ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો હાલમાં શું છે લેટેસ્ટ સ્થિતિ
વર્તમાન સમયે આખાય ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે, અનેક જગ્યાએ રાજ્ય ભરમાં ઠેર ઠેર વરસાદના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા સમયે રાજ્યમાં ફરી હવામાન ખાતાએ હાલમાં જ ગુજરાતમાં ૧૯ ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવી છે.
એવા સમયે હવે ફરીથી ગુજરતના નજીક સમુદ્ર કિનારે બે વરસાદી સીસ્ટમ સક્રિય બની હોવાથી રાજ્ય ભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે ગુજરાતના વિવિધ ભાગોમાં પડેલા વરસાદને લઈને અનેક ડેમની સપાટી વધી ચુકી છે, તો સામે અન્ય ડેમમાં હજુ પણ જરૂરી પાણી એકઠું થયું નથી. ત્યારે પ્રજા આ પ્રકારના અસ્ત વ્યસ્ત વરસાદને લઈને પણ ચિંતિત જોવા મળી રહી છે.
રાજ્યના ૮૮ જેટલા ડેમ હાઈ અલર્ટ પર
આપને જણાવી દઈએ કે વર્તમાન સમયે જયારે ચોમાસું જામેલું છે, ત્યારે હવે ફરી બે વરસાદી સીસ્ટમ ગુજરાત નજીક સક્રિય બનતા રાજ્ય ભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં પડેલા વરસાદને લઈને રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના કારણે ડેમોમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી છે. ત્યારે માહિતી મળી રહી છે રાજ્યના ૮૮ જેટલા ડેમ પાણીની વધારે આવકને લઈને હાઈ અલર્ટ પર રખાયા છે. આ સાથે જ વરસાદની આગાહીને લઈને પણ ૧૭ અન્ય ડેમમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર સહીત ૨૦૬ ડેમમાં ૫૯.૪૮ જેટલું પાણી છે.
તંત્ર દ્વારા અન્ય ૧૭ ડેમ પણ એલર્ટની યાદીમાં
ગુજરાત રાજ્યમાં આ શ્રાવણ મહિનામાં ઠેર ઠેર વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને રાજ્ય ભરમાં ૮૮ જેટલા ડેમને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે. જો કે હવે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અન્ય ૧૭ ડેમ પણ એલર્ટની યાદીમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક ડેમમાં પાણી સપાટી પાર કરી રહ્યું છે, જયારે અમુક ડેમમાં હજુ પણ જોઈતી આવક થઇ નથી. સરદાર સરોવર સાથે રાજ્યના ૨૦૬ ડેમમાં હજુ ૫૯.૪૮ ટકા પાણી જ ભરાયા છે.
રાજ્યમાં ૪૭ જેટલા ડેમ પાણીથી ૧૦૦ ટકા ભરાયા
એક તરફ આખાય રાજ્યમાં ૪૭ જેટલા ડેમ પાણીથી ૧૦૦ ટકા ભરાઈ ચુક્યા છે. તો બીજી તરફ ૮૮ જેટલા ડેમમાં પણ ૯૦ ટકા કરતા વધારે પાણી જમા થઇ ચુક્યું છે. આવા સમયે અન્ય ૧૭ ડેમની સપાટી હાલમાં ૮૦થી ૯૦ ટકા વચ્ચે ચાલી રહી છે. જો કે ૧૦ ડેમમાં ૭૦ ટકાથી લઈને ૮૦ ટકા સુધી પાણી ભરતા એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ૪૦ અને દક્ષીણ ગુજરાતના ૩ ડેમ સંપૂર્ણ ભરાયા છે, તેમજ કચ્છના ૩ અને મધ્ય ગુજરાતનો ૧ ડેમ સંપૂર્ણ ભરાયો છે. તો બીજી બાજુ રાજ્યના ૯૦ ડેમમાં પાણી ૭૦ ટકા કરતા પણ ઓછું છે.
ગુજરાતમાં ૨ વરસાદી સીસ્ટમ સક્રિય જોવા મળી
હાલમાં જ ગુજરાતમાં ૨ વરસાદી સીસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે. જેને લઈને આજના દિવસે હવામાન ખાતા દ્વારા કચ્છ, ગીર સોમનાથ, મોરબી અને પોરબંદરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ ડાંગ, સુરત અને ભરૂચ સહિત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો હાલમાં શું છે લેટેસ્ટ સ્થિતિ"
ટિપ્પણી પોસ્ટ કરો