આ રજવાડી ટ્રેનમાં બેસીને કરો મસ્ત પ્રવાસ, જાણો કેટલું છે આ ગોલ્ડન ટ્રેનનું ભાડુ
લકઝરી ટ્રેનની વાત થતાં જ સૌથી પહેલા આપણને દુરંતો, શતાબ્દી અને રાજધાની ટ્રેનની યાદ આવે, પરંતુ શું આપને એવી કોઇ ભારતીય ટ્રેન વિશે ખબર છે? જેમાં ફાઇવ સ્ટાર હોટેલ જેવી તમામ સુવિધાઓ હોય અને તેનું ભાડું પણ લાખોમાં હોય. વાત થઇ રહી છે શાહી ઠાઠ ધરાવતી ભારતીય ગોલ્ડન ચેરિયટ ટ્રેનની. આ ટ્રેન એટલી ભવ્ય છે કે, તેને જોયા બાદ તેના પરથી નજર નથી હટતી.
ટ્રેનમાં કોચ
ગોલ્ડન ચેરિયટ ટ્રેનની શરૂઆત કર્ણાટક સ્ટેટ ટૂરિઝમ ડેવલમેન્ટ કોર્પોરેશન (KSTDS)એ કરી હતી. 21 ડબ્બાવાળી આ ટ્રેનમાં 19 કોચ છે. જેમાં બે રેસ્ટોરન્ટ કોચ છે. આ ટ્રેનની શરૂઆત વર્ષ 2008માં થઇ હતી. આ લક્ઝરી ટ્રેનનું નામ ગોલ્ડન ચેરિટ રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે સુવર્ણ રથ.
ટ્રેનમાં 11 સલૂન
આ ટ્રેનમાં 11 સલૂન છે, જેમાં 44 એર કન્ડીશનર કેબિન છે. તેમાં 26 ટીન બેડ કેબિન અને એક ફિઝિકલી ચેલેન્જડ કેબિન છે.
મળી ચૂક્યો છે એવોર્ડ
પાટા પર ચાલતા આ ભવ્ય મહેલ જેવી ટ્રેનમાં જિમ, રેસ્ટોરન્ટ, કોન્ફરન્સ રૂમ, બાર લાઉન્જ તેમજ પરંપરાગત મસાજ રૂમ પણ છે. 2013માં આ ટ્રેન એશિયાની અગ્રણી લક્ઝરી ટ્રેનનો એવોર્ડ મેળવી ચૂકી છે.
8 દિવસની ટૂક
આ ટ્રેન 7 રાત્રિ અને 8 દિવસનું ટૂર પેકેજ આપે છે. આ યાત્રામાં યાત્રાળુંને બેંગાલુરૂ, વેલ્લૂર, કાબિની, બદામી, ગોવાના ભવ્ય નજારાનો દિદાર કરાવે છે.
5 સ્ટાર હોટલ જેવી સુવિધા
ટ્રેનની દરેક કેબિનમાં નાનકડા કબાટ પણ આપેલા છે. વેનિટી ડેસ્ક, એલસીડી ટીવી, ઇલેક્ટ્રીક સોકેટની સુવિધા ઉપરાંત યાત્રીઓ માટે પ્રાઇવેટ વોશરૂમ સહિત ફાઇવ સ્ટાર હોટેલ જેવી દરેક સુવિધા આપવામાં આવી છે.
ટ્રેનમાં રેસ્ટોરાં
આ કારમાં બે ડાઇનિંગ કાર એટલે કે રેસ્ટોરન્ટ છે, જેનું નામ નલ અને રૂચિ રાખવામાં આવ્યું છે. જ્યાં પ્રવાસી શાકાહારી અને માંસાહારી ભોજનની લિજ્જત માણે છે. આ બંને ડાઇનિંગ કાર અંદરથી ખૂબ જ સુંદર છે. તેના અંદરના ભાગમાં હમ્પી અને હલેબિડ મંદિરો જેવું જ સુંદર નકશી કામ કરાયું છે.
ટ્રેનમાં મસાજ રૂમ
આ ટ્રેનમાં પરંપરાગત આયુર્વેદિક મસાજ રૂમ પણ છે, જેનાથી યાત્રી દિવસભરનો થાક અને તણાવથી મુક્તિ મેળવે છે. પહેલા આ ટ્રેનનું નામ સ્ટોન ચેરિયટ ઓફ હમ્પી હતું ત્યારબાદ ગોલ્ડન ચેરિયટ રાખવામાં આવ્યું.
ટ્રેનમાં જિમ
ટ્રેનની અંદર સલૂનની નકશીમાં 12મી શતાબ્દીના હોસલ્યા મંદિરની વાસ્તુકલાની ઝલક જોવા મળે છે. ગોલ્ડન ચેરિયટના બધા જ કોચ એર કંડીશન અને વાઇ ફાઇની સુવિધાયુક્ત છે.
લાખો રૂપિયામાં છે ભાડુ
આ ટ્રેનમાં મદીરા નામનુ એક આલીશાન અને શાહી બાર લાઉંજ પણ છે. જેમાં મુસાફર શ્રેષ્ઠ કોકટેલનો આનંદ લઈ શકે છે. આ ટ્રેનમાં સફર માટે વર્તમાનમાં એક વ્યક્તિનું ભાડુ 3,20,000 રૂપિયા છે. સમય પ્રમાણે તેમાં ફેરફાર થતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ રજવાડી ટ્રેનમાં બેસીને કરો મસ્ત પ્રવાસ, જાણો કેટલું છે આ ગોલ્ડન ટ્રેનનું ભાડુ"
ટિપ્પણી પોસ્ટ કરો