ગણેશ ચતુર્થી ૨૦૨૦: ક્યારે છે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુર્હુત, પૂજા વિધિ અને વિસર્જનનો સમય
ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણપતિ બાપ્પાનો જન્મદિવસ ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. તેને વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી ૨૨ ઓગસ્ટ, શનિવારે છે. આ દિવસે ભગવાન ગણેશની એક પ્રતિમા દરેક ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે અને બીજા દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવશે.
image source
ગણેશ વિસર્જનનો સમય
કોરોના કાળને કારણે, આ વખતે કોઈ સાર્વજનિક કાર્યક્રમો નહીં થાય, શારીરિક અંતરને પગલે મર્યાદિત સંખ્યામાં જ ભક્તોને પણ મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે. જયપુરના પાલ બાલાજી જ્યોતિષ સંસ્થાના નિર્દેશક જ્યોતિષવિદ્યા અને જન્માક્ષર વિશ્લેષક અનિશ વ્યાસે જણાવ્યું હતું કે, 10 દિવસ ગણપતિની પૂજા કર્યા પછી, ગણપતિ બાપ્પાને મંગળવાર, 01 સપ્ટેમ્બરના રોજ વિસર્જન કરવામાં આવશે. તે દિવસ અનંત ચતુર્દશી છે. આ વખતે ગણેશોત્સવ કોરોના રોગચાળાને કારણે સંપૂર્ણપણે અલગ થવા જઈ રહ્યો છે. ભક્તોને જાહેર કાર્યક્રમો યોજવાને બદલે તેમના ઘરે ગણેશોત્સવની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે.
image source
ગણેશ ચતુર્થી ૨૨ ઓગસ્ટ ના રોજ
ગણેશ ચતુર્થીનો તહેવાર ૨૨ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ઉજવાશે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થી પર, લોકો ગણપતિ બાપ્પા ને તેમના ઘરે લઇ જાય છે અને તેમને સ્થાપિત કરે છે અને વિધિ વિધાન દ્વારા તેમની પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે ગણપતિજી વિધિ વિધાન દ્વારા સ્થાપિત ન કરવાથી બિરાજમાન થતા નથી અને ન તો એમના આશીર્વાદ મળે છે.
image source
ગણેશ ચતુર્થીનું શુભ મુર્હુત
ગણેશ પૂજન માટે મધ્યાન્હ મુર્હુત ૧૧.૦૬.૦૪ થી ૧૩.૩૯.૪૧ સુધી
સમયગાળો – ૨ કલાક ૩૩ મિનીટ
image source
ગણેશ ચતુર્થી સ્થાપના વિધિ
જ્યોતિષાચાર્ય અનિષ વ્યાસે જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થી પર સ્નાન વગેરે કર્યા પછી શુધ્ધ કપડા પહેરીને ભગવાન ગણેશની મૂર્તિ લાવવી જોઈએ. ગંગાના જળથી સાફ કરો અને તેના ઉપર લાલ અથવા લીલા રંગનો સ્વચ્છ વસ્ત્ર પાથરવું. ભગવાન ગણેશની મૂર્તિ પર ગંગાજળનો છંટકાવ કરવો. ભગવાન ગણેશને જનેઉં ધારણ કરાવવી અને ડાબી બાજુ અખંડ રાખીને કળશ સ્થાપિત કરવું. કળશ પર સ્વસ્તિકનું પ્રતીક પણ બનાવવું. કળશમાં પાન અને નાળિયેરને દોરો બાંધીને કળશ પર મૂકો. કળશ સ્થાપના પછી ગણપતિ બાપ્પાને દુર્વા, ફૂલ માળા અર્પણ કર્યા પછી તેમને પંચમેવા અને મોદક અર્પણ કરો. ભગવાન ગણેશને ફૂલો, માળા, રોલી વગેરે અર્પણ કરો. ભગવાન ગણપતિને હવે રોલીથી તિલક કરવું. તિલક કર્યા પછી ગણેશની સામે અખંડ દીવો પ્રગટાવો અને તેને જમણી બાજુ રાખી દેવો. હવે ભગવાન ગણેશની આરતી કરવી.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "ગણેશ ચતુર્થી ૨૦૨૦: ક્યારે છે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુર્હુત, પૂજા વિધિ અને વિસર્જનનો સમય"
ટિપ્પણી પોસ્ટ કરો