હિંદુ હોય કે મુસ્લિમ, મહારાષ્ટ્રના આ ગામમાં કોઈ પણ નથી વેચતું દૂધ, ફ્રી માં વેચવાની છે પરંપરા
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના એક ગામમાં, લોકો પોતાને ભગવાન કૃષ્ણના વંશજ કહે છે અને દૂધ વેચતા નથી, પરંતુ જરૂરિયાતમંદો ને મફત માં આપે છે. મહારાષ્ટ્રના ઘણા ખેડુતો અને આગેવાનોએ આ મહિને દૂધના ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી અને દૂધ પણ શેરીઓમાં ફેલાવવાની માંગ કરી હતી, જ્યારે યેલેગાંવ ગાવલી (યેલેગાંવ) ના લોકો એ ક્યારેય દૂધ વેચ્યું ન હતું. ગામના લગભગ દરેક ઘરમાં દુધાળા પશુઓ છે.
image source
યેલેગાંવ ગાવલી એટલે દૂધવાળાઓનું ગામ
ગામના રહેવાસી રાજાભાઇ મંડાડે (૬૦) એ ન્યૂઝ એજન્સીને પી.ટી.આઇ. ભાષાને જણાવ્યું કે, ‘યેલેગાંવ ગાવલી નો અર્થ છે કે દુધ વાળું ગામ છે. આપણે પોતાને ભગવાન શ્રીકૃષ્ણ ના વંશજ માનીએ છીએ અને એટલા માટે અમે દૂધ વેચતા નથી. ”
image source
ગામના ઓછા માં ઓછા 90 ટકા ઘરો માં ગાય, ભેંસ અને બકરી સહિત ના અન્ય પશુઓ છે અને દૂધ ન વેચવાની પરંપરા પેઢીઓ થી ચાલતી આવી રહી છે. તેઓ વધારાનું દૂધ તેમ જ દૂધ ની અન્ય બનાવટો નું પણ વેચાણ કરવાને બદલે જરૂરતમંદ લોકો માં વહેંચવામાં આવે છે.
image source
જરૂરિયાતમંદોને વિના મૂલ્યે આપવામાં આવે દૂધ
તેમણે કહ્યું કે જ્યારે વધુ દૂધ હોય છે ત્યારે દૂધના જુદા જુદા ઉત્પાદનો બનાવવામાં આવે છે, પરંતુ કોઈ પણ લોકોને વેચવામાં આવતું નથી અને જરૂરિયાતમંદો ને વિના મૂલ્યે વહેંચવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘જન્માષ્ટમી ગામમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ગામ માં એક કૃષ્ણ મંદિર છે. જો કે, કોવિડ -19 રોગચાળાને લીધે, આ વખતે બધા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
image source
હિંદુ હોય કે મુસ્લિમ, કોઈ નથી વેચતું દૂધ
ગામના સરપંચ શેઠ કૌસર (44) એ જણાવ્યું હતું કે, દરેક ધર્મોના ગ્રામજનો દૂધ ન વેચવાની પરંપરા અપનાવે છે. તેણે કહ્યું, ‘ગામ માં કોઈ પણ માણસ, પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ કે અન્ય કોઈ ધર્મનો હોય, પોતાના પશુઓ નું દૂધ વેચતા નથી.’ આ રીતે આ ગામના દરેક ગ્રામજનો આ પરંપરાનું પેઢીઓ થી પાલન કરતા આવી રહ્યા છે.
https://ift.tt/31EHVxn
0 Response to "હિંદુ હોય કે મુસ્લિમ, મહારાષ્ટ્રના આ ગામમાં કોઈ પણ નથી વેચતું દૂધ, ફ્રી માં વેચવાની છે પરંપરા"
ટિપ્પણી પોસ્ટ કરો