હેલ્મેટનો નવો નિયમ: કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયે બદલ્યો નિયમ, હેલ્મેટ હશે તો પણ ભરવાનો રહેશે દંડ

કેન્દ્ર સરકાર એક એવી યોજના ઉપર કામ કરી રહી છે જેનાથી ટુવ્હીલર લોકલ ક્વોલિટીના હેલ્મેટ ઉપર ચલણ કપાશે. આ નિયમ લાગુ થયા બાદ જો કોઈ ટુવ્હીલર ચાલક લોકલ હેલ્મેટ પહેરીને બહાર નીકળશે તો તેને દંડ ભરવો પડશે.  દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા બધા નિયમો કડક કરવામાં આવ્યા હતા ત્યારે હવે હલકી હેલ્મેટ પહેરવું ભારે પડી શકે છે. સરકાર આ મુદ્દે નવો કાયદો અમલમાં લાવી રહી છે જેના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

image source

હવે ગમે ત્યાંથી હેલ્મેટ ખરીદવું ભારે પડી શકે છે.

કેન્દ્ર સરકાર એવી યોજના પર કામ કરી રહી છે કે જેમાં દ્વિચક્રી વાહનો પર હલકી ગુણવત્તાનું હેલ્મેટ પહેરવા પર દંડ ભરવો પડશે. આ નિયમ લાગૂ કરવામાં આવે તો હલકી ગુણવત્તાનું હેલ્મેટ પહેરીને બહાર નીકળવા પર દંડ ભરવો પડશે. કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે ટૂ-વ્હીલર વાહનોમાં BISના માપદંડો અનુસારના હેલ્મેટ પહેરવા અનિવાર્ય રહેશે.

image source

1 માર્ચથી લાગુ થઈ શકે છે નવો નિયમ

નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે આ હેલ્મેટના ઉત્પાદન અને વેચાણ માટે પણ નવો નિયમ લાગુ કરી શકે છે. સાથે જ લોકલ હેલ્મેટના મેન્યુફેક્ચરિંગ ઉપર દંડ અને જેલની સજાની જોગવાઈ છે. 1 માર્ચ 2021 થી આ નિયમ દેશભરમાં લાગુ થઈ શકે છે.

image source

હેલ્મેટ ઉપર BIS ચિન્હ પ્રિન્ટ કરવું ફરજિયાત રહેશેઃ

નિયમ લાગૂ થઇ ગયા પછી જે તે હેલ્મેટ પર ક્વોલિટી માપદંડ અનુસાર દરેક હેલ્મેટ પર BIS વિનિયમ, 2018 અનુસાર ભારતીય માનક બ્યુરો દ્વારા એક લાયસન્સ હેઠળ લોગો પ્રિન્ટ કરેલ હોવું અનિવાર્ય રહેશે. જો આ હેલ્મેટની નિકાસ કરવામાં આવે છે તો તેના પર વિદેશી ગ્રાહકની માંગ અનુસાર જ હેલ્મેટનું ઉત્પાદન કરવાની છૂટ આપવામાં આવી છે.

image source

સરકારને સુચનો મોકલવા માટે છે 30 દિવસનો સમયઃ

આ નોટિફિકેસ અંતર્ગત પરિવહન મંત્રાલયે 30 જુલાઈએ અધિસૂચના રજૂ કરી આપત્તિ અને સુચનો માંગવામાં આવ્યા છે. લોકો અને સંબંધિત કંપનીઓની સુચનાઓ આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તમે પણ આ સંબંધે સરકારને કોઈ સુચના આપવા માંગો છો તો લેટર લખીને કે ઈ-મેઈલ મોકલી શકો છો.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "હેલ્મેટનો નવો નિયમ: કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયે બદલ્યો નિયમ, હેલ્મેટ હશે તો પણ ભરવાનો રહેશે દંડ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel