બાળપણમાં ખુબ જ સુંદર લાગતી હતી બોલીવુડની આ અભિનેત્રીઓ, જુઓ માં સાથે બાળપણની તસ્વીરો

આજકાલના સમયમાં બધા લોકો પર બોલીવુડનો નશો ચડેલો છે. લોકો પોત પોતાના મનગમતા કલાકારો વિષે જાણવા માટે ઉત્સુક રહે છે. પોતાના મનપસંદ કલાકારો વિષે ફેંસ બધી જ વાતો જાણવા ઇચ્છતા હોય છે. આજે અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની કેટલીક પ્રખ્યાત અભિનેત્રીના બાળપણના ફોટા દેખાડવા જઈ રહ્યા છે. જેમાં એ પોતાની માં સાથે દેખાઈ રહી છે. જેવું કે આપણે જાણીએ છે કે માં અને દીકરી વચ્ચેનો સંબંધ ઘણો ખાસ હોય છે. એક માં પોતાની દીકરીની ટીચર, મિત્ર અને હમરાજ બધું જ માનવામાં આવે છે. તમે બોલીવુડની આ અભિનેત્રીઓના બાળપણની ફોટો જોઇને એમ જ કહેશો કે આ અભિનેત્રીઓ બાળપણમાં ખુબજ સારી લાગતી હતી.

આલિયા ભટ્ટ


નાનકડી આલિયા ભટ્ટ પોતાની માં સોની રાજદાનના ખોળામાં બેઠી છે. આ બાળપણના ફોટામાં આલિયા એકદમ ક્યુટ લાગી રહી છે. આલિયાનું પોતાની માં સાથે ઘણું સારું બોન્ડીંગ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘રાજી’ માં ઓનસ્ક્રીન પણ માં દીકરીનો રોલ કરી ચુક્યા છે.

દીપિકા પાદુકોણ


આ ફોટામાં દીપિકા પાદુકોણ પોતાની માં ઉજ્જાલા પદુકોણ જોડે દેખાઈ રહી છે. એનું સુંદર હાસ્ય સીધું દિલને અસર કરે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશ્યલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને એ અવારનવાર પોતાના ઇન્સ્તાગ્રામ અકાઉન્ટ પર પોતાના બાળપણના ફોટા પોતાના ફેંસ વચ્ચે શેર કરતી રહે છે. એમના ફોટામાંથી આ પણ એક છે.

અનુષ્કા શર્મા


આ ફોટામાં અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની માં આશિમા શર્મા સાથે દેખાઈ રહી છે. એમની માં આશિમા શર્માએ તેડીને રમાડતી દેખાઈ રહી છે. તો અનુષ્કા શર્મા પણ બાળપણમાં ઘણી ક્યુટ હતી.

સારા અલી ખાન


આ ફોટામાં અભિનેત્રી સારા અલી ખાન પોતાની માં અમૃતા સિંહ સાથે દેખાઈ રહી છે. સારાનો આ ફોટો એના જન્મ સમયનો છે. આ ફોટામાં એની નાની પણ છે. સારા અલી ખાન ઘણીવાર પોતાના ઇન્સ્તાગ્રામ પર બાળપણની તસ્વીરો શેર કરતી રહે છે. એ જ ફોટામાંથી આ પણ એક છે.

જહાનવી કપૂર


આ ક્યુટ બાળપણના ફોટામાં જહાનવી કપૂર પોતાની માં શ્રીદેવીના ખોળામાં દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે શ્રીદેવી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી ખુબસુરત અને શ્રેષ્ઠ અદાકારા હતી. જહાનવી કપૂર ઘણીવાર પોતાની બાળપણની તસ્વીરો ફેંસ વચ્ચે શેર કરતી રહે છે.

સોનમ કપૂર


આ બાળપણની તસ્વીરમાં અભિનેત્રી સોનમ કપૂર પોતાની માતા સુનીતા કપૂર સાથે દેખાઈ રહી છે, એ સાથે એમની બહેન રિયા કપૂર અને ભાઈ હર્ષ પણ દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુનીતા કપૂરએ જયારે અભિનેતા અનીલ કપૂરે વિવાહ કર્યા હતા, એ પહેલા એ મોડલ હતી. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જયારે પણ મોસ્ટ ફેશનેબલ અભિનેત્રીઓનું નામ લેવામાં આવે તો એમાં અભિનેત્રી સોનમ કપૂરનું નામ ચોક્કસ શામેલ થાય છે. એમણે પોતાની માં સુનીતા કપૂરથી જ ફેશનેબલ દેખાવાનું શીખ્યું છે.

શ્રદ્ધા કપૂર


આ ફોટામાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની માતા શિવાંગી કપૂર સાથે દેખાઈ રહી છે.

0 Response to "બાળપણમાં ખુબ જ સુંદર લાગતી હતી બોલીવુડની આ અભિનેત્રીઓ, જુઓ માં સાથે બાળપણની તસ્વીરો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel