હાર્દિક-નતાશાનો કિસ કરતો ફોટો ઇન્સ્ટાએ કાઢી નાખતા નતાશા ભરાઇ ગુસ્સે અને કહ્યું કે…
હાર્દિક અને નતાશાના સમાચાર એમના લગ્ન પછીથી ખુબ જ ચર્ચાઓમાં રહ્યા છે. આવા સમયે આ ચર્ચાઓએ એમના ઘરે આવેલા નવા મહેમાનને કારણે વધુ વેગ પકડ્યો હતો. ઉલ્લેખનીય છે કે નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યા તાજેતરમાં જ માતા-પિતા બન્યાં છે. આ દરમિયાન જ હવે હાર્દિક એ આઈપીએલ ૨૦૨૦ માટે રમવા વિદેશ રવાના થઇ ગયો છે.
આવા સમયે નતાશા હાર્દિકને મિસ કરી રહી છે, આવા સમયે નતાશાએ પતિને મિસ કરતા હાર્દિક સાથેનો એક રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જો કે એમનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ દ્વારા નતાશાના એકાઉન્ટ પરથી ડિલીટ કરી દેવામાં આવ્યો હતો જેને લઈને નતાશાએ ગુસ્સો વ્યક્ત કરતા પોસ્ટ મૂકી હતી.
પોસ્ટ ખોટી અને હાનિકારક માહિતી માટે દૂર કરવામાં આવી
આપને જણાવી દઈએ કે નતાશા એ ઇન્સ્ટાગ્રામના આ પ્રકારના વલણથી ગુસ્સે થઈ હતી. આ ગુસ્સો દર્શાવવા માટે નતાશાએ એક સ્ક્રીનશોટ શેર કરીને ઇન્સ્ટાગ્રામના વલણને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં એમણે એ પોસ્ટના ડીલીટ થવા પાછળના કારણને દર્શાવતો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો.
નતાશાએ જે સ્ક્રીનશોટ શેર કર્યો હતો એમાં એમની પોસ્ટ હટાવવા બદલ ઈન્સ્ટાગ્રામે કારણ આપ્યું હતું કે – “તમારી પોસ્ટ અમારી કમ્યુનિટી ગાઈડલાઈન્સની વિરુદ્ધ જઈ રહી છે. અમે અમારી કમ્યુનિટીને સપોર્ટ અને સુરક્ષા આપવા માટે આ ગાઈડલાઈન્સ ઇન્સ્ટાગ્રામ પર બનાવી છે.” આ સાથે જ એમાં જોડેલી એક નોટમાં લખેલું છે કે – આ પોસ્ટ ખોટી અને હાનિકારક માહિતી માટે દૂર કરવામાં આવી છે.
એમણે પોસ્ટના કેપ્સનમાં લખ્યું – ‘Seriously, Instagram?’
ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામે આપેલા આ બહાનાને લઈને નતાશા ગુસ્સે ભરાઈ હતી અને એમણે લખ્યું હતું કે શું આ યોગ્ય છે. એમણે પોતાની પ્રતિક્રિયા આપવા ઈન્સ્ટાગ્રામે આપેલા કારણો સાથેના સ્ક્રીનશોટને પોસ્ટ કરીને કેપ્સનમાં લખ્યું હતું કે – ‘Seriously, Instagram?’. જો કે આ પ્રતિક્રિયા પછી એમણે પોતાની આ જ તસ્વીરને ફરી વાર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
ઈન્સ્ટાગ્રામ દ્વારા ગાઈડલાઈન્સનો હવાલો આપી હટાવાઈ
આપને જણાવી દઈએ કે હાલમાં હાર્દિક પંડ્યા આઈપીએલ ૨૦૨૦ માટે તૈયારી કરી રહ્યા છે. નતાશા એમનાથી દુર હોવાથી એ પણ એને મિસ કરી રહી છે. આ યાદમાં એણે એક ફોટો શેર કર્યો હતો જેમાં એ હાર્દિકના ગાલને ચૂમી રહી હતી. આ ફોટાને ઈન્સ્ટાગ્રામ દ્વારા ગાઈડલાઈન્સનો હવાલો આપીને હટાવી દેવામાં આવી હતી. જો કે નતાશા ગુસ્સે બાહરી હતી, અને એણે આ તસ્વીર ડીલીટ થઇ હોવા છતાં ફરીવાર પોસ્ટ કરી હતી.
હોસ્પીટલના સ્ટાફ સાથે પણ ખુશીના આ પ્રસંગને ઉજવ્યો
આપને જણાવી દઈએ કે હાલમાં જ હાર્દિક અને નતાશાએ પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. હાર્દિકે આ અંગેની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં મૂકી હતી અને આ ફોટો પોસ્ટ કરીને આ સમાચાર એમણે જ આપ્યા હતા. જો કે એમણે બાળકની તસ્વીરો પણ ચાહકો સાથે શેર કરી હતી. પુત્રને ઘરે લાવતા પહેલા એમને હોસ્પીટલના સ્ટાફ સાથે પણ ખુશીના આ પ્રસંગને ઉજવ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હાર્દિક-નતાશાનો કિસ કરતો ફોટો ઇન્સ્ટાએ કાઢી નાખતા નતાશા ભરાઇ ગુસ્સે અને કહ્યું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો