સિઝલિંગ ભાજીપુલાવ – રસોડામાં રહેલ સામગ્રીમાંથી ઇઝી અને સરળ રીતે બનાવો

સિઝલિંગ ભાજીપુલાવ

આ રેસિપી રસોડામાં રહેલ સામગ્રીમાંથી ઇઝી અને સરળ રીતે બને છે. અને મે તેને વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી બનાવી છે, ભાજીપાવ.

ભાજીપાવ શબ્દ સાંભળ્યો જ હશે બોમ્બેનું જાણીતું ફૂડ છે ત્યાં લોકો ઘરે ઘરે બનાવે છે અને તેને આપણે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઓળખીયે છે.

આમ તો ભાજીપાવ બાળકોથી લઈને વડીલોને ખુબ જ ભાવે છે પણ જ્યારે આપણે ત્યાં ભાજીપાવ ની ભાજી વધી હોઈ તો વિચારતા હોય છે કે શું બનાવે તો આજે થોડું નવું લઇ ને બનાવ્યું છે અને ભાજીપુલાવ.

છે ને દોસ્તો ડિફરન્ટ આપની રેસીપી ભાજીમાંથી બનતું સિઝલિંગ ભાજી પુલાવ

સામગ્રી

  • 1 વાટકો ભાજી (left over)
  • 1 વાટકો રાઇસ
  • 2 કપ પાણી
  • 1 કપ મિક્ષ વેજ
  • (વટાણા, ગાજર, બટાકા,, કોર્ન )
  • 1કપ કટ ઓનિઓન
  • 1 કપ કટ સિમલા મિર્ચ
  • 1 કપ કટ ટામેટા
  • 4 સ્પૂન બટર
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન મરચું
  • 1/2 કપ કાજુ
  • 1/2 સ્પૂન હળદર
  • 1 સ્પૂન મીઠું
  • 1/2 કપ પનીર
  • 2 સ્પૂન પુલાવ મસાલો
  • કોથમીર
  • સર્વ કરવા દહીં એન્ડ સલાડ

રીત:-

એક પેનમાં પાણી ગરમ કરો તેમાં 1કપ રાઈસ હોઈ તો 2કપ પાણી જોઈ રાઇસ એન્ડ મિક્ષ વેજ બોઈલ કરો.

તેમાં મીઠું, તજ અને લવિંગ નાખવાનું તેના કારણે ટેસ્ટ સરસ આવે છે.

એક પેન મા બટર ગરમ કરો તેમાં જીરું નાખો તેમાં કાજુ-દ્રાક્ષ નાખો.

હવે તેમાં ડુંગરી અને સિમલા મિર્ચ નાખી હલવો 2 મિનિટ માટે ફ્રાય કરો

પછી તેમાં પેનમાં ભાજી નાખજો પછી તેમાં હળદર, મીઠું, મરચું અને પુલાવ મસાલો નાખો, અને તેને બરાબર મિક્ષ કરો.

હવે તેમાં પનીર નાખો પછી તેમાં બોઈલ મિક્ષવેજ વાળા રાઈસ નાખીને મિક્ષ કરો. ભાજી અને રાઇસ.

એક સિઝલિંગ પ્લેટ ને ગરમ કરો તેમાં પર કોબીજનાં પત્તા મુકો અને તેના પર ભાજી પુલાવ સર્વ કરો.

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

0 Response to "સિઝલિંગ ભાજીપુલાવ – રસોડામાં રહેલ સામગ્રીમાંથી ઇઝી અને સરળ રીતે બનાવો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel