મિસાલ : આ છે આઇએએસ આરતી ડોગરા, જેમણે સાબિત કર્યું કે કદ નહિ સપનું મોટું હોવું જોઈએ
કોઈ પણ વસ્તુ મેળવવા માટે સાચી લગનની જરૂર હોય છે. હિમત હોવી જોઈએ. જો કાઈ કરવાની હિંમત હોય તો વ્યક્તિ ઉંચી ઉડાઈ એના બળે ભરી શકે છે. આઇએએસ અધિકારી આરતી ડોગરા, જેના ફોટા સોશ્યલ મીડિયા પર હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, એ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. આરતી ડોગરા રાજસ્થાન કૈડરની આઈએએસ અધિકારી છે. કોરોના સંકટમાં જે રીતે એ પોતાના કામમાં જુટાઈ છે, એના દરેક જગ્યાએ વખાણ થઇ રહ્યા છે.
મૂળ રૂપે આરતી ડોગરા ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનની નિવાસી છે. આરતીના પિતા કર્નલ રાજેન્દ્ર ડોગરા ભારતીય સેનામાં ઓફિસર છે. તો એમની માં કુમકુમ એક સરકારી સ્કુલમાં મુખ્ય શિક્ષિકા છે.
લોકો ઉડાવતા હતા મજાક
આરતી ડોગરાએ જણાવ્યા મુજબ, એમનું કદ નાનું હોવાને કારણે લોકો એની ખુબ જ મજાક ઉડાવતા હતા. એવા અઘરા સમયમાં એમના પરિવારે હમેશા એમનો સાથ આપ્યો. ફક્ત ભણવામાં જ નહિ, ખેલકૂદમાં પણ આરતી ડોગરા ઘણી સારી રહી છે. એટલે સુધી કે ઘોડેસવારી પણ એને આવડે છે.
દિલ્લીની ફેમસ લેડી શ્રી રામ કોલેજથી આરતી ડોગરાએ અર્થ શાસ્ત્રમાં ગ્રેડ્યુએશન કર્યું છે, આરતી રાજનીતિનો પણ હિસ્સો રહી છે. આરતી સંઘ વિદ્યાર્થી સંઘની ચૂંટણી પણ જીતી છે. આરતી ડોગરાએ વહીવટી સેવાનો ભાગ બનવાનું ક્યારેય વિચાર્યું પણ ન હતું. પછી તેને એક આઈએએસ અધિકારી પાસેથી પ્રેરણા મળી.
પ્રથમ પ્રયાસમાં જ સફળતા
એમણે સિવિલ સેવા પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. એમાં એને સફળતા પણ મળી ગઈ. વર્ષ 2006 માં, તેણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ ઇન્ટરવ્યુને પાસ કરી લીધું. આરતી ડોગરા અત્યારે અજમેરની કલેક્ટર છે. આ પહેલા તે રાજસ્થાનના બિકાનેર અને બુંદી જિલ્લામાં કલેક્ટર તરીકે સેવાઓ આપી ચુકી છે. તેમણે આ જિલ્લાઓમાં બંકો બિકાનો નામનું એક અભિયાન શરૂ કર્યું હતું.
આ અભિયાન હેઠળ લોકોને ખુલ્લામાં શૌચ ન જવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. આ અભિયાન હેઠળ ગામના ઘણા ઘરોમાં પાકા શૌચાલય બનાવવામાં આવ્યા હતા. આ અભિયાન પર ખુદ આરતી જ નજર રાખી રહી હતી. આ અભિયાનની વિશેષતા એ હતી કે સોફ્ટવેયર દ્વારા એનું મોનીટરીંગ આરતી ડોગરા કરાવી રહી હતી. આ અભિયાનને 195 પંચાયતોમાં સફળતા મળી હતી. એના માટે આરતી ડોગરાનું સમ્માન પણ કરવામાં આવ્યું હતું.
સર્વત્ર મળી પ્રશંસા
જ્યારે આઈએએસ અધિકારી તરીકે આરતી ડોગરાની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારે એનું કદ 3 ફૂટ 6 ઇંચ હોવાને કારણે દેશભરમાં એને લઈને ચર્ચા થઇ હતી. આઈએએસની જવાબદારી સંભાળ્યા પછી આરતી ડોગરાની કાર્ય પદ્ધતિ વખાણલાયક છે. તેણે અનેક પ્રકારના કામ પણ કર્યા છે. એટલે સુધી કે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ પણ તેમની પ્રશંસા કરી ચુક્યા છે.
આરતી ડોગરાને અત્યાર સુધીમાં ઘણા રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચુક્યા છે. આરતીએ સમાજમાં પરિવર્તન માટે ઘણાં મોડેલ પણ રજૂ કર્યા છે અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેની પ્રશંસા કરી ચુક્યા છે. આરતી ડોગરાએ એ સાબિત કરી બતાવ્યું છે કે તમારા કદ, તમારા રંગ અને તમારા દેખાવથી તમારી ઓળખ નથી હોતી, પણ સાચી ઓળખ તમારી ક્ષમતા, તમારી પ્રામાણિકતા અને તમારા વિચારો દ્વારા થાય છે. એ બધાથી વધારે તમારી ઓળખ તમારા પ્રયત્નોથી થાય છે.
0 Response to "મિસાલ : આ છે આઇએએસ આરતી ડોગરા, જેમણે સાબિત કર્યું કે કદ નહિ સપનું મોટું હોવું જોઈએ"
ટિપ્પણી પોસ્ટ કરો