શિવજીને પ્રસન્ન કરવા શ્રાવણમાં આ રીતે કરી લો મંત્રજાપ, અપાર સુખ મળશે
શ્રાવણ મહિનો અનેક કારણોસર ભગવાન શિવનો પ્રિય છે. આ સમયે આખું વાતાવરણ પવિત્ર અને ધાર્મિક બની જાય છે. આ મહિનામાં જે મંત્રોનો જાપ કરાય છે તે સિદ્ધ અને અસરકારક સાબિત થાય છે. આખા શ્રાવણ મહિનામાં આ ખાસ મંત્રોનું જાપ અને પૂજન શક્ય હોય ત્યાં સુધી રુદ્રાક્ષની માળાથી કરવું જોઈએ.

આ સિવાય ઘરમાં જો શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરવી જોઈએ. શ્રાવણ માસ ખુશીઓથી ભરપૂર હોય છે, જેમાં શિવજીની આરાધના કરવામાં આવે છે. આ માસમાં અમુક એવા મંત્ર છે જેનો જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે. શ્રાવણ માસમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અપાર પુણ્ય મળે છે.

“ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ”
મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદનો એક શ્લોક છે. મહામૃત્યુંજય મંત્ર ચમત્કારી અને શક્તિશાળી મંત્ર છે. શિવને મૃત્યુંજયના રૂપમાં સમર્પિત આ મહાન મંત્ર ઋગ્વેદમાં મળી આવે છે. જીવનની અનેક સમસ્યાઓમાંથી બહાર આવવામાં તમને રાહત આપે છે. શ્રાવણ માસમાં સવારે ધૂપ-અગરબત્તી કરીને ઓછામાં ઓછા 108 વાર આ મંત્રનો જાપ કરો. તમને અચૂક તેનો લાભ મળશે.

ॐ नमो भगवते वासुदेवाय ॐ गुरवे नमः.
ॐ गणपतये नमः. ॐ इष्टदेवतायै नमः.
इति नत्वा यथोक्तविधिना भूतशुद्धिं प्राण प्रतिष्ठां च कुर्यात्.
આ મંત્રનો 51 વખત જાપ કરવાથી તમને ક્યારેય પણ કોઈ ભય, ચિંતા અને દુઃખ નહિ આવે. સવારે ઉઠતા જ આ મંત્રના જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જાશે

ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि. धियो यो न: प्रचोदयात्.

ગાયત્રી મંત્રના 108 વખત ઉચ્ચારણથી ત્વચામાં ચમક આવે છે. ગાયત્રી મંત્રના પ્રભાવથી મન દરેક પ્રકારની બુરાઈથી દૂર રહે છે. આ મંત્ર વ્યક્તિના કષ્ટ અને દુઃખોને દૂર કરે છે.
ॐ कालभैरवाय नम:.’
ॐ भयहरणं च भैरव:.’
ॐ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं.’
ॐ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:.’
ॐ भ्रां कालभैरवाय फट्.’

આ ભૈરવ મંત્રનો જાપ તમારા સમસ્ત શત્રુઓનો નાશ કરે છે અને સ્વયંને જીવનના સંતુષ્ટ અને શાંતિનો અનુભવ કરાવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "શિવજીને પ્રસન્ન કરવા શ્રાવણમાં આ રીતે કરી લો મંત્રજાપ, અપાર સુખ મળશે"
ટિપ્પણી પોસ્ટ કરો