તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરવા અજમાવો આ 7 જ્યોતિષ ઉપાયો, સાથે નહિં પડે પૈસાની તકલીફ પણ
શું આપ આપના જીવનમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો? તો અપનાવો આ ૭ ફેંગશુઈમાં જણાવેલ ઉપાયો.
સંસારની દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અને ઘર પરિવારમાં સુખ- સમૃદ્ધિ અને શાંતિ હોય તેવી ઈચ્છા રાખે છે પરંતુ આ બાબત દરેક વ્યક્તિના નસીબમાં હોતી નથી એટલા માટે આજે અમે આપને આ લેખમાં ચાઇનીઝ ફેંગશુઈમાં જણાવવામાં આવેલ એવા જ કેટલાક ઉપાયો વિષે જણાવીશું જેને અપનાવવાથી આપના જીવનમાં સુખ- સમૃદ્ધી અને શાંતિ જળવાઈ રહેશે.

અપનાવો આ ૭ ફેંગશુઈમાં જણાવેલ ઉપાયો:
-ઘરના દરવાજાના હેન્ડલમાં સિક્કાને લટકાવવાથી આપના ઘરમાં સંપત્તિની જેમ સૌભાગ્ય લાવવાનો સર્વોત્તમ માર્ગ છે. આપ આપના ઘરના દરવાજાના હેન્ડલ પર ત્રણ જુના ચીની સિક્કાઓને લાલ રંગના ધાગા કે પછી રિબન સાથે બાંધીને પોતાના ઘરના હેન્ડલમાં લટકાવી શકો છો.

-ચાઈનીઝ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ ઘરની રક્ષા ડ્રેગન કરે છે. એટલા માટે આપે આપના ઘરમાં ડ્રેગનની મૂર્તિ કે પછી ચિત્ર અવશ્ય રાખવું જોઈએ.
-ચાઈનીઝ ફેંગશુઈમાં જણાવ્યા મુજબ આપે આપના ઘરને નકારાત્મક ઉર્જાથી મુક્ત રાખવા માટે ઘરની પૂર્વ દિશામાં માટી માંથી બનેલ એક નાનકડા પાત્ર (વાસણ)માં મીઠું ભરીને રાખવું અને આ મીઠાને દર ચોવીસ કલાક વીતી ગયા પછી બદલતા રહેવું જોઈએ.

-ફેંગશુઈમાં જણાવ્યા મુજબ આપ આપના ઘરમાં ઝરણા, નદી વગેરેના ફોટોસને ઘરની ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. આપે ક્યારેય પણ ઘરમાં હિંસક ફોટોસ લગાવવા જોઈએ નહી, જો આપ ઘરમાં કોઈ હિંસક પ્રાણી કે પછી પ્રવૃત્તિના ફોટોસ લગાવો છો તો તેનાથી આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.

-જો આપના દામ્પત્ય જીવનમાં દરાર આવી રહી હોય કે પછી સંબંધમાં ખટાશ આવતી હોય તો આપે આપના બેડરૂમની દક્ષિણ- પશ્ચિમ દિશામાં ક્રિસ્ટલ ગ્લાસ માંથી બનેલ ફાનસનો ઉપયોગ કરવો જોઈએ. આ ફાનસમાં આપે લાલ રંગના બલ્બનો ઉપયોગ કરવો જોઈએ. આ ખુબ જ ખાસ ઉપાય છે.
-ઘરના પૂર્વોત્તર કોણમાં આપે તળાવ કે પછી ફુવારા હોવું શુભ હોય છે. ફેંગશુઈમાં જણાવ્યા મુજબ આ તળાવ કે પછી ફુવારાના પાણીનું વહેણ ઘરની તરફ હોવું જોઈએ નહી કે ઘરની બહારની તરફ.

-ઘરની બહાર આપે કાળો કાચબો, લાલ પક્ષી, સફેદ વાઘ કે પછી લીલા ડ્રેગન હોય છે તો આપના ઘરની રક્ષા સ્વત: જ થઈ જાય છે. કાળો કાચબો ઘરની ઉત્તર દિશાનું પ્રતિનિધિત્વ કરે છે, લાલ પક્ષી ઘરની દક્ષિણ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે, સફેદ વાઘ ઘરની પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે જયારે લીલો ડ્રેગન ઘરની પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરવા અજમાવો આ 7 જ્યોતિષ ઉપાયો, સાથે નહિં પડે પૈસાની તકલીફ પણ"
ટિપ્પણી પોસ્ટ કરો