈફ અલી ખાન દિવંગત ક્રિકેટર મન્સુર અલી ખાન અને અભિનેત્રી શર્મિલા ટાગોરના દીકરા છે. સૈફ પટૌડી ખાનદાનના દસમાં નવાબ છે.

આ રીતે થઇ હતી મુલાકાત
કહેવાય છે કે ફિલ્મ જબ વી મેટના સેટ પર જ શાહીદ અને કરીનાનું બ્રેકઅપ થઇ ગયું હતું. એ દરમિયાન કરીના સૈફ સાથે ફિલ્મ ટશનનું પણ શુટિંગ કરી રહી હતી. ટશનના સેટ પર જ પહેલી વાર કરીનાની મુલાકાત સૈફ સાથે થઇ હતી. સેટ પર કરીનાની મુલાકાત રોજ સૈફ સાથે થવા લાગી અને બંને વચ્ચે ધીમે ધીમે નિકટતા વધવા લાગી. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. પછી એક દિવસ સૈફે કરીનાને લગ્ન માટે પ્રપોજ કરી દીધી અને કરીના પણ પોતાને હા કહેવાથી ના રોકી શકી. જોકે, કરીના જણાવી ચુકી છે કે હા કહેવા માટે એમણે થોડો સમય લીધો હતો.
અમૃતા હતી પહેલી પત્ની
કરીના સાથે લગ્ન પહેલા સૈફ અલી ખાનએ અમૃતા સિંહે લગ્ન કર્યા હતા. બંનેએ આ લગ્ન છુપાઈને કર્યા હતા. એમના આ લગ્નથી ઘરના લોકો ઘણા નારાજ થયા હતા, કારણકે અમૃતા ઉંમરમાં સૈફથી ઘણી મોટી હતી. પણ ધીમે ધીમે વાત સેટ થઇ અને એ એક ખુશહાલ જીવન વિતાવવા લાગ્યા. હિંદુ પરિવારથી અમૃતાએ સૈફ સાથે લગ્ન માટે ઇસ્લામ ધર્મ કબુલ્યો હતો. જોકે, લગ્નના થોડા વર્ષ પછી જ બંને વચ્ચે તકરાર થવા લાગી અને પછી એક દિવસ એમના છૂટાછેડાની ખબર સામે આવી. સૈફ અને અમૃતાના બે બાળકો છે સારા અને ઈબ્રાહીમ.
ઈટલીની મોડેલ સાથે અફેયર

સૈફ સાથે બ્રેકઅપ પછી રોજાએ એક ઈન્ટરવ્યું આપ્યું હતું, જે સાંભળીને ફેંસ હેરાન થઇ ગયા હતા. રોજાએ જણાવ્યા મુજબ, એ જાણતી ના હતી કે સૈફના પહેલા લગ્ન થઇ ચુક્યા છે. એ તલાકશુદા છે અને એમના બે બાળકો પણ છે. એમને એ વાતની ત્યારે ખબર પડી જયારે એ ઇન્ડિયા આવી. એ પછી રોજાએ સૈફથી અલગ થવાનો નિર્ણય કર્યો.રોજાથી બ્રેકઅપ પછી જ સૈફ કરીના વચ્ચે નિકટતા વધવા લાગી, એ પછી વર્ષ ૨૦૧૨ માં બંનેએ લગ્ન કરી લીધા. અત્યારે બંનેનો એક દીકરો તૈમુર અલી ખાન છે. તો હાલમાં કરીનાની બીજી પ્રેગનેન્સીને પણ ખબરો આવી રહી છે. ખુદ સૈફે એ વાતનું એલાન કર્યું હતું કે એ અને કરીના ફરીથી પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે.

0 Response to "આ સુંદરીઓને ડેટ કરી ચુક્યા છે સૈફ, કરીનાથી પણ સુંદર હતી ઇટલીવાળી ગર્લફ્રેન્ડ"
ટિપ્પણી પોસ્ટ કરો