શરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ…
શરીરમાં સાંધામાં થતા દુઃખાવાને દવા વગર ઘરેલૂ ઉપચારથી કરો દૂર
ગઠિયા એક એવો રોગ છે, જે થવાથી શરીરનાં સાંધામાં દુઃખાવો શરૂ થવા લાગે છે. આ રોગ થવાનું કારણ શરીરમાં યૂરિક એસિડ વધવાનું છે. તે વધવાથી શરીરનાં સાંધામાં નાના-નાના ક્રિસ્ટલ જમા થવા લાગે છે, જેના લીધે સાંધામાં દુઃખાવો થાય છે. તે સિવાય આ સમસ્યા થવાથી સાંધામાં સોજા આવી જાય છે અને દર્દીને હલન-ચલન કરવામાં મુશ્કેલી પડે છે. આ રોગ ઘુટન, આંગળીઓમાં થયા પછી કાંડા, કોણી, ખભા પર દુઃખાવો શરૂ થાય છે. આ સમસ્યામાંથી જલ્દીથી છૂટકારો મેળવવા માટે ડોક્ટરની દવાની સાથે કેટલાંક ઘરેલૂ ઉપાય કરવાછી તમે આ દુઃખાવામાંથી રાહત મેળવી શકો છો.
બટેકાનો રસ
દરરોજ 100 મિ.લી બટાકાનો રસ પીવાથી દુઃખાવામાંથી છૂટકારો મળે છે, પરંતુ તેને ભોજન કરતા પહેલાં પીઓ.
સુંઠ
સુંઠ એટલે કે સુકાયેલું આદુ જે ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેને ગઠીયાની સમસ્યા હોય તેના માટે બહુ ફાયદાકારક છે. તેનું સેવન તમે ગમે ત્યારે કરી શકો છો. તેમજ સૂંઠ વા ના રોગો માટે સૌથી ઉત્તમ દવા છે. જે શરીરના કોઈ પણ અંગમાં દુખાવો થાય ત્યારે થોડુક સૂંઠનું ચૂરણ ફાંકી લેવું. તેનાથી દુ:ખાવાથી તરત જ રાહત મળશે.
એલોવેરા જેલ
ગઠિયાના કારણથી થતા દુઃખાવામાંથી રાહત મેળવવા માટે એલોવેરા જેલ તેના પર લગાવવું. તેનાથી તમને દુઃખાવામાં જલ્દી રાહત થઈ જાય છે.
લસણ
ગઠિયાના દર્દીઓ માટે લસણ બહુ ફાયદાકારક હોય છે. તો તમે તેનું સેવન કરવાનું પસંદ ન કરતા હોવ તો તેમાં સંચળ, જીરું, હીંગ, કાળા મરી અને સૂંઠ જેની વસ્તુઓને 2-2 ગ્રામ જેટલી લઈને પેસ્ટ બનાવીને એરંડાના તેલમાં ફ્રાય કરો. તેને દુઃખાવો થતો હોય તે જગ્યા પર લગાવો. લસણથી પેટનો દુ:ખાવો, ગઠિયા, ગળાની બીમારી વગેરેમાં પણ એક દવા જેવું કામ કરે છે.
એરંડાનું તેલ
સાંધામાં વધારે દુઃખાવો થતો હોય ત્યારે એરંડાના તેલની માલિશ કરવી. તેનાથી દુઃખાવામાં જલ્દીથી રાહત મળે છે અને સાથે સોજા પણ ઓછા થઈ જાય છે.
સ્ટીમ બાથ
ગઠિયાના દુઃખાવામાંથી છૂટકારો મેળવવા માટે સ્ટીમ બાથ લેવું અને પછી જૈતૂનનાં તેલથી માલિશ કરવી.
બથુઆના પાનનો રસ
ગઠિયાના દર્દીએ રાહત મેળવવા માટે પાલકના પાનનો રસ રામબાણ ઈલાજ છે. દરરોજ 15 ગ્રામ તાથા પાલકનાં પાનનો રસ પીવો પરંતુ તેના સ્વાદ માટે તમે કઈં મિક્સ કરી શકો છો. આ ઉપાય સતત ત્રણ મહિના સુધી કરનાથી હંમેશા માટે રાહત મળશે.
અજમાનું તેલ
10 ગ્રામ અજમાનું તેલ 10 ગ્રામ પિપરમેન્ટ અને 20 ગ્રામ કપૂર ત્રણને બરાબર રીતે મિક્સ કરીને એક બોટલમાં રાખો. જ્યારે પણ કોઈ પણ પ્રકારનો દુઃખાવો કે, માથાનો, કે કમરનો દુખાવો થાય ત્યારે અજમાનાં તેલનો ઉપયોગ કરવાથી તરત લાભ થાય છે. તેમજ તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવામાંથી રાહત મળે છે. અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા તથા શરીરના અન્યભાગોમાં થતાં દુખાવાને પણ દૂર કરે છે.
ગાજર
ગઠિયાના દુ:ખાવામાં ગાજર બહુ ફાયદાકારક છે. ગાજરને ગરમ પાણીમા ઉકાળીને પણ તેનું સેવન કરી શકાય છે. પરંતુ કાચા ગાજરનો રસ પીવાથી વધારે લાભ થાય છે. ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે. રોજ ગાજરનો રસ પીવાથી સાંધાના દુઃખાવામાંથી દુખાવાથી છુટકારો મળે છે. તેમા પણ જો આમળાનો રસ મિક્સ કરવામાં આવે તો તે વધુ ગુણકારી બની જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ…"
ટિપ્પણી પોસ્ટ કરો