રીસર્ચ મુજબ આ એક ગોળીથી બ્રેસ્ટ કેન્સર થઇ જાય છે એકદમ ગાયબ, કિમોથેરાપીની જરૂર નહીં પડે

ભારતમાં બ્રેસ્ટ કેન્સરના વધતા જતા કેસોમાં એક નવા અધ્યયનથી બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિલાઓમાં નવી આશા ઉભી થઈ છે. હમણાં સુધી, દેશમાં સ્તન કેન્સરથી પીડિત મહિલાઓને કીમોથેરપીની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલ હોર્મોનલ થેરેપીમાં આપવામાં આવેલી એક ગોળી ‘કૈમોક્સ્ગન’ બ્રેસ્ટ કેન્સરને દૂર કરી શકે છે.

દિલ્હીના ઇન્દ્રપ્રસ્થ પોલો હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજીની સિનિયર સલાહકાર ડો.રમેશ સરીને આઇએએનએસ સાથેની એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે, “દેશમાં ધીમે ધીમે વધતા બ્રેસ્ટ કેન્સરના ૭૦% માંથી ૩૫ ટકા પ્રારંભિક તબક્કે આવે છે,” જ્યારે આ આંકડો વિદેશમાં 70 ટકા છે. આ 35 ટકા મહિલાઓ માટે નવું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, જો તેઓ આ ટેસ્ટ કરશે તો પછી તેમને કેમોથેરાપીની જરૂર નહીં પડે.”

image source

આ નવા ટેસ્ટને હોર્મોલ થેરેપી કહેવામાં આવે છે. આ ટેસ્ટ પોઝિટિવ આવે તો કેમોક્સગન નામની એક ગોળી આપવામાં આવે છે જેનાથી 90થી 95 ટકા લોકો એકદમ સાજા થઈ જાય છે. પરંતુ ટેસ્ટ પછી ખબર પડે છે કે ટ્યુમર હોર્મોન્સના સંપર્કમાં આવશે કે નહિ. આથી જ તમારે દર મહિને બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામ કરવું જરુરી છે. આ પરીક્ષણથી તમને બ્રેસ્ટ કેન્સર છે કે નહિ તે શરૂઆતના જ તબક્કામાં માલૂમ પડી જશે. કઈ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ. સ્તનની જાતે જ તપાસ કરવા માટે કયા લક્ષણો દેખાય તો ગંભીરતાથી લેવા જોઈએ એ જાણવુ તમારા માટે જરૂરી છે.

image source

કેમોથેરાપીની આડ અસર

  • મહિલાઓના વાળ ખરવા
  • બ્રેસ્ટ કાઢવા પડી શકે છે
  • મોઢાનો ટેસ્ટ બદલાય જાય છે
  • ખાવાનું ખાવામાં તકલીફ થાય છે
  • ઊલટી થાય છે

image source

માત્ર અમેરિકામાં જ થાય છે આ ટેસ્ટ

વધુમાં ડો. સરીને કહ્યું કે આ ટેસ્ટ માત્ર અમેરિકામાં એક જ જગ્યાએ થાય છે. અત્યારે ભારત સહિત યુરોપના ઘણાં દેશોમાં આ ઈલાજ ઉપલબ્ધ નથી. પણ અહીંથી કેન્સરના ટિશ્યૂઝ ત્યાં મોકલાવી શકાય છે, જે ખરાબ નથી થતાં અને સરળતાથી ત્યાં પહોંચાડી શકાય છે અને 2 અઠવાડિયામાં તેની રિપોર્ટ આવી જાય છે. રિપોર્ટ પોઝિટિવ આવે તો બ્રેસ્ટ કેન્સરથી પીડિત મહિલઓને કીમોથેરાપીથી છુટકારો મળી શકે છે.

image source

રાખવું આ વાતોનું ખાસ ધ્યાન

જો તમે મેમોગ્રાફી ન કરાવી શકતા હોવ તો સેલ્ફ ટેસ્ટમાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો. તમને કોઈપણ પ્રકારનો બદલાવ દેખાય તો ચેતી જવું. કોઈપણ વાત અસાધારણ લાગે તો ચેતી જાવ. સ્તનની સ્કિનમા કંઈ અસામાન્ય લાગે તો સાવધાન થઈ જાવ. સોથી જરૂરી વાત, જો નિપલને ટચ કર્યા વિના તેમાંથી કોઈ તરલ પદાર્થ નીકળતો હોય તો તેને ગંભીરતાથી લો, નજર અંદાજ ન કરશો.અને તમારા કોઈ અંગત ડોક્ટર જોડે જઈ એની સારવાર કરાવો.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "રીસર્ચ મુજબ આ એક ગોળીથી બ્રેસ્ટ કેન્સર થઇ જાય છે એકદમ ગાયબ, કિમોથેરાપીની જરૂર નહીં પડે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel