લો બોલો, બે છોકરાઓ ઊંચા હોદા પર, તેમ છતાં માં એકલી રોડ પર દયનિય હાલતમાં, માથામાં પણ પડી ગઈ જીવાત અને પછી કર્યું…
પંજાબના ભટીંડા શહેરથી એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં અમુક લોકોએ રોડની સાઈડમાં આવેલા ખાલી મેદાનમાં એક 80 વર્ષની વૃદ્ધ મહિલાને દયનિય હાલતમાં જોઈ. વૃદ્ધ મહિલાની સ્થિતિ એટલી દયનિય હતી કે તેના માથામાં જીવાત પડી ગઈ હતી. લોકોએ પોલીસ અને એનજીઓને આ બાબતે જાણ કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તેના પરિવાર વિશે માહિતી બહાર આવી તો સૌ કોઈ ચોંકી ગયા હતા.
લોકોના કહેવા મુજબ 80 વર્ષની ઉપરોક્ત વૃદ્ધ મહિલા એક ખાનદાન પરિવારમાંથી હતી અને તેનો એક પુત્ર મોટો સરકારી અધિકારી અને બીજો પુત્ર રાજનેતા છે. માહિતી મુજબ ભટીંડાથી મુક્તસર ગામ જતા રોડના કિનારે આ મહિલા ખાલી મેદાનમાં એકલી જોવા મળી હતી અને તેની હાલત પણ જોઈ શકાય તેવી નહોતી જેથી સ્થાનિક લોકોએ પોલીસ અને એનજીઓને આ બાબતે માહિતગાર કર્યા હતા.
માહિતી મળતા જ પોલીસ અને એનજીઓ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વૃદ્ધ મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી હતી. લોકોના કહેવા મુજબ તે મહિલા છેલ્લા કેટલાક દિવસોથી હાથેથી ઈંટો અને છાપરાની આડશ મૂકી નાના એવા ખાંચામાં રહેતી હતી. રસ્તે જતા લોકોએ જ્યારે મહિલાની અતિ દયનિય સ્થિતિ જોઈ તો તેઓ પણ ભાવુક થઈ ગયા હતા. હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ મહિલાના પરિવારની શોધખોળ શરૂ કરવામાં આવી.
નવાઈની વાત એ હતી કે રોડના કિનારે ગંભીર સ્થિતિ સામે લડી રહેલી ઉપરોક્ત વૃદ્ધ મહિલાના પરિવારમાં બે પુત્રો છે અને બન્ને પુત્રો સમાજમાં મોભાનું સ્થાન ધરાવે છે. એટલું જ નહીં પણ તેની એક પૌત્રી પણ કલાસ વન અધિકારી છે. નોંધનીય છે કે ગત શુક્રવારે પોલીસ અને એનજીઓના સ્ટાફે આ વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી અને ત્યારબાદ સોશ્યલ મીડિયામાં આ મહિલાનો વિડીયો વાયરલ થયો હતો જેથી લોકોએ આ મહિલાના પરિવાર વિશે માહિતી આપી હતી.
મામલો ચગ્યા પછી વૃદ્ધ મહિલાનો એક પુત્ર આવ્યો હતો અને મહિલાને પોતાની સાથે ફરીદકોટ લઈ ગયો હતો પરંતુ ત્યાં સોમવારની સવારે જ મહિલાનું મૃત્યુ થઈ જતા પરિવારે ગુપચુપ રીતે તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. બીજી એક બાબત એ પણ જોવા જેવી છે કે ઉપરોક્ત વૃદ્ધ મહિલાની જે પૌત્રી કલાસ વન અધિકારી હતી તે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. જેના કારણે પોલીસ પણ આ મામલે વધુ કઈં બોલવા તૈયાર નથી અને કોઈ કેસ પણ નથી કરવામાં આવ્યો. સાથે જ મહિલાના પરિવારજનો પણ કશું કહેવા તૈયાર નથી.
બીજી બાજુ, સ્થાનિક લોકોમાંથી પણ પ્રશ્નો કરાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આખરે બે પુત્રોએ પોતાની વૃદ્ધ માંને આ રીતે કેમ છોડી દીધી ? માં બાપ મહેનત કરીને સંતાનોને ભણાવે ગણાવે છે જેથી તેના વૃદ્ધત્વના સમયમાં સંતાનો તેમની દેખરેખ રાખે પરંતુ જે રીતે મહિલાને ઘરમાંથી આ રીતે રોડ પર એકલી તરછોડી દેવામાં આવી હતી તે શરમજનક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "લો બોલો, બે છોકરાઓ ઊંચા હોદા પર, તેમ છતાં માં એકલી રોડ પર દયનિય હાલતમાં, માથામાં પણ પડી ગઈ જીવાત અને પછી કર્યું…"
ટિપ્પણી પોસ્ટ કરો