કરિનાના આ સિલ્ક કાફતાન ડ્રેસની કિંમતને લઈને હાલમાં ચાલી રહી છે જોરદાર ચર્ચાઓ, કારણકે…

અવારનવાર આપણી સામે બોલીવુડને લઈને એવા સમાચાર આવતા હોય છે, જેને જોઇને આપણે કહીએ છીએ, ઓહ આટલા મોંઘા ભાવના કપડા કોણ પહેરે અથવા આટલી મોંઘી વસ્તુઓ કોણ વાપરે? જો કે બોલીવુડમાં આ જ બધી ચર્ચાઓ સ્ટારને સતત લાઈમ લાઈટ આપતી હોય છે. હાલમાં જ સૈસેફ અલી ખાનના જન્મદિવસે ફરીથી કરીનાના સિલ્ક કાફ્તાન ડ્રેસને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ ડ્રેસની કિંમતને લઈને આ ચર્ચાઓનું કારણ બન્યો છે.

મેટરનીટી લુકને લઈને પણ ખુબ જ ચર્ચાઓ

image source

આપને જણાવી દઈએ કે બોલીવુડમાં કરીના કપૂર આવારનવાર પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચાઓમાં રહે છે. જો કે એનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સ ફેન્સના મતે ગજબનું છે. સામાન્ય રીતે એના ગ્લેમરસ લુકને કારણે લોકો એમને ખાસ પસંદ કરે છે, આ સાથે જ હાલમાં એમના મેટરનીટી લુકને લઈને પણ ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. એવી વાતો મીડિયામાં ચર્ચાઈ રહી છે કે બેબો હવે ફરી વાર મા બનવાની છે, આવા સમયે પણ એમની સ્ટાઈલને લઈને અનેક ચર્ચાઓ જોવા મળે છે.

પાર્ટીમાં કરીનાએ પહેર્યો પિંક સિલ્ક કાફ્તાન

આપને જણાવી દઈએ કે હાલમાં ૧૬ ઓગસ્ટ એટલે કે રવિવારના દિવસે બેબોના પતિ સૈફ અલી ખાનનો ૫૦મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આવા સમયે એમની સ્ટાઈલને લઈને ફરી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જે કે આ જન્મદિવસ ઉજવણીના અવસરે આયોજિત કરાયેલ પાર્ટીમાં કરીનાએ પિંક કલરનો એક સિલ્ક કાફ્તાન પહેર્યો હતો. જેને લઈને આ ચર્ચાઓ શરુ થઈ હતી. જો કે આ ડ્રેસમાં બેબો ખુબ જ સુંદર લાગી રહી હતી.

આ કાફ્તાન, રાજદીપ રાણાવતના લેબલનો

હાલમાં આયોજિત સૈફની જન્મદિવસ પાર્ટીના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, આવા સમયે જો તમે એવું વિચારી રહ્યા છો કે બેબોએ પહેરેલો ડ્રેસ કેટલો સરસ છે. આ ડ્રેસની કિંમત કેટલી મોંઘી હશે? તો આપને જણાવી દઈએ કે આ પાર્ટીમાં બેબોએ જે સિલ્કનો કાફ્તાન પહેર્યો છે, તે રાજદીપ રાણાવતના લેબલનો છે. આ અટેચડ બેલ્ટવાળા પ્રિન્ટેડ સિલ્ક કાફ્તાનની કિંમત ૨૪ હાજર રૂપિયા છે. આ કાફ્તાન પહેરીને કરીનાએ ક્યુટ ઈયર રિંગ્સ પણ પહેર્યા હતા અને પોનીટેલ બનાવી હતી. જો કે આ સમયે એમણે મેકપ વગરના દેખાવને જ મહત્વ આપ્યું હતું.

આમીર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામા

image source

આ પાર્ટીમાં સૈફ અલી ખાને પણ બેબો સાથે મેચિંગ કરવા માટે ગુલાબી રંગનો કુરતો અને સફેદ રંગનો પાયજામો પહેર્યો હતો. જો કે બેબોની જેમ જ સૈફ પણ આ સેલિબ્રેશનમાં ડેસિંગ લાગી રહ્યો હતો. આપને જણાવી દઈએ કે બંને ફરી માતા-પિતા બનવાના છે, અને બંને જણા ખુબ જ એક્સાઈટેડ પણ છે. જો વર્તમાન સમયે એમના વર્કની વાત કરીએ તો કરીના આમીર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કામ કરી રહી છે અને હાલમાં જ તે શુટિંગ પર પાછી ફરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "કરિનાના આ સિલ્ક કાફતાન ડ્રેસની કિંમતને લઈને હાલમાં ચાલી રહી છે જોરદાર ચર્ચાઓ, કારણકે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel