હેડફોન સતત કાનમાં લગાવી રાખો છો તો થઇ જાવ સાવધાન થઇ શકે છે આ તકલીફ.
પ્રૌદ્યોગિકીકરણ અને ટેકનોલોજી એક રીતે વરદાન છે ત્યાં જ બીજી બાજુ આ જ પ્રૌદ્યોગિકીકરણ અને ટેકનોલોજી અભિશ્રાપ સાબિત થઈ રહી છે. એક બાજુ જ્યાં આ ટેકનોલોજી આપણું જીવન એટલું સરળ અને સુવિધાજનક બનાવી દે છે, તો ત્યાં જ બીજી બાજુ ટેકનોલોજીની ખામી અને ખરાબ પ્રભાવ પણ થાય છે. આ જ ટેકનોલોજીનો એક ભાગ છે હેડફોન. હેડફોન અને ઈયર ફોન આજકાલ દરેક યુવાનો માટે એક જરૂરિયાત બની ગઈ છે.
મોટાભાગના યુવાનો ઘરની બહાર નીકળતા જ કાનમાં હેડફોન લગાવીને ગીતો સાંભળતા જોવા મળે છે. આજકાલના યુવાનો હેડફોનનો ઉપયોગ ફક્ત ગીતો સાંભળવા માટે જ નહી પણ જો કોઈને ફોન આવે છે તો ફોનને બહાર કાઢ્યા વિના પણ વાત કરવા માટે કરે છે જેના લીધે ફોન પડી જવાની કે પછી ચોરી થવાનો ભય ઘટી જાય છે. પણ શું આપ જાણો છો કે, ઈયરફોન અને હેડફોનના વધુ પડતા ઉપયોગ કરવાના લીધે આપના જીવન પર અને શરીર પર ખરાબ રીતે પ્રભાવિત કરે છે. આજે મેં આપને હેડફોનના વધુ ઉપયોગ કરવાથી થતા નુકસાન વિષે જણાવીશું.
-સાંભળવાની ક્ષમતા ક્ષીણ થવા લાગે છે.:
ઈયરફોનમાં જે ડેસિબલ વેવ્સ હોય છે તે ખુબ જ ઉચ્ચ હોય છે, જેનાથી આપની સાંભળવાની ક્ષમતામાં કમી આવવા લાગે છે કે પછી આપ બહેરા પણ થઈ શકો છો. એટલા માટે ઈયરફોનની મદદથી ગીત સાંભળો છો તો આપે સમયે સમયે બ્રેક પણ લેતા રહેવું જોઈએ. આની સાથે જ આપ એક મધ્યમ સ્તર પર પણ ઈયરફોનના અવાજને જાળવી રાખો.
-ઈયર ઇન્ફેકશન :
ઈયરફોનમાં લાંબા સમય સુધી ગીતો સાંભળવાથી થનાર નુકસાનની સાથે જ મિત્રો અને ઘરના સભ્યોની સાથે ઈયરફોનને બદલવાથી ઈયર ઇન્ફેકશન થઈ શકે છે. એટલા માટે આપ જયારે પણ પોતાના ઈયરફોનને કોઈની સાથે શેર કરો છો તો આવામાં આપે ઈયરફોનને સેનેટાઈઝરથી સાફ કરીને જ ઉપયોગ કરો.
-કાનમાં દુઃખાવો :
ઈયરફોનની મદદથી વધારે સમય સુધી ગીતો સાંભળવાથી કાનમાં જ નહી ઉપરાંત કાનની આસપાસના ભાગમાં પણ દુઃખાવો ઉત્પન્ન થવા લાગે છે.
-મસ્તિષ્કને પ્રભાવિત કરે છે.:
ઈયરફોનનો વધુ ઉપયોગ કરવાથી ઈયરફોન માંથી નીકળનાર વિદ્યુત ચુંબકીય તરંગોનો શિકાર બની જાય છે. જેના કારણે આપના મસ્તિષ્કને ભારે નુકસાન થાય છે.
-કાન સુન્ન થવા લાગે છે.:
જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કાનમાં ઈયરફોન લગાવીને ગીતો સાંભળવાથી આપણા કાન પણ સુન્ન થઈ શકે છે. આવામાં આપ હંમેશા માટે પોતાની સાંભળવાની ક્ષમતાને પણ ગુમાવી શકો છો.
Source : DailyHunt News
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "હેડફોન સતત કાનમાં લગાવી રાખો છો તો થઇ જાવ સાવધાન થઇ શકે છે આ તકલીફ."
ટિપ્પણી પોસ્ટ કરો