મોદી સરકારનો યુવાનો માટે રોજગારલક્ષી સૌથી મોટો નિર્ણય, જાણી લો જલદી વધુ વિગતો તમે પણ
આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ કોરોના કાળમાં યુવાનો નોકરીઓ ગુમાવી રહ્યા છે તેવામાં સરકારે નોકરીની તકો ઉજળી કરતો નિર્ણય જાહેર કર્યો છે. સરકારના આ નિર્ણયથી કરોડો યુવાનોને લાભ થશે.
આજે મળેલી બેઠક બાદ યુવાનો માટે રોજગારલક્ષી, એરપોર્ટના ખાનગીકરણને લઈને અને ખેતી સંદર્ભે મહત્વના અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટની બેઠક બાદ આજે લેવાયેલા નિર્ણય વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય ભરતી એજન્સીની જાહેરાત કરી છે. તેના દ્વારા ભરતી પ્રક્રિયા સરળ બનશે. સરકારે રાષ્ટ્રી ભરતી એજન્સીને નોકરી માટે કોમન ટેસ્ટ લેવાની સત્તા આપી છે.
કેન્દ્ર સરકારે નોકરી શોધતા યુવાનોને ખુબ સારા સમાચાર આપ્યા છે. આજે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે રાષ્ટ્રીય ભરતી એજન્સીના કોમન ટેસ્ટની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત વર્ષમાં હવે બે વાર પરીક્ષા લેવામાં આવશે અને એક હજાર પરીક્ષા કેન્દ્રો તૈયાર થશે. આ કેન્દ્રો જિલ્લા મુખ્યાલયમાં બનાવવામાં આવશે.
જો કે આ નવી પ્રક્રિયામાં ઉંમરમાં કોઈ છૂટછાટ મળશે નહીં. ફીના ધોરણ પણ એક સમાન રહેશે. આ અંતર્ગત પરીક્ષાઓ 12 ભાષાઓમાં થશે. રાષ્ટ્રીય ભરતી એજન્સીનું મુખ્ય મથક દિલ્હીમાં હશે. વિદ્યાર્થીઓ હવેથી એક જ પરીક્ષા પછી નોકરી મેળવી શકશે અને તેમના પૈસાની બચત પણ થશે. આ નિર્ણયથી યુવાનોને નોકરી માટે એક કરતાં વધારે પરીક્ષાઓ આપવી પડશે નહીં.
બુધવારે મળેલી કેબિનેટ બેઠકની વિગત આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે દેશના 6 એરપોર્ટનું સંચાલન ખાનગી પ્લેયરને આપવામાં આવ્યું છે. જેમાં જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ લીઝ પર આપવાનો નિર્ણય લેવાયો છે.
સાથે જ આ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે પણ નિર્ણય લેવાયો છે. ખેડૂતો માટે શેરડીના ખરીદ મુલ્યમાં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. ગત વર્ષે આ ખરીદ મુલ્યમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "મોદી સરકારનો યુવાનો માટે રોજગારલક્ષી સૌથી મોટો નિર્ણય, જાણી લો જલદી વધુ વિગતો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો