અમિતાભ બચ્ચના ચાહકો માટે ખુશખબર

લાંબા સમયથી મીડિયામાં અમિતાભ બચ્ચનને લઈને રોજ ચાલતી ચર્ચાઓનો આખરે અંત આવ્યો છે. ઘણા સમય પછી બચ્ચન પરિવારમાં જાણે ખુશીના સમાચાર આવ્યા છે. નાણાવટી હોસ્પીટલમાં લાંબા સમયથી સારવાર લઇ રહેલા અમિતાભ બચ્ચનનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જો કે હજુ પણ અભિષેક બચ્ચન સારવાર હેઠળ છે. એમને હજુ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા નથી.

બીગ-બીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

image source

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ૧૧ જુલાઈના દિવસથી નાણાવટી હોસ્પીટલમાં કોરોના વાયરસની સારવાર લઇ રહ્યા હતા. આટલા દિવસની સારવાર પછી બીજી ઓગસ્ટ એટલે કે આજે એમનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આજે એમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે અભિષેકનો રીપોર્ટ હજુ પણ પોઝીટીવ હોવાથી એમને રાજા આપવામાં આવી નથી. એ હજુ પણ નાણાવટી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા આરાધ્યા અને એશ્વર્યાને પણ રજા આપી દેવામાં આવી છે.

અભિષેક બચ્ચને ટ્વીટ કરીને માહિતી આપી

અમિતાભનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા જ અભિષેક બચ્ચને બે ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં એમણે જણાવ્યું હતું કે એમના પિતાનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને એમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. હવે તેઓ ઘરે જઈને આરામ કરશે. આ સાથે એમણે અમિતાભ માટે પ્રાથના કરનાર દરેક ચાહકોનો આભાર પણ માન્યો હતો. આ સાથે જ બીજી ટ્વીટમાં એમણે જણાવ્યું હતું કે, કોમોર્બિડિટીને કારણે એમનો પોતાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને એ હજુ પણ નાણાવટી હોસ્પીટલમાં જ સારવાર હેઠળ રહેશે. આ સાથે ફરીથી એમણે શુભેચ્છાઓ અને પ્રાથના માટે અભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ આટલા બધા પ્રેમ માટે હું હંમેશા ઋણી રહીશ.

૨૩ જુલાઈએ ટેસ્ટ નેગેટીવ હોવાની વાત આફવા

અમિતાભ બચ્ચન જ્યારે સારવાર હેઠળ હતા ત્યારે ૨૩ જુલાઈના દિવસે એવી વાતો પણ મીડિયામાં આવી હતી કે અમિતાભ બચ્ચનનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જો કે અમિતાભ બચ્ચનના ટ્વીટને લઈને કરવામાં આવેલા આ ન્યુઝ ખોટા અને પાયા વિહોણા હતા.

૧૧ જુલાઈના દિવસથી હોસ્પીટલમાં હતા બીગ-બી

આપને જણાવી દઈએ કે ૧૧ જુલાઈના દિવસે અમિતાભ અને અભિષેક બંને બાપ દીકરાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે એના બીજા જ દિવસે એશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. આ દરમિયાન આખાય પરિવારમાંથી માત્ર જયા બચ્ચનનો કોરોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. કોરોનાનો ચેપ લાગ્યા પછી અભિષેક અને અમિતાભ બચ્ચનને તાત્કાલિક ધોરણે નાણાવટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

૨૭ જુલાઈના દિવસે એશ્વર્યાને રજા આપાઈ હતી

image source

એશ્વર્યા અને આરાધ્યને શરૂઆત તો એસિમ્પ્ટમેટિક એટલે કે કોઈ પણ પ્રકારના ગંભીર લક્ષણો વિનાનાં કોરોના પોઝિટિવ હોવાના કારણે બંને મા અને દીકરીને ઘરે જ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પણ થોડાક જ સમયમાં એમનામાં પણ તાવ અને કોરોનાના અન્ય લક્ષણ દેખાવા લાગ્યા હતા. પરિણામે ૧૭ જુલાઈના દિવસે એશ્વર્યા અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે માતા પુત્રીને ૨૭ જુલાઈના દિવસે ટેસ્ટ નેગેટીવ આવતા રજા આપી દેવામાં આવી હતી.

૨૬ જુલાઈથી બંગલાને ખોલવામાં આવ્યો હતો

image source

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાની સાથે જ પ્રોટોકોલ પ્રમાણે એમના સંપર્કમાં આવેલા તમામ લોકોના રીપોર્ટ પણ કરાવવામાં આવ્યા હતા. જેમાં એમના ઘરમાં કામ કરતા ૩૦ લોકોના કોરોના રીપોર્ટ પણ કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ અમિતાભના બંગલા જલસા સહીત અન્ય ત્રણ બંગલાઓ પણ સીલ કરીને સેનીટાઈઝ કરી દેવામાં આવ્યા હતા. જો કે ૨૬ જુલાઈના દિવસે આ બંગલા ફરી ખોલી દેવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "અમિતાભ બચ્ચના ચાહકો માટે ખુશખબર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel