સવારે આંખ ખોલતા જ આ ૮ વસ્તુઓને જોવી હોય છે શુભ, આખો દિવસ જાય છે સારો
જયારે પણ આપણો દિવસ બેકાર જાય એટલે આપણે એમ જ વિચારીએ છે કે કાશ કાલનો દિવસ સારો જાય. એવી આશામાં આપણે રાત્રે સુઈ જતા હોઈએ છે. એ પછી જયારે સવારે ઉઠીએ છે તો સુરજની પહેલી કિરણ જોઈએ છે તો એવી આશા રાખતા હોઈએ છે કે કાશ આજનો દિવસ કાલની સરખામણીએ સારો જાય. એમ તો પ્રકૃતિ પણ આપણને સવારે જ ઘણા એવા સંકેત આપી દે છે જેનાથી આપણે એવો અંદાજો લગાવી શકીએ છે કે આજનો દિવસ કેટલો સારો કે ખરાબ જવાનો છે. આ બધી વાતોનું ધ્યાનમાં રાખતા આજે આપણે સવારે દેખાતી એ બધી શુભ વસ્તુઓ વિષે જણાવીશું જે તમારા સારા દિવસનું નિશાની હોય છે.
કરોળિયાનું ચડવું
સવારે જયારે તમારી આંખ ખુલે તો જો તમને ઘરની દીવાલ કે બીજે ક્યાંક કરોડિયા ઉપર તરફ ચડતા દેખાય તો એ પ્રગતિનો સંકેત માનવામાં આવે છે. એનો અર્થ સાફ છે કે તમને સફળતા મળવાની વધારે તક છે.
ગાયનું દરવાજા પર બુમો પાડવું
જો સવાર સવારમાં ગાય તમારા દરવાજા પર આવીને બુમો પાડવા લાગે તો સમજી જાઓ કે સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરે પધારી છે. એવામાં તમારે ગાયને સ્પર્શ કરીને હાથ માથે લગાવવું જોઈએ. એનાથી વધારે ગાયને ખાવા માટે કાંઈક આપવું જોઈએ. એ એક સંકેત છે કે તમને જલ્દી ધન લાભ થઈ શકે છે.
આ અવાજ સંભળાય તો
જો તમને સવારે મંદિરના ઘંટ અને ઘડિયાળનો અવાજ સંભળાય તો એ એક શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ છે કે તમારા બધા જ અટકેલા કાર્ય જલ્દી જ પૂર્ણ થઇ જશે. એનાથી વધારે જો તમે ઘરેથી કોઈ જરૂરી કાર્યથી જઈ રહ્યા હોવ એ રસ્તામાં કોઈના ઘરથી આરતીની ઘંટડી કે પૂજાપાઠનો આવાજ સંભળાય તો એ ખુબ જ શુભ હોય છે. એનો અર્થ થાય છે કે તમારું એ કામ જલ્દી જ પૂરું થશે.
પક્ષિયોનું બોલવું
સવારે જો પક્ષી તમારા ઘરે આવીને ચહકતા હોય તો એ ખુબ જ શુભ માનવામાં આવે છે. એનો અર્થ થાય છે કે આજનો તમારો દિવસ ખૂબ જ ખાસ જવાનો છે. એનો એક સંકેત એવો પણ હોય છે કે ભગવાન આજ તમારી પર મહેરબાન છે. એમણે પ્રસન્ન થઈને એ પક્ષીઓને દૂત બનાવીને તમારી પાસે મોકલ્યા છે. એવી સ્થિતિમાં તમારે ઘરની બાલ્કની કે છત પર દાણા પાણીની વ્યવસ્થા કરીને રાખવી જોઈએ. એનાથી તમને વધારે પુણ્ય મળશે.
લાલ કપડામાં સૌભાગ્યવતી મહિલા
સવારે જો તમે કોઈ જરૂરી કાર્યથી નીકળો અને રસ્તામાં લાલ કપડામાં કોઈ સૌભાગ્યવતી મહિલા દેખાઈ જાય તો એ ઉત્તમ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ થાય છે કે તમારા ભાગ્ય ખુલવાના છે. એ પછી હવે તમે જે પણ કાર્ય કરશો તો એમાં ભાગ્ય તમારો પૂરો સાથ આપશે.
સોનુ તાંબુ
સવારે આંખ ખુલતા જ સોનુ કે તાંબુ દેખાવું પણ શુભ માનવામાં આવે છે. એનાથી તમારી સાથે આખો દિવસ સકારાત્મક ઉર્જા રહે છે.
ઘાસ છાણ
સવારના સમયે ઘાસ છાણ જેવી કુદરતી વસ્તુઓ દેખાવી સારો સંકેત માનવામાં આવે છે. એનાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ વધી જાય છે.
0 Response to "સવારે આંખ ખોલતા જ આ ૮ વસ્તુઓને જોવી હોય છે શુભ, આખો દિવસ જાય છે સારો"
ટિપ્પણી પોસ્ટ કરો