ડ્રેગન ફ્રુટ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક, મળે છે ઘણી ગંભીર બીમારી માંથી છુટકારો..
ડ્રેગન ફ્રુટ એક બારમાસી, ચડતા ત્રિકોણાકારની સાથે માવાવાળું(ફ્લેશી), વેલા પ્રકારનું કેક્ટસ પ્રજાતિનું ફળ છે, ડ્રેગન ફ્રૂટ હેલ્થ માટે ખૂબ જ સારો સ્ત્રોત છે અને તે સાથે જ તેમાં ઘણા બધા પોષક તત્વ પણ હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફ્રુટનું દરરોજ સેવન કરવાથી તમે એક્ટિવ રહેશો. ભારતમાં આ ફળના બજાર ભાવ 200 થી 250 રૂપિયા/કિલો છે.
ડ્રેગન ફ્રુટમાં સારા પ્રમાણમાં એન્ટી-ઓક્સિડેન્ટ્સ, વિટામિન સી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ ખૂબ સારુ રહે છે અને શરીરને કેલ્શિયમ પણ આપે છે. ડ્રેગન ફ્રૂટ કેક્ટસ ફ્રૂટના નામથી પણ ઓળખાય છે. જે જોવામાં ડ્રેગનની જેમ હોય છે. તેથી તેનુ નામ ડ્રેગન ફ્રૂટ રાખવામાં આવ્યુ છે. આજે અમે તમને એ ફળના ફાયદા વિશે જણાવીશું. તો ચાલો જાણી લઇએ આ ફળના સેવનથી શરીરને કેવી રીતે મદદ થઇ શકે છે.
image source
ડ્રેગન ફ્રૂટ ફાયદા
કોલેસ્ટ્રોલ માટે
ડ્રેગન ફ્રૂટ કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ સારુ હોય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી દિલને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે. ડ્રેગન ફ્રુટ ખતરનાક કોલેસ્ટ્રોલને ઘટાડી તમારા હાર્ટને ઘણું મજબુત બનાવે છે.
image source
ત્વચા યુવાન અને ચમકાવવા માટે
એન્ટીઓક્સિડેન્ટની સારી માત્રા હોવાથી તે અસમયે આવનાર ઘડપણને રોકે છે. તેમાં મદ્ય ભેળવીને ફેસમાસ્ક બનાવો અને તેને નિયમિત રૂપથી ચહેરા પર લગાવો. આ તમારા ચહેરા પરથી ફાઈન લાઈટ હટાવે છે અને તમારી ત્વચાને જવાન બનાવે છે.
image source
બ્લડ શુગર માટે સારો
ડ્રેગન ફ્રુટ શુગરની સમસ્યા સામે રક્ષણ આપે છે, તેમાં રહેલા ફાઈબર બ્લડ શુગર લેવલને સંતુલિત કરે છે. કારણ કે, આ ડાયાબિટિઝના રોગીઓમાં શુગરના લેવલને સ્થિર કરે છે અને શુગર સ્પાઈક્સને રોકવામાં મદદ કરે છે.
image source
ઈમ્યૂનિટી બૂસ્ટ
ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. જેનાથી તમારી ઈમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે. જેનાથી શરીરને ઘણા સંક્રમણ અને બીમારીઓથી બચવામાં મદદ મળે છે. ડ્રેગન ફ્રૂટમાં ઉચ્ચ પ્રમાણમાં તમારા શરીરમાંથી હાનિકારક વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામા મદદ કરે છે. જેમાં આયરન અને ફાયબર હોય છે જે તમને સ્વસ્થ બનાવી રાખે છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "ડ્રેગન ફ્રુટ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક, મળે છે ઘણી ગંભીર બીમારી માંથી છુટકારો.."
ટિપ્પણી પોસ્ટ કરો